VADODARA:મરીમાતાના ખાંચામાં ગાંધીનગર CIDની રેડ પડતા જ નાસભાગ

ચાર દુકાનમાંથી રૂપિયા 9.33 લાખની પાયરેટેડ એસેસરીઝ કબજે કરવામાં આવીધ ટ્રેડ માર્ક એક્ટ પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો બજારમાં નાસભાગ મચી હતી. દુકાનોના શટર ટપોટપ બંધ થવા માંડયા હતા શહેરના રાજમહેલ રોડ મરીમાતાના ખાચામાં આજે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે ઓચિંતી રેડ કરીને ચાર દુકાનમાંથી રૂ. 9.33 લાખની કિંમતની બ્રાન્ડેડ કંપનીની પાયરેટેડ એસેસરીઝ કબજે કરી હતી. ચાર દુકાનદારોની ધરપકડ કરીને ધ ટ્રેડ માર્ક એક્ટ પ્રમાણે ગુનો નોંધ્યો હતો. સી.આઈ.ડી.ની રેડના કારણે એક તબક્કે બજારમાં નાસભાગ મચી હતી. દુકાનોના શટર ટપોટપ બંધ થવા માંડયા હતા. સાંજ સુધી બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો. શહેરના માર્કેટ ચાર રસ્તા પાસે મરીમાતાના ખાચાની કેટલીક દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીની પાયરેટેડ એસેસરીઝનો વેપલો થતો હોવાની ગાંધીનગર સી.આઈ.ડી.માં ફરિયાદ મળી હતી. જે આધારે ગાંધીનગરની ટીમે આજે શુક્રવારે મરીમાતાના ખાચાની દુકાનોમાં રેડ કરી હતી. સી.આઈ.ડી.ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરોડા દરમિયાન મારુતિ ટેલિકોમ (માલિક મહેશ પુરોહિત), ક્રિષ્ણા મોબાઈલ (માલિક અજીંક્ય ગાડઘે), મારુતિ મોબાઈલ એસેસરીઝ (માલિક લક્ષ્મણ પુરોહિત) તેમજ મારુતિ મોબાઈલ (માલિક નરેન્દ્ર પુરોહિત) દુકાનમાંથી એપલના સ્ટિકરવાળા 1,300 મોબાઈલ કવર, એડપ્ટર -10, એરપોડ -08 સહિત કુલ રૂ. 9,33 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ચાર દુકાનદારો સામે ધી ટ્રેડમાર્ક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આગળની તપાસ વડોદરા સી.આઈ.ડી. યુનિટ દ્વારા શરુ કરવામાં આવી છે.

VADODARA:મરીમાતાના ખાંચામાં ગાંધીનગર CIDની રેડ પડતા જ નાસભાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાર દુકાનમાંથી રૂપિયા 9.33 લાખની પાયરેટેડ એસેસરીઝ કબજે કરવામાં આવી
  • ધ ટ્રેડ માર્ક એક્ટ પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો
  • બજારમાં નાસભાગ મચી હતી. દુકાનોના શટર ટપોટપ બંધ થવા માંડયા હતા

શહેરના રાજમહેલ રોડ મરીમાતાના ખાચામાં આજે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે ઓચિંતી રેડ કરીને ચાર દુકાનમાંથી રૂ. 9.33 લાખની કિંમતની બ્રાન્ડેડ કંપનીની પાયરેટેડ એસેસરીઝ કબજે કરી હતી. ચાર દુકાનદારોની ધરપકડ કરીને ધ ટ્રેડ માર્ક એક્ટ પ્રમાણે ગુનો નોંધ્યો હતો. સી.આઈ.ડી.ની રેડના કારણે એક તબક્કે બજારમાં નાસભાગ મચી હતી. દુકાનોના શટર ટપોટપ બંધ થવા માંડયા હતા. સાંજ સુધી બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો.

શહેરના માર્કેટ ચાર રસ્તા પાસે મરીમાતાના ખાચાની કેટલીક દુકાનોમાં બ્રાન્ડેડ કંપનીની પાયરેટેડ એસેસરીઝનો વેપલો થતો હોવાની ગાંધીનગર સી.આઈ.ડી.માં ફરિયાદ મળી હતી. જે આધારે ગાંધીનગરની ટીમે આજે શુક્રવારે મરીમાતાના ખાચાની દુકાનોમાં રેડ કરી હતી. સી.આઈ.ડી.ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરોડા દરમિયાન મારુતિ ટેલિકોમ (માલિક મહેશ પુરોહિત), ક્રિષ્ણા મોબાઈલ (માલિક અજીંક્ય ગાડઘે), મારુતિ મોબાઈલ એસેસરીઝ (માલિક લક્ષ્મણ પુરોહિત) તેમજ મારુતિ મોબાઈલ (માલિક નરેન્દ્ર પુરોહિત) દુકાનમાંથી એપલના સ્ટિકરવાળા 1,300 મોબાઈલ કવર, એડપ્ટર -10, એરપોડ -08 સહિત કુલ રૂ. 9,33 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ચાર દુકાનદારો સામે ધી ટ્રેડમાર્ક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આગળની તપાસ વડોદરા સી.આઈ.ડી. યુનિટ દ્વારા શરુ કરવામાં આવી છે.