Suratમાં રીક્ષા પર ઘટાદાર વૃક્ષ પડતા એક વ્યકિતનું મોત,વરાછા ફૂલ માર્કેટની ઘટના

ઝાડ પડતા રીક્ષામાં બેઠેલા વ્યકિતનું મોત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી આજે સુરતમાં વહેલી સવારથી પડે છે ધોધમાર વરસાદ સુરતના વરાછામાં ઝાડ પડતા રીક્ષામાં બેઠેલા એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.રીક્ષા પર અચાનક મોટુ વિશાળકાય ઝાડ પડતા આ ઘટના બની હતી.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.મૃતક હનીફના મૃતદેહની પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયર વિભાગે ઝાડ કાપીને દૂર કર્યુ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ ઝાડ કાપીને દૂર કરવાની કામગીરી કરી હતી.તો રસ્તા પરનો ટ્રાફિક ખુલ્લો કર્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનને આ ઝાડને લઈ વાત કરવામાં આવી હતી કે ઝાડ નમી ગયું છે તો દૂર કરો પરંતુ કોર્પોરેશને આ વાતને ધ્યાને લીધી ન હતી જેના કારણે એક વ્યકિતનું મોત થયું છે. 10 જૂને ભરૂચમાં ઝાડ પડવાથી મોત ભરૂચ જતા સમયે માર્ગમાં એક મોટુ ઝાડ વરસાદ અને વાવાઝોડાને લીધે ગાડી તથા રિક્ષા પર પડી ગયું હતું. આના પરિણામે બંને વાહનોમાં બેઠેલા 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના જલારામ મંદિર પાસે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. આ સમયે ગાડીની અંદર કૂલ 5 લોકો સવારી કરી રહ્યા હતા જ્યારે રિક્ષામાં પણ એક મહિલા સવાર હોવાની વિગતો મળી હતી. 19 જૂને વાપીમાં ઝાડ પડયુ વાપીમાં વરસાદી માહોલ વચ્ચે ચલા વિસ્તારમાં આવેલ તિરૂપતિ પ્લાઝા બિલ્ડીંગની સામે પાર્ક કરેલ એક કાર ઉપર ઝાડ તૂટી પડયુ હતુ. ઝાડ પડતા જ લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં કોઇ હાજર ન હોય તેઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ઝાડ પડવાથી કારનો ઉપરનો ભાગ દબાઇ જતા નુકસાન થયુ હતુ. 19 જૂને વડોદરામાં ઝાડ પડયુ વડોદરા શહેરના સોમા તળાવ, ડભોઇ વાઘોડિયા રીંગરોડ, પ્રતાપ નગર સહિતના વિસ્તારમાં ચોમાસાના આગમનની છડી પોકારવાના ઇરાદે અમી છાંટા પણ પડયા હતા. દરમિયાનમાં સવારે ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા હોવાના બનાવ બન્યા છે જેમાં સયાજી બાગ પાસે એક તુટિંગ વૃક્ષ તૂટી પડતા ફાયર બ્રિગેડના જવાનોએ તેને હટાવવાની કામગીરી કરી હતી.

Suratમાં રીક્ષા પર ઘટાદાર વૃક્ષ પડતા એક વ્યકિતનું મોત,વરાછા ફૂલ માર્કેટની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઝાડ પડતા રીક્ષામાં બેઠેલા વ્યકિતનું મોત
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી
  • આજે સુરતમાં વહેલી સવારથી પડે છે ધોધમાર વરસાદ

સુરતના વરાછામાં ઝાડ પડતા રીક્ષામાં બેઠેલા એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.રીક્ષા પર અચાનક મોટુ વિશાળકાય ઝાડ પડતા આ ઘટના બની હતી.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.મૃતક હનીફના મૃતદેહની પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ફાયર વિભાગે ઝાડ કાપીને દૂર કર્યુ

સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ ઝાડ કાપીને દૂર કરવાની કામગીરી કરી હતી.તો રસ્તા પરનો ટ્રાફિક ખુલ્લો કર્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનને આ ઝાડને લઈ વાત કરવામાં આવી હતી કે ઝાડ નમી ગયું છે તો દૂર કરો પરંતુ કોર્પોરેશને આ વાતને ધ્યાને લીધી ન હતી જેના કારણે એક વ્યકિતનું મોત થયું છે.


10 જૂને ભરૂચમાં ઝાડ પડવાથી મોત

ભરૂચ જતા સમયે માર્ગમાં એક મોટુ ઝાડ વરસાદ અને વાવાઝોડાને લીધે ગાડી તથા રિક્ષા પર પડી ગયું હતું. આના પરિણામે બંને વાહનોમાં બેઠેલા 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના જલારામ મંદિર પાસે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. આ સમયે ગાડીની અંદર કૂલ 5 લોકો સવારી કરી રહ્યા હતા જ્યારે રિક્ષામાં પણ એક મહિલા સવાર હોવાની વિગતો મળી હતી.

19 જૂને વાપીમાં ઝાડ પડયુ

વાપીમાં વરસાદી માહોલ વચ્ચે ચલા વિસ્તારમાં આવેલ તિરૂપતિ પ્લાઝા બિલ્ડીંગની સામે પાર્ક કરેલ એક કાર ઉપર ઝાડ તૂટી પડયુ હતુ. ઝાડ પડતા જ લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં કોઇ હાજર ન હોય તેઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ઝાડ પડવાથી કારનો ઉપરનો ભાગ દબાઇ જતા નુકસાન થયુ હતુ.


19 જૂને વડોદરામાં ઝાડ પડયુ

વડોદરા શહેરના સોમા તળાવ, ડભોઇ વાઘોડિયા રીંગરોડ, પ્રતાપ નગર સહિતના વિસ્તારમાં ચોમાસાના આગમનની છડી પોકારવાના ઇરાદે અમી છાંટા પણ પડયા હતા. દરમિયાનમાં સવારે ભારે પવનને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા હોવાના બનાવ બન્યા છે જેમાં સયાજી બાગ પાસે એક તુટિંગ વૃક્ષ તૂટી પડતા ફાયર બ્રિગેડના જવાનોએ તેને હટાવવાની કામગીરી કરી હતી.