ChhotaUdepur જિલ્લાની શાળામાં દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ કરાયો

શાળા સત્ર શરૂ થયાના પખવાડિયામાંબાળકોને દૂધ મળતું થતાં વાલીઓ, શિક્ષકોમાં આનંદની લાગણી છોટા ઉદેપુર તાલુકામાં નવું સત્ર શરૂ થયા ને 15 દિવસથીજ પૂનઃદૂધ સંજીવની યોજના શરૂ થતાં બાળકોમાં આનંદ છવાયો હતો. આજરોજ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશ મહોત્સવ નિમિતે બાળકોને શાળા પ્રવેશ કરાવવા આવ્યા હોય ત્યારે સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદ છવાયો હતો. જ્યારે છોટાઉદેપુર છોટાઉદેપુર તાલુકામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને માત્ર 15 દિવસથીજ થયા હોય જેમાં પૂનઃ દૂધ સંજીવની યોજના શરૂ થતાં બાળકોમાં ખુશી માતી નથી. જ્યારે શિક્ષકોમાં પણ આનંદ ફેલાયો છે. છોટાઉદેપુર તાલુકો અતિ પછાત હોય જ્યારે શિક્ષણૉનું સ્તર પણ નીચું હોય તેવી સ્થિતિમાં આરોગ્ય ની દ્રષ્ટીએ પણ 1થી 8 ધોરણમાં અભ્યાસ કરતા બાળકો મહદઅંશે થોડા નબળા હોય તેઓને પૌષ્ટિક આહારની તાતી જરૂર હોય જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના ચાલી રહી છે. જે યોજનાનો લાભ છોટાઉદેપુર તાલુકાને નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા હોવા છતાં મળ્યો ન હતો. આ સમસ્યાના સમાચાર વર્તમાન પત્રોમાં પણ પ્રકાશિત કરાયા હતા. ત્યારે આજરોજ મુખ્યમંત્રી છોટાઉદેપુર ખાતે આવ્યા હોય જે પ્રસંગને ધ્યાને રાખી તંત્ર દ્વારા બાળકોને 27મીથી દૂધ સંજીવની યોજનાનું દૂધ આપવાનું શરૂ કરી દીધું છે. આ યોજનાનો અમલ પૂનઃ શરૂ થતાં બાળકો, વાલીઓ તથા શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. 15 દિવસથી બાળકોને સંજીવની દૂધ મળતું નહતું છોટા ઉદેપુર જીલ્લા શાળા સંચાલક મંડળ ના અધયક્ષ રમેશભાઇ ખત્રીએ જણાવ્યુ હતું કે છેલ્લા 15 દિવસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. છોટા ઉદેપુર માં દૂધ સંજીવની યોજના નું દૂધ બાળકો ને મળતું નહતું જે સરકાર દ્વારા આજથી પૂનઃ શરૂ કરાયું છે. જે ખૂબ સારી અને વખાણવા લાયક વાત છે. અમો આ નિર્ણય ને આવકારીએ છીએ. દૂધ મળવાનું શરૂ થતાં બાળકોમાં ખુશી ની લાગણી ફેલાઇ છે. બાળકો ને અપાતું દૂધ નિરંતર બાળકોને મળતું રહે. બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ.

ChhotaUdepur જિલ્લાની શાળામાં દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શાળા સત્ર શરૂ થયાના પખવાડિયામાં
  • બાળકોને દૂધ મળતું થતાં વાલીઓ, શિક્ષકોમાં આનંદની લાગણી
  • છોટા ઉદેપુર તાલુકામાં નવું સત્ર શરૂ થયા ને 15 દિવસથીજ પૂનઃદૂધ સંજીવની યોજના શરૂ થતાં બાળકોમાં આનંદ છવાયો હતો.

આજરોજ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશ મહોત્સવ નિમિતે બાળકોને શાળા પ્રવેશ કરાવવા આવ્યા હોય ત્યારે સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદ છવાયો હતો.

જ્યારે છોટાઉદેપુર છોટાઉદેપુર તાલુકામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને માત્ર 15 દિવસથીજ થયા હોય જેમાં પૂનઃ દૂધ સંજીવની યોજના શરૂ થતાં બાળકોમાં ખુશી માતી નથી. જ્યારે શિક્ષકોમાં પણ આનંદ ફેલાયો છે.

છોટાઉદેપુર તાલુકો અતિ પછાત હોય જ્યારે શિક્ષણૉનું સ્તર પણ નીચું હોય તેવી સ્થિતિમાં આરોગ્ય ની દ્રષ્ટીએ પણ 1થી 8 ધોરણમાં અભ્યાસ કરતા બાળકો મહદઅંશે થોડા નબળા હોય તેઓને પૌષ્ટિક આહારની તાતી જરૂર હોય જેને ધ્યાને રાખીને સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના ચાલી રહી છે. જે યોજનાનો લાભ છોટાઉદેપુર તાલુકાને નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા હોવા છતાં મળ્યો ન હતો. આ સમસ્યાના સમાચાર વર્તમાન પત્રોમાં પણ પ્રકાશિત કરાયા હતા. ત્યારે આજરોજ મુખ્યમંત્રી છોટાઉદેપુર ખાતે આવ્યા હોય જે પ્રસંગને ધ્યાને રાખી તંત્ર દ્વારા બાળકોને 27મીથી દૂધ સંજીવની યોજનાનું દૂધ આપવાનું શરૂ કરી દીધું છે. આ યોજનાનો અમલ પૂનઃ શરૂ થતાં બાળકો, વાલીઓ તથા શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

15 દિવસથી બાળકોને સંજીવની દૂધ મળતું નહતું

છોટા ઉદેપુર જીલ્લા શાળા સંચાલક મંડળ ના અધયક્ષ રમેશભાઇ ખત્રીએ જણાવ્યુ હતું કે છેલ્લા 15 દિવસથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. છોટા ઉદેપુર માં દૂધ સંજીવની યોજના નું દૂધ બાળકો ને મળતું નહતું જે સરકાર દ્વારા આજથી પૂનઃ શરૂ કરાયું છે. જે ખૂબ સારી અને વખાણવા લાયક વાત છે. અમો આ નિર્ણય ને આવકારીએ છીએ. દૂધ મળવાનું શરૂ થતાં બાળકોમાં ખુશી ની લાગણી ફેલાઇ છે. બાળકો ને અપાતું દૂધ નિરંતર બાળકોને મળતું રહે. બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ.