જૂનાગઢ તોડકાંડ કેસમાં તરલ ભટ્ટે જામીન માટે કોર્ટમાં કરી અરજી

જૂનાગઢમાં પોલીસ તોડકાંડ કેસમાં ચાર્જશીટ રજૂ થઈ જતાં જામીન માટે કરી અરજી કાયદાની જોગવાઈ મુજબ જામીન અરજી કરવામાં આવી તરલ ભટ્ટના વકીલે કોર્ટમાં જામીનને લઈ કરી દલીલો જૂનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ એમ ગોહિલ તેમજ એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં ATS દ્વારા તપાસ શરૂ કરાઈ હતી.તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટને 3 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 7 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસનારિમાન્ડ મંજૂર કર્યા હતા,સમગ્ર ઘટનાને લઈ આજે તેમના વકીલ દ્વારા જામીન માટે અરજી કરાઈ છે. કેસની વિગત સમગ્ર તોડકાંડ મામલામાં હવાલા મારફતે રૂપિયાની લેતી દેતી થતી હતી. જેમાં દીપ શાહ તરલ ભટ્ટ માટે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તરલ ભટ્ટ દ્વારા જે બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આવા તમામ ખાતેદારોનો સંપર્ક તરલ ભટ્ટના કહેવાથી દીપ શાહ દ્વારા કરવામાં આવતો હતો. ફ્રીજ થયેલું બેન્ક એકાઉન્ટ ફરીથી કાર્યરત કરવા માટે ખાતાધારકો પાસેથી દીપ શાહ મોટો તોડ કરતો હતો. દીપ શાહ કેટલીક રકમ આંગડિયા મારફતે તરલ ભટ્ટને મોકલતો હતો. આ માહિતીના આધારે દીપ શાહની એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આજે જૂનાગઢ કોર્ટે તેના રીમાન્ડ નામંજૂર કરીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. 2 ફેબ્રુઆરીએ તરલ ભટ્ટની કરાઈ હતી ધરપકડ ફરિયાદ નોંધાયા બાદથી ત્રણેય પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ તરલ ભટ્ટ 2 ફેબ્રુઆરીએ અમદાવાદના એસપી રિંગ રોડથી ઝડપાયા હતા. જે બાદ તેઓને ત્રણ તારીખે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને એટીએસ દ્વારા તોડકાંડ મામલે કેટલીક બાબતો અંગે તરલ ભટ્ટની પૂછપરછ પણ કરવામાં આવી હતી . રિમાન્ડ પૂર્ણ થતા આજે તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

જૂનાગઢ તોડકાંડ કેસમાં તરલ ભટ્ટે જામીન માટે કોર્ટમાં કરી અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢમાં પોલીસ તોડકાંડ કેસમાં ચાર્જશીટ રજૂ થઈ જતાં જામીન માટે કરી અરજી
  • કાયદાની જોગવાઈ મુજબ જામીન અરજી કરવામાં આવી
  • તરલ ભટ્ટના વકીલે કોર્ટમાં જામીનને લઈ કરી દલીલો

જૂનાગઢના માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ એમ ગોહિલ તેમજ એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં ATS દ્વારા તપાસ શરૂ કરાઈ હતી.તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટને 3 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 7 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસનારિમાન્ડ મંજૂર કર્યા હતા,સમગ્ર ઘટનાને લઈ આજે તેમના વકીલ દ્વારા જામીન માટે અરજી કરાઈ છે.

કેસની વિગત

સમગ્ર તોડકાંડ મામલામાં હવાલા મારફતે રૂપિયાની લેતી દેતી થતી હતી. જેમાં દીપ શાહ તરલ ભટ્ટ માટે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તરલ ભટ્ટ દ્વારા જે બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આવા તમામ ખાતેદારોનો સંપર્ક તરલ ભટ્ટના કહેવાથી દીપ શાહ દ્વારા કરવામાં આવતો હતો. ફ્રીજ થયેલું બેન્ક એકાઉન્ટ ફરીથી કાર્યરત કરવા માટે ખાતાધારકો પાસેથી દીપ શાહ મોટો તોડ કરતો હતો. દીપ શાહ કેટલીક રકમ આંગડિયા મારફતે તરલ ભટ્ટને મોકલતો હતો. આ માહિતીના આધારે દીપ શાહની એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આજે જૂનાગઢ કોર્ટે તેના રીમાન્ડ નામંજૂર કરીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

2 ફેબ્રુઆરીએ તરલ ભટ્ટની કરાઈ હતી ધરપકડ

ફરિયાદ નોંધાયા બાદથી ત્રણેય પોલીસ કર્મીઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ તરલ ભટ્ટ 2 ફેબ્રુઆરીએ અમદાવાદના એસપી રિંગ રોડથી ઝડપાયા હતા. જે બાદ તેઓને ત્રણ તારીખે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને એટીએસ દ્વારા તોડકાંડ મામલે કેટલીક બાબતો અંગે તરલ ભટ્ટની પૂછપરછ પણ કરવામાં આવી હતી . રિમાન્ડ પૂર્ણ થતા આજે તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે.