Gandhinagarમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા,43 લાખથી વધુની બનાવટી દવા ઝડપાઇ

લાઈસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ શ્રી હેલ્થકેરના નામે GIDCમાં ચાલતી હતી ફેક્ટરી 4 કરોડથી વધુના એપીઆઈ સહિત મશીનો જપ્ત ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી 43 લાખથી વધુની નકલી દવા ઝડપી પાડી છે.શ્રી હેલ્થકેરના નામે જીઆઈડીસીમાં કંપની ચાલતી હતી.જેમાં આ કંપની પાસે દવા બનાવવાનું લાઈસન્સ પણ હતું નહી,ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 4 કરોડથી વધુના એપીઆઈ સહિતના મશીનો પણ જપ્ત કર્યા છે. નકલી દવા બનાવતી ફેકટરી ઝડપાઈ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગાંધીનગરમાં નકલી દવા બનાવતી ફેકટરી ઝડપી પાડી છે,તો શંકાસ્પદ એપીઆઈના નમૂના તપાસ માટે મોકલાયા છે.આ ફેટરીમાં લાઈસન્સ વગર દવા બનાવાતી હતી અને બજારમાં વેચાતી હતી.છેલ્લા લાંબા સમયથી ફેકટરીમાં દવા બનાવાતી હતી,ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 43 લાખની દવા જપ્ત કરી વધુ તપાસ આદરી છે. પોલીસે નોંધી ફરિયાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક જ નકલી દવા બનાવતી કંપનીમાં રેડ કરતા નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે આ નકલી દવા બનાવવામાં કોઈ કોણ સંડોવાયેલ છે. તે તરફ તપાસ હાથધરી છે. તેમજ આગામી સમયમાં હજુ પણ વધુ લોકોના નામ સામે આવવાની શક્યતાઓ છે. દવાના નમૂના લેવાયા તપાસ દરમિયાન Dibasic Calcium Phosphate Dihydrate IP, Empty Capsule Shell, Omeprazole Capsule, Omeprazole Pellets, Maize Starch Powder વગેરેના નમુનાઓ ફોર્મ 17 હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપેલ છે. તપાસ સમયે વિગતો ખુલેલ કે તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા એપીઆઈ ઘટક Azithromycin, Paracetamol, Methyl Cobalamin, Prgabalin, Thiocolchicoside મા યોગ્ય APIને બદલે DCP Starch કે અન્ય સસ્તા API પાવડરનો ઉપયોગ કરી વેચાણ બનાવટી દવાનું વેચાણ કર્યાનું ખુબ જ મોટુ કૌભાંડ આચર્યુ હોવાની શંકાના આધારે તંત્રના અધિકારીઓએ નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Gandhinagarમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા,43 લાખથી વધુની બનાવટી દવા ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લાઈસન્સ વગર દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ
  • શ્રી હેલ્થકેરના નામે GIDCમાં ચાલતી હતી ફેક્ટરી
  • 4 કરોડથી વધુના એપીઆઈ સહિત મશીનો જપ્ત

ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી 43 લાખથી વધુની નકલી દવા ઝડપી પાડી છે.શ્રી હેલ્થકેરના નામે જીઆઈડીસીમાં કંપની ચાલતી હતી.જેમાં આ કંપની પાસે દવા બનાવવાનું લાઈસન્સ પણ હતું નહી,ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 4 કરોડથી વધુના એપીઆઈ સહિતના મશીનો પણ જપ્ત કર્યા છે.

નકલી દવા બનાવતી ફેકટરી ઝડપાઈ

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગાંધીનગરમાં નકલી દવા બનાવતી ફેકટરી ઝડપી પાડી છે,તો શંકાસ્પદ એપીઆઈના નમૂના તપાસ માટે મોકલાયા છે.આ ફેટરીમાં લાઈસન્સ વગર દવા બનાવાતી હતી અને બજારમાં વેચાતી હતી.છેલ્લા લાંબા સમયથી ફેકટરીમાં દવા બનાવાતી હતી,ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 43 લાખની દવા જપ્ત કરી વધુ તપાસ આદરી છે.

પોલીસે નોંધી ફરિયાદ

ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક જ નકલી દવા બનાવતી કંપનીમાં રેડ કરતા નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્ર બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે આ નકલી દવા બનાવવામાં કોઈ કોણ સંડોવાયેલ છે. તે તરફ તપાસ હાથધરી છે. તેમજ આગામી સમયમાં હજુ પણ વધુ લોકોના નામ સામે આવવાની શક્યતાઓ છે.

દવાના નમૂના લેવાયા

તપાસ દરમિયાન Dibasic Calcium Phosphate Dihydrate IP, Empty Capsule Shell, Omeprazole Capsule, Omeprazole Pellets, Maize Starch Powder વગેરેના નમુનાઓ ફોર્મ 17 હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપેલ છે. તપાસ સમયે વિગતો ખુલેલ કે તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા એપીઆઈ ઘટક Azithromycin, Paracetamol, Methyl Cobalamin, Prgabalin, Thiocolchicoside મા યોગ્ય APIને બદલે DCP Starch કે અન્ય સસ્તા API પાવડરનો ઉપયોગ કરી વેચાણ બનાવટી દવાનું વેચાણ કર્યાનું ખુબ જ મોટુ કૌભાંડ આચર્યુ હોવાની શંકાના આધારે તંત્રના અધિકારીઓએ નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.