મોરબીમાં આજે કરણીસેના દ્વારા ક્ષત્રિય સમાજનું સંમેલન મળશે

પરસોતમ રૂપાલા સામે ઉગ્ર વિરોધનવા એજન્ડા સાથે મહાસંમેલન બોલાવાયું મહાસંમેલન બાદ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામા આવી છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે ત્યારે રાજપૂત કરણી સેના મોરબી દ્વારા આજે રવિવારના રોજ સાંજે 4 વાગ્યે મધુપુર મેલડી માતાજીના મંદીર ખાતે 'નવા એજન્ડા' સાથે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલે અગાઉ રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન બાદ પણ કોઈ પ્રભાવી અસર ન પડતા હવે ક્ષત્રિય સમજે રણનીતિ બદલી ભાજપ સામે જંગ છેડયો છે. વધુમાં આજે મોરબી ખાતે યોજાનર સંમેલનમાં મોરબી જિલ્લા, શહેર અને આજુ બાજુના બધા વિસ્તારના રાજપુત કરણી સેનાના તમામ હોદેદારો, સાથે અન્ય રાજપુત સમાજની સંસ્થાના હોદેદારો અને રાજપુત સમાજના યુવાન અને વડીલોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહાસંમેલન બાદ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામા આવી છે ત્યારે આજની બેઠક ઉપર મીટ મંડાઈ છે.

મોરબીમાં આજે કરણીસેના દ્વારા ક્ષત્રિય સમાજનું સંમેલન મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરસોતમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ
  • નવા એજન્ડા સાથે મહાસંમેલન બોલાવાયું
  • મહાસંમેલન બાદ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામા આવી છે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે ત્યારે રાજપૂત કરણી સેના મોરબી દ્વારા આજે રવિવારના રોજ સાંજે 4 વાગ્યે મધુપુર મેલડી માતાજીના મંદીર ખાતે 'નવા એજન્ડા' સાથે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલે અગાઉ રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન બાદ પણ કોઈ પ્રભાવી અસર ન પડતા હવે ક્ષત્રિય સમજે રણનીતિ બદલી ભાજપ સામે જંગ છેડયો છે. વધુમાં આજે મોરબી ખાતે યોજાનર સંમેલનમાં મોરબી જિલ્લા, શહેર અને આજુ બાજુના બધા વિસ્તારના રાજપુત કરણી સેનાના તમામ હોદેદારો, સાથે અન્ય રાજપુત સમાજની સંસ્થાના હોદેદારો અને રાજપુત સમાજના યુવાન અને વડીલોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહાસંમેલન બાદ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામા આવી છે ત્યારે આજની બેઠક ઉપર મીટ મંડાઈ છે.