ISના આતંકીઓ દેશમાં એક સાથે મોટા હુમલા કરવાની ફિરાકમાં હતા

અમદાવાદ,ગુરૂવારગુજરાત એટીએસ દ્વારા એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન આતંકવાદીઓને ઝડપીને મોટી આતંકી ઘટનાને બનતા રોકવામાં મહત્વની સફળતા મેળવી હતી. આઇએસ આતંકી સંગઠન માટે શ્રીલંકાના આતકવાદીઓને અમદાવાદમાં સ્થાનિક સ્તરે મદદ કરવા માટે સક્રિય સ્લીપર સેલની કડી મેળવવા માટે એટીએસ અને ક્રાઇમબ્રાંચની ત્રણ અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત,આઇએસ દ્વારા દેશના અલગ અલગ શહેરોમાં પણ આતંકીઓને મોકલ્યા હોવાની શક્યતાને  ધ્યાનમાં રાખીને અન્ય રાજ્યોમાં તપાસ કરવા માટે ચાર અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે.  બીજી તરફ અમદાવાદમાં નાણાંકીય મુશ્કેલી ન રહે તે માટે વેચાણ કરવા માટે એક કિલો ચાંદી પણ આપવામાં આવી હતી. જે એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. એટીએસના અધિકારીઓએ ગત રવિવારે રાતના સમયે અમદાવાદ એરપોર્ટથી  મોહમ્મદ નુશરથ ગની,, મોહમ્મદ નરફાન નૌફેર , મોહમ્મદ ફારિશ  ફારૂક ,માહમ્મદ રસદીન અબ્દુલ રહીમ  નામના આતંકીવાદીઓને ઝડપી લેવામા ંઆવ્યા હતા.  ઝડપાયેલા આતંકીઓ  ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલા હતા અને અબુ પાકિસ્તાની નામનો ઇસ્લામિક સ્ટેટનો હેન્ડલરની સુચના મુજબ આતંકીઓ  અમદાવાદ કે ગુજરાતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના હતા. તેમની પાસેથી મળી આવેલા ફોટોગ્રાફ્સની મદદથી પોલીસે નાના ચિલોડા-હિંમતનગર હાઇવે પરથી હથિયારો પણ જપ્ત કર્યા હતા. ગુજરાત એટીએસના ડીવાયએસપ હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચારેય શ્રીલંકન આતંકીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. તેમની પાસેથી તપાસ દરમિયાન એક કિલો ચાંદી પણ મળી આવી હતી. જે અંગે પુછતા જાણવા મળ્યું હતું કે જો તેમની પાસે ભારતીય ચલણ ઓછુ થઇ જાય તો ચાંદીનું વેચાણ કરીને નાણાંની વ્યવસ્થા કરી શકાય. એટીએસ દ્વારા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ માટે અમદાવાદ તેમજ ગુજરાતમાં સ્લીપર સેલ તરીકે કામ કરતા લોકોને ઝડપી લેવા માટે સાત જેટલી વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ સાત ટીમ પૈકી ત્રણ ટીમ અમદાવાદ અને ગુજરાતમાં કામ કરી રહી છે. જ્યારે અન્ય ચાર ટીમ અન્ય રાજ્યોમાં સક્રિય થઇ છે. એટીએસના અધિકારીઓને કડી મળી છે કે  ઇસ્લામિક સ્ટેટ દ્વારા માત્ર ગુજરાત જ નહી પણ અન્ય રાજ્યોમાં પણ આતંકીઓને મોકલાયા છે. જે આઇએસની સુચના મુજબ ગુજરાત સહિત દેશમાં અનેક સ્થળોએ એક સાથે આતંકી હુમલો કરી શકે તેવી શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે.

ISના આતંકીઓ દેશમાં એક સાથે મોટા હુમલા કરવાની ફિરાકમાં હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

ગુજરાત એટીએસ દ્વારા એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ચાર શ્રીલંકન આતંકવાદીઓને ઝડપીને મોટી આતંકી ઘટનાને બનતા રોકવામાં મહત્વની સફળતા મેળવી હતી. આઇએસ આતંકી સંગઠન માટે શ્રીલંકાના આતકવાદીઓને અમદાવાદમાં સ્થાનિક સ્તરે મદદ કરવા માટે સક્રિય સ્લીપર સેલની કડી મેળવવા માટે એટીએસ અને ક્રાઇમબ્રાંચની ત્રણ અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત,આઇએસ દ્વારા દેશના અલગ અલગ શહેરોમાં પણ આતંકીઓને મોકલ્યા હોવાની શક્યતાને  ધ્યાનમાં રાખીને અન્ય રાજ્યોમાં તપાસ કરવા માટે ચાર અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે.  બીજી તરફ અમદાવાદમાં નાણાંકીય મુશ્કેલી ન રહે તે માટે વેચાણ કરવા માટે એક કિલો ચાંદી પણ આપવામાં આવી હતી. જે એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. એટીએસના અધિકારીઓએ ગત રવિવારે રાતના સમયે અમદાવાદ એરપોર્ટથી  મોહમ્મદ નુશરથ ગની,, મોહમ્મદ નરફાન નૌફેર , મોહમ્મદ ફારિશ  ફારૂક ,માહમ્મદ રસદીન અબ્દુલ રહીમ  નામના આતંકીવાદીઓને ઝડપી લેવામા ંઆવ્યા હતા.  ઝડપાયેલા આતંકીઓ  ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલા હતા અને અબુ પાકિસ્તાની નામનો ઇસ્લામિક સ્ટેટનો હેન્ડલરની સુચના મુજબ આતંકીઓ  અમદાવાદ કે ગુજરાતમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના હતા. તેમની પાસેથી મળી આવેલા ફોટોગ્રાફ્સની મદદથી પોલીસે નાના ચિલોડા-હિંમતનગર હાઇવે પરથી હથિયારો પણ જપ્ત કર્યા હતા. ગુજરાત એટીએસના ડીવાયએસપ હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચારેય શ્રીલંકન આતંકીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. તેમની પાસેથી તપાસ દરમિયાન એક કિલો ચાંદી પણ મળી આવી હતી. જે અંગે પુછતા જાણવા મળ્યું હતું કે જો તેમની પાસે ભારતીય ચલણ ઓછુ થઇ જાય તો ચાંદીનું વેચાણ કરીને નાણાંની વ્યવસ્થા કરી શકાય. એટીએસ દ્વારા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ માટે અમદાવાદ તેમજ ગુજરાતમાં સ્લીપર સેલ તરીકે કામ કરતા લોકોને ઝડપી લેવા માટે સાત જેટલી વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ સાત ટીમ પૈકી ત્રણ ટીમ અમદાવાદ અને ગુજરાતમાં કામ કરી રહી છે. જ્યારે અન્ય ચાર ટીમ અન્ય રાજ્યોમાં સક્રિય થઇ છે. એટીએસના અધિકારીઓને કડી મળી છે કે  ઇસ્લામિક સ્ટેટ દ્વારા માત્ર ગુજરાત જ નહી પણ અન્ય રાજ્યોમાં પણ આતંકીઓને મોકલાયા છે. જે આઇએસની સુચના મુજબ ગુજરાત સહિત દેશમાં અનેક સ્થળોએ એક સાથે આતંકી હુમલો કરી શકે તેવી શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે.