વડોદરામાં આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલમાં બે રિપોર્ટ અનસેફ આવ્યા

આઈસ્ક્રીમ,ખાણી-પીણીની વસ્તુઓઅને મસાલા વિક્રેતાઓને ત્યાં લીધેલ સેમ્પલના રીપોર્ટ આવ્યા 28 પૈકી 2 સેમ્પલના રિપોર્ટ અનસેફ સને સબ સ્ટાન્ડર્ડ આવ્યાઉનાળાની સિઝનમાં આરોગ્ય વિભાગ સતર્ક થતા વેપારીઓમાં ફફળાટવડોદરામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ ઋતુમાં ખાસ કરીને બજારોમાં ઠંડપીણા અને વિવિધ ફ્રુટ જ્યુસ અને આઈસ્ક્રીમની ડિમાન્ડ વધુ જોવા મળતી હોય છે ત્યારે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ફૂડ સેફટી વેન સાથે રાખી કાર્યાવહી હાથધરી હતી જેમાં 28 લીધેલા સેમ્પલ પૈકી 2 સેમ્પલના રિપોર્ટ અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ આવ્યાં હતા,મોટેભાગે આઈસ્ક્રીમ અને જ્યુસના રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવ્યા હતા.ફુડ ટેસ્ટિંગને લઈ તપાસ હાથધરી હતી વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ફરી એક વખત એક્શન મોડમાં અવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ફૂડ ટેસ્ટિંગ વાહનને સાથે રાખી વિવિઘ સ્થળો પરથી ખાદ્ય સામગ્રીના નમૂના મેળવી ફૂડ ટેસ્ટીગ વાનમાં સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વડોદરાની વિવિઘ ફરસાણની દુકાનો, આઇસક્રીમ પાર્લર, પાણીના જગવાળા અને રસના કોલા સેન્ટરો પર આરોગ્ય લક્ષી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બીન આરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરે તે માટે પાલિકાની ટીમ ફરી એક વખત સક્રિય બની છે. જેમાં ટીમ દ્વારા રાજ મહેલ રોડ, રાવપુરા, માર્કેટ અને કારેલીબાગ સહીતના વિસ્તારોમાં આરોગ્ય લક્ષી ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે વેપારીઓ દ્વારા વેચવામાં આવતા ખોરાક ઉપરાંત જરૂરી લાયસન્સની પણ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ, વેપારીઓ પણ પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે. અને આ પ્રકારનું ફૂડ ચેકીગ સમયાંતરે થવું જ જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે. એક મહીના પહેલા પણ લેવાયા હતા સેમ્પલ વડોદરાના હાથીખાના અનાજ બજારમાં ભેળસેળયુક્ત મસાલાનું ધૂમ વેચાણ થતું હોવાની વિગતોને પગલે પોલીસે દરોડા પાડતાં વેપારીઓમાં ફાફડાટ વ્યાપ્યો હતો.હાથી ખાના અનાજ બજારમાં કેટલીક દુકાનોમાં ભેળ શેળયુક્ત મરચું, ધાણાજીરૂ અને હળદર જેવા મસાલા નું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરવામાં આવતા હોવાની વિગતો મળતા વડોદરા એસઓજીની ટીમે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ની મદદ લઈ દરોડા પાડયા હતા.

વડોદરામાં આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલમાં બે રિપોર્ટ અનસેફ આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આઈસ્ક્રીમ,ખાણી-પીણીની વસ્તુઓઅને મસાલા વિક્રેતાઓને ત્યાં લીધેલ સેમ્પલના રીપોર્ટ આવ્યા
  • 28 પૈકી 2 સેમ્પલના રિપોર્ટ અનસેફ સને સબ સ્ટાન્ડર્ડ આવ્યા
  • ઉનાળાની સિઝનમાં આરોગ્ય વિભાગ સતર્ક થતા વેપારીઓમાં ફફળાટ

વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ ઋતુમાં ખાસ કરીને બજારોમાં ઠંડપીણા અને વિવિધ ફ્રુટ જ્યુસ અને આઈસ્ક્રીમની ડિમાન્ડ વધુ જોવા મળતી હોય છે ત્યારે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ફૂડ સેફટી વેન સાથે રાખી કાર્યાવહી હાથધરી હતી જેમાં 28 લીધેલા સેમ્પલ પૈકી 2 સેમ્પલના રિપોર્ટ અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ આવ્યાં હતા,મોટેભાગે આઈસ્ક્રીમ અને જ્યુસના રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવ્યા હતા.

ફુડ ટેસ્ટિંગને લઈ તપાસ હાથધરી હતી

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ફરી એક વખત એક્શન મોડમાં અવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ફૂડ ટેસ્ટિંગ વાહનને સાથે રાખી વિવિઘ સ્થળો પરથી ખાદ્ય સામગ્રીના નમૂના મેળવી ફૂડ ટેસ્ટીગ વાનમાં સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વડોદરાની વિવિઘ ફરસાણની દુકાનો, આઇસક્રીમ પાર્લર, પાણીના જગવાળા અને રસના કોલા સેન્ટરો પર આરોગ્ય લક્ષી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બીન આરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન કરે તે માટે પાલિકાની ટીમ ફરી એક વખત સક્રિય બની છે. જેમાં ટીમ દ્વારા રાજ મહેલ રોડ, રાવપુરા, માર્કેટ અને કારેલીબાગ સહીતના વિસ્તારોમાં આરોગ્ય લક્ષી ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે વેપારીઓ દ્વારા વેચવામાં આવતા ખોરાક ઉપરાંત જરૂરી લાયસન્સની પણ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ, વેપારીઓ પણ પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે. અને આ પ્રકારનું ફૂડ ચેકીગ સમયાંતરે થવું જ જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે.

એક મહીના પહેલા પણ લેવાયા હતા સેમ્પલ

વડોદરાના હાથીખાના અનાજ બજારમાં ભેળસેળયુક્ત મસાલાનું ધૂમ વેચાણ થતું હોવાની વિગતોને પગલે પોલીસે દરોડા પાડતાં વેપારીઓમાં ફાફડાટ વ્યાપ્યો હતો.હાથી ખાના અનાજ બજારમાં કેટલીક દુકાનોમાં ભેળ શેળયુક્ત મરચું, ધાણાજીરૂ અને હળદર જેવા મસાલા નું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરવામાં આવતા હોવાની વિગતો મળતા વડોદરા એસઓજીની ટીમે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ની મદદ લઈ દરોડા પાડયા હતા.