Dabhoi: ડભોઇના નડા ગામ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા મગરનું રેસ્ક્યૂ કરાયું

વનવિભાગનો સંપર્ક કરાતા ફોન રિસીવ ન કર્યોરાતે નોકરીથી પરત ફરતા નાગરિકે મહાકાય મગર જોયો હતો ડભોઇ તાલુકાના નડા ગામે મધરાતે જીવદયા પ્રેમીઓએ મહાકાય મગરને રેસ્ક્યૂ કરીને પાંજરે પુર્યો હતો. ડભોઇ તાલુકાના નડા ગામેથી મધરાતે એક મહાકાય મગરને રેસ્ક્યૂ કરાયો હતો. નડા ગામે ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાના સમયગાળામાં ગામના રહેણાંક વિસ્તાર રબારીવગા પાસે એક મહાકાય મગર નોકરીથી પરત ફરી રહેલા પૃથ્વી વાઘેલાને જોવા મળ્યો હતો. જેને લઇ તેઓએ ગામના આગેવાન તાલુકા પંચાતતના પૂર્વ સભ્ય ભાવેશ પટેલ તથા રબારી ફ્ળિયાળાના સુનિલ તથા જનક રબારીને આ વાતની જાણ કરી હતી. જેની જાણકારી વનવિભાગના અધિકારી કલ્યાણીબેન ચૌધરી અને ફેરેસ્ટર હંસાબેનને આ ફેન કરેલ પરંતુ કમનસીબે ફેન રીસીવ કરવાની જહેમત લીધી ન હતી. જેથી ગ્રામજનોએ 100 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે પણ ફેરેસ્ટ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓએ ફેન પર કોઈ જવાબ ન આપતા ડભોઈનું વન વિભાગ જાણે જીવદયા પ્રેમીઓ પર જીવતુ હોય તેમ લાગે છે. છેવટે જીવદયાના વિપુલભાઈ ને જાણ કરાતા તેમની ટીમ રાત્રે નડા ગામે આવીને મગરનું રેસ્ક્યુ કરાયું હતું. ગામ લોકોએ હાશકારો લીધો હતો.ઉલ્લેખનીય છે કે, અગાઉ ગંભીર બનાવ વખતે પણ કલ્યાણીબેન ચૌધરીએ ફેન ન ઉઠાવતા મીડિયાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની ફરજ પડી હતી. હવે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ કેવા પગલા ભરે છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં નડા ગામના વિવિધ તળાવમાં મગરો દેખા દેતા નડા ગ્રામ પંચાયત દ્વારા ફેરેસ્ટ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ તેની પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હતી.

Dabhoi: ડભોઇના નડા ગામ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા મગરનું રેસ્ક્યૂ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વનવિભાગનો સંપર્ક કરાતા ફોન રિસીવ ન કર્યો
  • રાતે નોકરીથી પરત ફરતા નાગરિકે મહાકાય મગર જોયો હતો
  • ડભોઇ તાલુકાના નડા ગામે મધરાતે જીવદયા પ્રેમીઓએ મહાકાય મગરને રેસ્ક્યૂ કરીને પાંજરે પુર્યો હતો.

ડભોઇ તાલુકાના નડા ગામેથી મધરાતે એક મહાકાય મગરને રેસ્ક્યૂ કરાયો હતો. નડા ગામે ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાના સમયગાળામાં ગામના રહેણાંક વિસ્તાર રબારીવગા પાસે એક મહાકાય મગર નોકરીથી પરત ફરી રહેલા પૃથ્વી વાઘેલાને જોવા મળ્યો હતો.

જેને લઇ તેઓએ ગામના આગેવાન તાલુકા પંચાતતના પૂર્વ સભ્ય ભાવેશ પટેલ તથા રબારી ફ્ળિયાળાના સુનિલ તથા જનક રબારીને આ વાતની જાણ કરી હતી. જેની જાણકારી વનવિભાગના અધિકારી કલ્યાણીબેન ચૌધરી અને ફેરેસ્ટર હંસાબેનને આ ફેન કરેલ પરંતુ કમનસીબે ફેન રીસીવ કરવાની જહેમત લીધી ન હતી. જેથી ગ્રામજનોએ 100 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે પણ ફેરેસ્ટ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓએ ફેન પર કોઈ જવાબ ન આપતા ડભોઈનું વન વિભાગ જાણે જીવદયા પ્રેમીઓ પર જીવતુ હોય તેમ લાગે છે. છેવટે જીવદયાના વિપુલભાઈ ને જાણ કરાતા તેમની ટીમ રાત્રે નડા ગામે આવીને મગરનું રેસ્ક્યુ કરાયું હતું. ગામ લોકોએ હાશકારો લીધો હતો.ઉલ્લેખનીય છે કે, અગાઉ ગંભીર બનાવ વખતે પણ કલ્યાણીબેન ચૌધરીએ ફેન ન ઉઠાવતા મીડિયાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની ફરજ પડી હતી. હવે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ કેવા પગલા ભરે છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં નડા ગામના વિવિધ તળાવમાં મગરો દેખા દેતા નડા ગ્રામ પંચાયત દ્વારા ફેરેસ્ટ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ તેની પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હતી.