SurendraNagar: સુરેન્દ્રનગર બેઠક પર પુનરાવર્તન કે પરિવર્તન? : આજે ફેંસલો

લોકસભા ચૂંટણી લડતા 14 ઉમેદવારોનું ભાવિ આજે ખૂલશે, બપોર સુધીમાં પરિણામ આવી જવાની શક્યતાસુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સવારે 8-00 કલાકથી મતગણતરી હાથ ધરાશે સૌથી ઓછા વઢવાણ, ધંધૂકા અને દસાડામાં 21 અને સૌથી વધુ ધ્રાંગધ્રા, વિરમગામમાં 24 રાઉન્ડમાં થશે મત ગણતરી 2019ની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠકથી ભાજપના ડો. મહેન્દ્રનો કોંગ્રેસના સોમાભાઈ પટેલ સામે 2,44,437 મતે વિજય થયો હતો સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં તા.7મેના રોજ મતદાન યોજાયુ હતુ. ત્યારે સમગ્ર દેશની લોકસભા બેઠકોની મત ગણતરી સાથે સુરેન્દ્રનગર બેઠકની પણ મતગણતરી આજે મંગળવારે હાથ ધરવામાં આવનાર છે. શહેરની એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તા. 04 જુનના રોજ સવારે મત ગણતરી શરૂ થશે. જેમાં ઈવીએમમાં સીલ રહેલ સુરેન્દ્રનગર બેઠક પર ચૂંટણી જંગ લડતા 14 ઉમેદવારોનું ભાવી ખુલશે. ત્યારે ઝાલાવાડમાં મતદારો પુનરાવર્તન કરે છે કે, પરીવર્તન તેનો ફેંસલો આજે બપોર સુધીમાં આવી જવાની શકયતા છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકો વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રામાં તા. 7 મેના રોજ મતદાન થયુ હતુ. સુરેન્દ્રનગર બેઠક પર નોંધાયેલા 20,33,419 મતદારોમાંથી 11,20,128 મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરતા 55.09 ટકા મતદાન કરી 14 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કર્યા છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના 2136 મતદાન મથકોએ મતદાન બાદ ઈવીએમ અને વીવીપીએટ મશીન હાલ મત ગણતરી કેન્દ્ર એવા શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અર્ધ લશ્કરી દળ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર મતદાન બાદ જ મતગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ હતુ. મત ગણતરી સમયે ફરજ બજાવનાર કર્મચારીઓની તાલીમનું જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આયોજન કરાયુ હતુ. ત્યારે આજે તા. 04 જુનને મંગળવારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે શહેરની એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી કે.સી.સંપત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા અને જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા દ્વારા સંપૂર્ણ મતગણતરીની કાર્યવાહી અને પોલીસ બંદોબસ્તની ચૂસ્ત વ્યવસ્થા કરી દેવાઈ છે. સુરેન્દ્રનગર બેઠકની મત ગણતરીમાં ફરજ બજાવનાર સ્ટાફને ઓર્ડર આપી દેવાયા છે. જેમાં દરેક બેઠક પર 14 ટેબલ પર ઈવીએમ અને કુલ 23 ટેબલ પર પોસ્ટલ બેલેટથી મતગણતરી એક સાથે શરૂ કરવામાં આવનાર છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 બેઠકોમાં સૌથી વધુ રાઉન્ડ ધ્રાંગધ્રા અને વિરમગામ વિધાનસભા માટે 24 અને સૌથી ઓછા રાઉન્ડ વઢવાણ, ધંધુકા અને દસાડા વિધાનસભા માટે 21 થશે. ત્યારે બપોર સુધીમાં દરેક બેઠકના પરિણામ આવી જાય તેવી શકયતા હાલ સેવાઈ રહી છે. ખોટવાયેલા ઈવીએમમાં પડેલા મતોની પણ થશે મતગણતરી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન દરમીયાન તા. 07 મેના રોજ ઈવીએમ બગડવાના બનાવો બન્યા હતા. ત્યારે આજે મત ગણતરીમાં ખોટવાયેલા આ ઈવીએમ પણ રાજકીય પક્ષોના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો અને ચૂંટણી એજન્ટની હાજરીમાં ખોલીને તેની મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીમાં પારદર્શીતા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ-પ મતોની વીવીપીએટની સ્લીપો સાથે સરખામણી કરીને ચેકિંગ પણ કરાશે. કોલેજના પાછળના મેદાનમાં પાર્કિંગ વ્યવસ્થા  મત ગણતરી સમયે ફરજમાં જોડાનાર મત ગણતરી સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઉમેદવારો, ઉમેદવારોના એજન્ટ સહિતનાઓને પાર્કિંગની વ્યવસ્થા કોલેજની પાછળના મેદાનમાં કરાઈ છે. આ ઉપરાંત મત ગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ સહિતના ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. મીડીયા કર્મીઓ પણ કેમેરા થકી જ મત ગણતરી કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. જયારે કોલેજની ડાબી તરફના એરીયામાં કર્મીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. 12 હજારથી વધુ પોસ્ટલ બેલેટથી મતોની ગણતરી થશે સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકો પર તા. 7 મેના રોજ મતદાન થયુ હતુ. આ ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા સરકારી કર્મચારીઓ, 80થી વધુ વયના વૃધ્ધ મતદારો, દિવ્યાંગો, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, દિવ્યાંગો તથા સર્વીસ વોટરે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ છે. ત્યારે આજે સવારે 8 કલાક પહેલા જે મતો પોસ્ટલ બેલેટથી મળે તેનો પણ સમાવેશ કરીને ઈવીએમની મતગણતરીની સાથે સાથે પોસ્ટલ બેલેટની પણ મતગણતરી હાથ ધરાશે. જિલ્લામાં અંદાજે 12 હજારથી વધુ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ છે. લોકસભા બેઠકમાં કુલ 23 ટેબલો પોસ્ટલ બેલેટની ગણતરી માટે રખાયા છે. રાજકીય 5ક્ષોએ બુથવાઈઝ મતદાન મેળવી તાગ મેળવવાના પ્રયાસ કર્યા તા. 7 મેના રોજ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન પુરૂ થયા બાદ જ ચૂંટણી વિભાગથી રાજકીય પક્ષોએ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠકો પર બુથ વાઈઝ મતદાનના આંકડા મેળવી લીધા હતા. જેમાં રાજકીય પક્ષોના આલા નેતાઓ અને ખુદ ઉમેદવારોએ સાથે બેસી બુથ વાઈઝ મતદાનનું એનાલીસીસ કરી પરીસ્થીતીનો તાગ મેળવવા પ્રયાસ કર્યો છે.

SurendraNagar: સુરેન્દ્રનગર બેઠક પર પુનરાવર્તન કે પરિવર્તન? : આજે ફેંસલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ચૂંટણી લડતા 14 ઉમેદવારોનું ભાવિ આજે ખૂલશે, બપોર સુધીમાં પરિણામ આવી જવાની શક્યતા
  • સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સવારે 8-00 કલાકથી મતગણતરી હાથ ધરાશે
  • સૌથી ઓછા વઢવાણ, ધંધૂકા અને દસાડામાં 21 અને સૌથી વધુ ધ્રાંગધ્રા, વિરમગામમાં 24 રાઉન્ડમાં થશે મત ગણતરી
  • 2019ની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠકથી ભાજપના ડો. મહેન્દ્રનો કોંગ્રેસના સોમાભાઈ પટેલ સામે 2,44,437 મતે વિજય થયો હતો

સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં તા.7મેના રોજ મતદાન યોજાયુ હતુ. ત્યારે સમગ્ર દેશની લોકસભા બેઠકોની મત ગણતરી સાથે સુરેન્દ્રનગર બેઠકની પણ મતગણતરી આજે મંગળવારે હાથ ધરવામાં આવનાર છે. શહેરની એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે તા. 04 જુનના રોજ સવારે મત ગણતરી શરૂ થશે. જેમાં ઈવીએમમાં સીલ રહેલ સુરેન્દ્રનગર બેઠક પર ચૂંટણી જંગ લડતા 14 ઉમેદવારોનું ભાવી ખુલશે. ત્યારે ઝાલાવાડમાં મતદારો પુનરાવર્તન કરે છે કે, પરીવર્તન તેનો ફેંસલો આજે બપોર સુધીમાં આવી જવાની શકયતા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકો વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રામાં તા. 7 મેના રોજ મતદાન થયુ હતુ. સુરેન્દ્રનગર બેઠક પર નોંધાયેલા 20,33,419 મતદારોમાંથી 11,20,128 મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરતા 55.09 ટકા મતદાન કરી 14 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કર્યા છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના 2136 મતદાન મથકોએ મતદાન બાદ ઈવીએમ અને વીવીપીએટ મશીન હાલ મત ગણતરી કેન્દ્ર એવા શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અર્ધ લશ્કરી દળ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર મતદાન બાદ જ મતગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ હતુ. મત ગણતરી સમયે ફરજ બજાવનાર કર્મચારીઓની તાલીમનું જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આયોજન કરાયુ હતુ. ત્યારે આજે તા. 04 જુનને મંગળવારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે શહેરની એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી કે.સી.સંપત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા અને જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા દ્વારા સંપૂર્ણ મતગણતરીની કાર્યવાહી અને પોલીસ બંદોબસ્તની ચૂસ્ત વ્યવસ્થા કરી દેવાઈ છે. સુરેન્દ્રનગર બેઠકની મત ગણતરીમાં ફરજ બજાવનાર સ્ટાફને ઓર્ડર આપી દેવાયા છે. જેમાં દરેક બેઠક પર 14 ટેબલ પર ઈવીએમ અને કુલ 23 ટેબલ પર પોસ્ટલ બેલેટથી મતગણતરી એક સાથે શરૂ કરવામાં આવનાર છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 બેઠકોમાં સૌથી વધુ રાઉન્ડ ધ્રાંગધ્રા અને વિરમગામ વિધાનસભા માટે 24 અને સૌથી ઓછા રાઉન્ડ વઢવાણ, ધંધુકા અને દસાડા વિધાનસભા માટે 21 થશે. ત્યારે બપોર સુધીમાં દરેક બેઠકના પરિણામ આવી જાય તેવી શકયતા હાલ સેવાઈ રહી છે.

ખોટવાયેલા ઈવીએમમાં પડેલા મતોની પણ થશે મતગણતરી

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન દરમીયાન તા. 07 મેના રોજ ઈવીએમ બગડવાના બનાવો બન્યા હતા. ત્યારે આજે મત ગણતરીમાં ખોટવાયેલા આ ઈવીએમ પણ રાજકીય પક્ષોના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો અને ચૂંટણી એજન્ટની હાજરીમાં ખોલીને તેની મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીમાં પારદર્શીતા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ-પ મતોની વીવીપીએટની સ્લીપો સાથે સરખામણી કરીને ચેકિંગ પણ કરાશે.

કોલેજના પાછળના મેદાનમાં પાર્કિંગ વ્યવસ્થા

 મત ગણતરી સમયે ફરજમાં જોડાનાર મત ગણતરી સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઉમેદવારો, ઉમેદવારોના એજન્ટ સહિતનાઓને પાર્કિંગની વ્યવસ્થા કોલેજની પાછળના મેદાનમાં કરાઈ છે. આ ઉપરાંત મત ગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ સહિતના ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. મીડીયા કર્મીઓ પણ કેમેરા થકી જ મત ગણતરી કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. જયારે કોલેજની ડાબી તરફના એરીયામાં કર્મીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

12 હજારથી વધુ પોસ્ટલ બેલેટથી મતોની ગણતરી થશે

સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકો પર તા. 7 મેના રોજ મતદાન થયુ હતુ. આ ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા સરકારી કર્મચારીઓ, 80થી વધુ વયના વૃધ્ધ મતદારો, દિવ્યાંગો, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, દિવ્યાંગો તથા સર્વીસ વોટરે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ છે. ત્યારે આજે સવારે 8 કલાક પહેલા જે મતો પોસ્ટલ બેલેટથી મળે તેનો પણ સમાવેશ કરીને ઈવીએમની મતગણતરીની સાથે સાથે પોસ્ટલ બેલેટની પણ મતગણતરી હાથ ધરાશે. જિલ્લામાં અંદાજે 12 હજારથી વધુ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ છે. લોકસભા બેઠકમાં કુલ 23 ટેબલો પોસ્ટલ બેલેટની ગણતરી માટે રખાયા છે.

રાજકીય 5ક્ષોએ બુથવાઈઝ મતદાન મેળવી તાગ મેળવવાના પ્રયાસ કર્યા

તા. 7 મેના રોજ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન પુરૂ થયા બાદ જ ચૂંટણી વિભાગથી રાજકીય પક્ષોએ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠકો પર બુથ વાઈઝ મતદાનના આંકડા મેળવી લીધા હતા. જેમાં રાજકીય પક્ષોના આલા નેતાઓ અને ખુદ ઉમેદવારોએ સાથે બેસી બુથ વાઈઝ મતદાનનું એનાલીસીસ કરી પરીસ્થીતીનો તાગ મેળવવા પ્રયાસ કર્યો છે.