Weather News : કપરાડાના આંતરિયાળ વિસ્તારમાં ખાબકયો કમોસમી વરસાદ

કપરાડાના ડુંગરાણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી મળી રાહત બીજી તરફ ખેડૂતોને કમોસમી વરસાદથી પાકને નુકસાન ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે,એક તરફ ગરમી તો બીજી તરફ અમુક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે,આજે વલસાડ જિલ્લાના કપરાણા ખાતે આંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે,તો બીજી તરફ લોકોને ગરમીમાથી રાહત મળી હતી.ડુંગરાણ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડયો હતો. જાણો અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક નુકસાનથી બચવા આગોતરી તૈયારી કરવાની સલાહ અપાઇ છે. જાણો પરેશ ગોસ્વામીની આગાહી એપ્રિલના ત્રીજા સપ્તાહમાં આકાશમાંથી અગનગોળ વરસી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થયો છે. ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન પહોંચ્યુ છે. તમામ રાજ્યોમાં સામાન્ય કરતા 2 થી 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. હાલ તો ગુજરાતમાં ગરમીનો પારો થોડો નીચે આવ્યો છે, પરંતં આગામી 3 થી 4 દિવસ હીટવેવની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડશે. જાણો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહી આવે.

Weather News : કપરાડાના આંતરિયાળ વિસ્તારમાં ખાબકયો કમોસમી વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કપરાડાના ડુંગરાણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
  • વરસાદ થતા લોકોને ગરમીમાંથી મળી રાહત
  • બીજી તરફ ખેડૂતોને કમોસમી વરસાદથી પાકને નુકસાન

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે,એક તરફ ગરમી તો બીજી તરફ અમુક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે,આજે વલસાડ જિલ્લાના કપરાણા ખાતે આંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે,તો બીજી તરફ લોકોને ગરમીમાથી રાહત મળી હતી.ડુંગરાણ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડયો હતો.

જાણો અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક નુકસાનથી બચવા આગોતરી તૈયારી કરવાની સલાહ અપાઇ છે.

જાણો પરેશ ગોસ્વામીની આગાહી

એપ્રિલના ત્રીજા સપ્તાહમાં આકાશમાંથી અગનગોળ વરસી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થયો છે. ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન પહોંચ્યુ છે. તમામ રાજ્યોમાં સામાન્ય કરતા 2 થી 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. હાલ તો ગુજરાતમાં ગરમીનો પારો થોડો નીચે આવ્યો છે, પરંતં આગામી 3 થી 4 દિવસ હીટવેવની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડશે.

જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહી આવે.