ભૂમાફિયા મોહંમદ ઇસ્માઇલે બોગસ બાનાખાત દ્વારા બે કરોડની ખંડણી માંગી

અમદાવાદ,ગુરૂવારભૂમાફિયા મોહંંમદ ઇસ્માઇલ શેખ વિરૂદ્વ ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાયા બાદ વધુ એક ગુનો  વેજલપુર પોલીસ મથકે નોંધાયો છે.જેેમાં  મોહંમદ ઇસ્માઇલ અને અને તેની ગેંગ દ્વારા બનાવટી બનાવટી બાનાખત તૈયાર કરીને બિલ્ડર પાસેથી રૂપિયા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ ઉપરાંત, સરખેજ તેમજ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ મોટા પ્રમાણમાં ગુના નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરખેજમાં રહેતા  સલીમભાઇ મેમણ બિલ્ડીંગ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેમણે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે  વર્ષ ૨૦૦૩માં તેમના પિતાજી અને અન્ય ભાગીદારોએ શંકરભાઇ ભરવાડ પાસેથી એક લાખ ચોરસવાર જમીન ખરીદી હતી. જે પૈકી કેટલાંક પ્લોટ વેચાણ કરાયા હતા. આ જમીન પૈકી કેટલીક જમીન મોહંમદ હનીફ સુલતાન પાસેથી  સલીમભાઇએ ખરીદી હતી. બીજી તરફ શંકરભાઇ ભરવાડનું અવસાન થતા તેમના વારસદાર પાસેથી મોહંમદ ઇસ્માઇલ શેખ, નૌશાદ રંગુની, ક્યુમ બેગ મીરઝા અને ફઝલમોહંમદ મકરાણી (રહે. ગાંધી સ્મૃતિ સોસાયટી, જુહાપુરા)એ  જમીન વેચાણના બનાવટી બાનાખત બનાવી લીધા હતા. જે બાનાખતના આધારે જમીન પર લીટીગેશન ઉભુ કર્યું હતું.  ત્યારબાદ જમીનમાં સમાધાન કરવા માટે બે કરોડ રૂપિયાની માંગણી કરીને કેટલાંક નાણાં પડાવ્યા હતા.  સાથેસાથે વકીલની નોટીસ મોકલીને ધમકાવતો હતો. જો કે સલીમભાઇ અને તેમના ભાગીદારોએ ડરીને આ અંગે ફરિયાદ કરી નહોતી. પરંતુ, મોહંંમદ ઇસ્માઇલ વિરૂદ્વ ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાયા બાદ સલીમભાઇએ પણ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીઆઇ આર એમ ચૌહાણે જણાવ્યું કે મોહંમદ ઇસ્માઇલ દ્વારા અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે. જેથી કોઇ ભોગ બનનાર હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે. જેના આધારે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ભૂમાફિયા મોહંમદ ઇસ્માઇલે બોગસ બાનાખાત દ્વારા બે કરોડની ખંડણી માંગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

ભૂમાફિયા મોહંંમદ ઇસ્માઇલ શેખ વિરૂદ્વ ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાયા બાદ વધુ એક ગુનો  વેજલપુર પોલીસ મથકે નોંધાયો છે.જેેમાં  મોહંમદ ઇસ્માઇલ અને અને તેની ગેંગ દ્વારા બનાવટી બનાવટી બાનાખત તૈયાર કરીને બિલ્ડર પાસેથી રૂપિયા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ ઉપરાંત, સરખેજ તેમજ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ મોટા પ્રમાણમાં ગુના નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરખેજમાં રહેતા  સલીમભાઇ મેમણ બિલ્ડીંગ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેમણે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે  વર્ષ ૨૦૦૩માં તેમના પિતાજી અને અન્ય ભાગીદારોએ શંકરભાઇ ભરવાડ પાસેથી એક લાખ ચોરસવાર જમીન ખરીદી હતી. જે પૈકી કેટલાંક પ્લોટ વેચાણ કરાયા હતા. આ જમીન પૈકી કેટલીક જમીન મોહંમદ હનીફ સુલતાન પાસેથી  સલીમભાઇએ ખરીદી હતી. બીજી તરફ શંકરભાઇ ભરવાડનું અવસાન થતા તેમના વારસદાર પાસેથી મોહંમદ ઇસ્માઇલ શેખ, નૌશાદ રંગુની, ક્યુમ બેગ મીરઝા અને ફઝલમોહંમદ મકરાણી (રહે. ગાંધી સ્મૃતિ સોસાયટી, જુહાપુરા)એ  જમીન વેચાણના બનાવટી બાનાખત બનાવી લીધા હતા. જે બાનાખતના આધારે જમીન પર લીટીગેશન ઉભુ કર્યું હતું.  ત્યારબાદ જમીનમાં સમાધાન કરવા માટે બે કરોડ રૂપિયાની માંગણી કરીને કેટલાંક નાણાં પડાવ્યા હતા.  સાથેસાથે વકીલની નોટીસ મોકલીને ધમકાવતો હતો. જો કે સલીમભાઇ અને તેમના ભાગીદારોએ ડરીને આ અંગે ફરિયાદ કરી નહોતી. પરંતુ, મોહંંમદ ઇસ્માઇલ વિરૂદ્વ ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાયા બાદ સલીમભાઇએ પણ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીઆઇ આર એમ ચૌહાણે જણાવ્યું કે મોહંમદ ઇસ્માઇલ દ્વારા અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે. જેથી કોઇ ભોગ બનનાર હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે. જેના આધારે આકરી કાર્યવાહી કરવામાં આવશે.