Loksabha Election:ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાએ જંગી સભા સંબોધી ફોર્મ ભર્યું

જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ જગનાથ મહાદેવની આરતી ઉતારી પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો બહુમાળી ચોક ખાતે પરશોત્તમ રૂપાલા જંગી સભા સંબોધન કરીગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મધરાત્રે રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોતમ રૂપાલાએ સૂચક ટ્વીટ કર્યું હતુ. જેમાં રાત્રે 1.48 એ ટ્વીટ કર્યું છે. તેમાં રાજકોટના દિલમાં ફક્ત ભાજપ. જેમાં પરશોત્તમ રૂપાલા આજે નામાંકન ફોર્મ ભરશે. તેમાં જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ જગનાથ મહાદેવની આરતી ઉતારી છે. જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રૂપાલાએ પદયાત્રા કરી છે. તેમજ બહુમાળી ચોક ખાતે રૂપાલા જંગી સભાને સંબોધન કર્યું છે.સમર્થન આપવા આવેલા લોકોનો આભાર: રૂપાલાજનસભાને સંબોધન કરતા પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે સમર્થન આપવા આવેલા લોકોનો આભાર. ઉત્સાહથી આશીર્વાદ આપવા આવ્યા તે માટે અભિનંદન છે. દેશને વિકસિત ભારત બનાવવા PMનો સંકલ્પ છે. જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનશે. 100 ટકા મતદાન કરવાનો આપણે પ્રયત્ન કરીશું. PMએ કહ્યું જે યોજના બને તેનો અમલ થવો જોઈએ. જેમાં ઉમેદવારી પહેલા રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે. તેમાં રૂપાલાએ ફરી એકવખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે. જેમાં ક્ષત્રિય સમાજ મોટું મન રાખે અને સાથ આપે. ક્ષત્રિય સમાજની દેશને જરૂર છે.જાગનાથ મંદિરેથી પરશોત્તમ રૂપાલાની ખુલ્લી જીપમાં રેલી નીકળીજાગનાથ મંદિરેથી પરશોત્તમ રૂપાલાની ખુલ્લી જીપમાં રેલી નીકળી હતી. જેમાં તેમની સાથે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, કેસરિદેવસિંહ ઝાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય દર્શિતા શાહ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુંવરજી બાવળિયા સહિતનાં ઉપસ્થિત રહ્યા છે. તેમજ હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા છે.સભામાં પ્રદેશના પણ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ આ સભામાં પ્રદેશના પણ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે. તેમજ ભાજપના હજારો કાર્યકર્તાઓ સભામાં હાજર રહેશે. તથા સભા બાદ પરશોત્તમ રૂપાલા નામાંકન ભરવા કલેકટર કચેરીએ જશે. રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે આજે પરશોત્તમ રૂપાલા જંગી જનસભા સંબોધી લોકસભા બેઠક માટે ફોર્મ ભરશે. ફોર્મ ભરવા સમયે યોજાનારી જંગી જનસભામાં 400 થી વધુ પોલીસ કર્મીઓનો સજ્જડ સુરક્ષા બંદોબસ્ત છે. તેમજ બહુમાળી ભવન ચોક અને કલેકટર કચેરી તરફના રસ્તે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમો તેનાત કરાઇ છે. પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો પદ્મિનીબા વાળા સહિતના વિરોધ કરવાના એલાન વચ્ચે પોલીસની બાજ નજર રહેશે. તેમજ રેલનગરથી પોપટપરા અને જંકશન પ્લોટથી કલેકટર કચેરી સુધી પોલીસની ચાંપતી નજર છે. તેમજ જાગનાથ મંદિરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમાં DCP,ACP,PI, PSI સહિત પોલીસ જવાનો તૈનાત છે. જાગનાથ મંદિરથી પદયાત્રા કરી બહુમાળી ચોક રૂપાલા પહોંચશે. ત્યારે પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. 

Loksabha Election:ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાએ જંગી સભા સંબોધી ફોર્મ ભર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ જગનાથ મહાદેવની આરતી ઉતારી
  • પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો
  • બહુમાળી ચોક ખાતે પરશોત્તમ રૂપાલા જંગી સભા સંબોધન કરી

ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મધરાત્રે રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોતમ રૂપાલાએ સૂચક ટ્વીટ કર્યું હતુ. જેમાં રાત્રે 1.48 એ ટ્વીટ કર્યું છે. તેમાં રાજકોટના દિલમાં ફક્ત ભાજપ. જેમાં પરશોત્તમ રૂપાલા આજે નામાંકન ફોર્મ ભરશે. તેમાં જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ જગનાથ મહાદેવની આરતી ઉતારી છે. જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રૂપાલાએ પદયાત્રા કરી છે. તેમજ બહુમાળી ચોક ખાતે રૂપાલા જંગી સભાને સંબોધન કર્યું છે.

સમર્થન આપવા આવેલા લોકોનો આભાર: રૂપાલા

જનસભાને સંબોધન કરતા પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે સમર્થન આપવા આવેલા લોકોનો આભાર. ઉત્સાહથી આશીર્વાદ આપવા આવ્યા તે માટે અભિનંદન છે. દેશને વિકસિત ભારત બનાવવા PMનો સંકલ્પ છે. જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનશે. 100 ટકા મતદાન કરવાનો આપણે પ્રયત્ન કરીશું. PMએ કહ્યું જે યોજના બને તેનો અમલ થવો જોઈએ. જેમાં ઉમેદવારી પહેલા રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે. તેમાં રૂપાલાએ ફરી એકવખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે. જેમાં ક્ષત્રિય સમાજ મોટું મન રાખે અને સાથ આપે. ક્ષત્રિય સમાજની દેશને જરૂર છે.

જાગનાથ મંદિરેથી પરશોત્તમ રૂપાલાની ખુલ્લી જીપમાં રેલી નીકળી

જાગનાથ મંદિરેથી પરશોત્તમ રૂપાલાની ખુલ્લી જીપમાં રેલી નીકળી હતી. જેમાં તેમની સાથે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, કેસરિદેવસિંહ ઝાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય દર્શિતા શાહ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુંવરજી બાવળિયા સહિતનાં ઉપસ્થિત રહ્યા છે. તેમજ હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા છે.

સભામાં પ્રદેશના પણ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ

આ સભામાં પ્રદેશના પણ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે. તેમજ ભાજપના હજારો કાર્યકર્તાઓ સભામાં હાજર રહેશે. તથા સભા બાદ પરશોત્તમ રૂપાલા નામાંકન ભરવા કલેકટર કચેરીએ જશે. રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે આજે પરશોત્તમ રૂપાલા જંગી જનસભા સંબોધી લોકસભા બેઠક માટે ફોર્મ ભરશે. ફોર્મ ભરવા સમયે યોજાનારી જંગી જનસભામાં 400 થી વધુ પોલીસ કર્મીઓનો સજ્જડ સુરક્ષા બંદોબસ્ત છે. તેમજ બહુમાળી ભવન ચોક અને કલેકટર કચેરી તરફના રસ્તે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમો તેનાત કરાઇ છે.

પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો

પદ્મિનીબા વાળા સહિતના વિરોધ કરવાના એલાન વચ્ચે પોલીસની બાજ નજર રહેશે. તેમજ રેલનગરથી પોપટપરા અને જંકશન પ્લોટથી કલેકટર કચેરી સુધી પોલીસની ચાંપતી નજર છે. તેમજ જાગનાથ મંદિરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમાં DCP,ACP,PI, PSI સહિત પોલીસ જવાનો તૈનાત છે. જાગનાથ મંદિરથી પદયાત્રા કરી બહુમાળી ચોક રૂપાલા પહોંચશે. ત્યારે પદયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.