Gujaratમાં T20 World Cupમાં ભારતની ભવ્ય જીત થતા ઠેર-ઠેર ઉજવણી

સૂર્યકુમાર યાદવના કેચને મેઝિકલ ગણાવ્યો વિરાટ કોહલી, હાર્દિક પંડ્યાને પર્ફોમન્સથી ખુશી રસાકસીવાળી મેચથી જીવ થયા હતા અધ્ધરઃ ક્રિકેટરસિકો T-20 વર્લ્ડકપમાં ભારતની ભવ્ય જીત થઇ છે. જેમાં ભારતની જીતથી સમગ્ર દેશ સહિત ગુજરાતમાં તમામ શહેરો અને જિલ્લાઓમાં ખુશી છવાઇ છે. તેમાં લોકોએ સૂર્યકુમાર યાદવના કેચને મેઝિકલ ગણાવ્યો છે. તેમજ વિરાટ કોહલી, હાર્દિક પંડ્યાને પર્ફોમન્સથી ખુશી છવાઇ છે. ક્રિકેટરસિકોએ જણાવ્યું છે કે રસાકસીવાળી મેચથી જીવ અધ્ધર થયા હતા.યુવાઓએ બાઈક પર નીકળી નગરમાં રેલી યોજી તાપીના વ્યારામાં ભારતના વિજયને લઈને લઇ પ્રજાજનો રસ્તા પર આવ્યા છે. વિશ્વકપ ભારતે જીતતા ફટાકડા ફોડી ધ્વજ ફરકાવી લોકોએ વિજયોત્સવ મનાવ્યો છે. તેમજ ઢોલ, નગારા અને ત્રાસાના તાલે યુવાધન મૂકીને નાચ્યા છે. ઠેર ઠેર ખુશીનો માહોલ છે. તેમજ યુવાઓએ બાઈક પર નીકળી નગરમાં રેલી યોજી છે. તેમજ ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શાનદાર વિજય થતા વડોદરામાં ક્રિકેટ રસિકોએ કેક કાપી ઉજવણી કરી છે. જેમાં માંડવી દરવાજામાં લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. તેમાં ભારતની જીત બાદ ચાર દરવાજાના માંડવી ખાતે ચાહકો દ્વારા ઉજવણી કરવામાં આવી છે.ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો ટી 20 વર્લ્ડકપમાં જીત પર ગાંધીધામમાં ઉજવણી કરાઇ છે. તેમાં ગાંધીધામમાં ગરબા રમી જીતની ઉજવણી કરાઇ છે. તેમજ લોકો રસ્તો પર ઉતરી ઉજવણી કરી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાની જીત પર ગાંધીધામમાં ઉજવણી થઇ છે. છોટા ઉદેપુરમાં પણ જીતની ભવ્ય ઉજવણી થઇ છે. જેમાં આતીશબાજી સાથે લોકોએ ઉજવણી કરી છે. તેમજ ભારત માતા કી જયના નારા લગાવ્યા છે. ભારત વિશ્વ વિજેતા થતા હર્ષોલ્લાસનું વાતાવરણ છવાયુ છે. ભારત વિશ્વકપ જીતતા બોડેલીમાં સેલિબ્રેશન થયુ છે. તેમજ ઢોલ વગાડી અને ફટાકડાની આતિસબાજી વચ્ચે ભારત માતાકી જયના નારાઓ લાગ્યા છે. લોકોએ હાથમાં તિરંગા સાથે બોડેલીમાં ભવ્ય ઉજવણી કરી છે. ભારતે ટી 20 વર્લ્ડકપ જીતતા ઉત્સવનો માહોલ છે. જેમાં અંકલેશ્વરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમજ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો છે.

Gujaratમાં T20 World Cupમાં ભારતની ભવ્ય જીત થતા ઠેર-ઠેર ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૂર્યકુમાર યાદવના કેચને મેઝિકલ ગણાવ્યો
  • વિરાટ કોહલી, હાર્દિક પંડ્યાને પર્ફોમન્સથી ખુશી
  • રસાકસીવાળી મેચથી જીવ થયા હતા અધ્ધરઃ ક્રિકેટરસિકો

T-20 વર્લ્ડકપમાં ભારતની ભવ્ય જીત થઇ છે. જેમાં ભારતની જીતથી સમગ્ર દેશ સહિત ગુજરાતમાં તમામ શહેરો અને જિલ્લાઓમાં ખુશી છવાઇ છે. તેમાં લોકોએ સૂર્યકુમાર યાદવના કેચને મેઝિકલ ગણાવ્યો છે. તેમજ વિરાટ કોહલી, હાર્દિક પંડ્યાને પર્ફોમન્સથી ખુશી છવાઇ છે. ક્રિકેટરસિકોએ જણાવ્યું છે કે રસાકસીવાળી મેચથી જીવ અધ્ધર થયા હતા.

યુવાઓએ બાઈક પર નીકળી નગરમાં રેલી યોજી

તાપીના વ્યારામાં ભારતના વિજયને લઈને લઇ પ્રજાજનો રસ્તા પર આવ્યા છે. વિશ્વકપ ભારતે જીતતા ફટાકડા ફોડી ધ્વજ ફરકાવી લોકોએ વિજયોત્સવ મનાવ્યો છે. તેમજ ઢોલ, નગારા અને ત્રાસાના તાલે યુવાધન મૂકીને નાચ્યા છે. ઠેર ઠેર ખુશીનો માહોલ છે. તેમજ યુવાઓએ બાઈક પર નીકળી નગરમાં રેલી યોજી છે. તેમજ ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો શાનદાર વિજય થતા વડોદરામાં ક્રિકેટ રસિકોએ કેક કાપી ઉજવણી કરી છે. જેમાં માંડવી દરવાજામાં લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. તેમાં ભારતની જીત બાદ ચાર દરવાજાના માંડવી ખાતે ચાહકો દ્વારા ઉજવણી કરવામાં આવી છે.

ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો

ટી 20 વર્લ્ડકપમાં જીત પર ગાંધીધામમાં ઉજવણી કરાઇ છે. તેમાં ગાંધીધામમાં ગરબા રમી જીતની ઉજવણી કરાઇ છે. તેમજ લોકો રસ્તો પર ઉતરી ઉજવણી કરી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાની જીત પર ગાંધીધામમાં ઉજવણી થઇ છે. છોટા ઉદેપુરમાં પણ જીતની ભવ્ય ઉજવણી થઇ છે. જેમાં આતીશબાજી સાથે લોકોએ ઉજવણી કરી છે. તેમજ ભારત માતા કી જયના નારા લગાવ્યા છે. ભારત વિશ્વ વિજેતા થતા હર્ષોલ્લાસનું વાતાવરણ છવાયુ છે. ભારત વિશ્વકપ જીતતા બોડેલીમાં સેલિબ્રેશન થયુ છે. તેમજ ઢોલ વગાડી અને ફટાકડાની આતિસબાજી વચ્ચે ભારત માતાકી જયના નારાઓ લાગ્યા છે. લોકોએ હાથમાં તિરંગા સાથે બોડેલીમાં ભવ્ય ઉજવણી કરી છે. ભારતે ટી 20 વર્લ્ડકપ જીતતા ઉત્સવનો માહોલ છે. જેમાં અંકલેશ્વરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમજ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો છે.