Botad News: રાણપુર તાલુકામાં રોડ-રસ્તાના કામમાં ગેરરીતિ, ગ્રામજનોએ રોડનું કામ અટકાવ્યું

બોટાદમાં રોડ-રસ્તાનું કામ સ્થાનિક લોકોએ અટકાવ્યું ગ્રામજનોનો રોડના કામમાં ગેરરીતિ કરતા હોવાનો આક્ષેપ ડેપ્યુટી એન્જીનીયરે નિરીક્ષણ કરતા કામમાં ક્ષતિ સામે આવી બોટાદના રાણપુર તાલુકાના ગામડાંઓમાં રોડના કામમાં ગેરરીતિ થતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ રોડનું કામ અટકાવ્યું છે. રાણપુર તાલુકાના નાની વાવડી અને ખસ ગામે બની રહેલા રોડના કામમાં સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. સરપંચ અને ગ્રામજનોએ ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે રોડ-રસ્તાના કામને બંધ કરાવ્યું હતું. અધિકારીએ કામનું કર્યુ નિરીક્ષણ નાની વાવડી અને ખસ ગામે રોડના કામમાં ગેરરીતિ થતી હોવા અંગે જિલ્લાકક્ષાએ ટેલિફોનિક રજૂઆત કરતા અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા. ડેપ્યુટી એન્જીનીયરે સ્થાનિકો સાથે સ્થળ નિરીક્ષણ કરી કામમાં ક્ષતિ હોવાનું કબુલ્યું હતું. માત્ર ડામરના લેયર પાથરી અને ધારાધોરણો નેવે મૂકી કામ કરાઈ રહ્યું છે. તેમજ ગામમાં તૈયાર થયેલા કામમાં અધિકારીની હાજરીમાં માપ કરાતા માપ પણ ઓછું હોવાથી કામાં ભષ્ટાચાર થયો હોવાનું સાબિત થયું છે. ડેપ્યુટી એન્જીનીયરે કામમાં ગેરરીતિ થતી હોવાની કરી કબુલાત નાની વાવડી અને ખસ ગામે બની રહેલા રોડ અંગે મીડિયા દ્વારા ડેપ્યુટી એન્જીનીયરને પુછવામાં આવતા કાંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, ડેપ્યુટી એન્જીનીયર પ્રજાપતિએ સ્થાનિકો સમક્ષ રોડના કામમાં ગેરરીતિ થઈ હોવાનું કબુલાત કરી છે. ગ્રામજનોએ ગુણવત્તા સભર કામ કરવા કરી માંગ રાણપુરના નાની વાવડી અને ખસ ગામમાં રોડનું કામ જ્યાં સુધી ગુણવત્તા સભર અને માપદંડ મુજબ કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી કામ બંધ રાખવા ગ્રામજનોએ માંગ કરી છે. તેમજ ગ્રામલોકોએ મીડિયાને જણાવ્યું કે, જો નિયમ મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો રાજ્યકક્ષાએ રજૂઆત કરવામાં કરી આક્રમક વિરોધ દર્શાવવામાં આવશે.

Botad News: રાણપુર તાલુકામાં રોડ-રસ્તાના કામમાં ગેરરીતિ, ગ્રામજનોએ રોડનું કામ અટકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોટાદમાં રોડ-રસ્તાનું કામ સ્થાનિક લોકોએ અટકાવ્યું
  • ગ્રામજનોનો રોડના કામમાં ગેરરીતિ કરતા હોવાનો આક્ષેપ
  • ડેપ્યુટી એન્જીનીયરે નિરીક્ષણ કરતા કામમાં ક્ષતિ સામે આવી

બોટાદના રાણપુર તાલુકાના ગામડાંઓમાં રોડના કામમાં ગેરરીતિ થતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ રોડનું કામ અટકાવ્યું છે. રાણપુર તાલુકાના નાની વાવડી અને ખસ ગામે બની રહેલા રોડના કામમાં સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. સરપંચ અને ગ્રામજનોએ ડામર રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે રોડ-રસ્તાના કામને બંધ કરાવ્યું હતું.

અધિકારીએ કામનું કર્યુ નિરીક્ષણ

નાની વાવડી અને ખસ ગામે રોડના કામમાં ગેરરીતિ થતી હોવા અંગે જિલ્લાકક્ષાએ ટેલિફોનિક રજૂઆત કરતા અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા. ડેપ્યુટી એન્જીનીયરે સ્થાનિકો સાથે સ્થળ નિરીક્ષણ કરી કામમાં ક્ષતિ હોવાનું કબુલ્યું હતું. માત્ર ડામરના લેયર પાથરી અને ધારાધોરણો નેવે મૂકી કામ કરાઈ રહ્યું છે. તેમજ ગામમાં તૈયાર થયેલા કામમાં અધિકારીની હાજરીમાં માપ કરાતા માપ પણ ઓછું હોવાથી કામાં ભષ્ટાચાર થયો હોવાનું સાબિત થયું છે.

ડેપ્યુટી એન્જીનીયરે કામમાં ગેરરીતિ થતી હોવાની કરી કબુલાત

નાની વાવડી અને ખસ ગામે બની રહેલા રોડ અંગે મીડિયા દ્વારા ડેપ્યુટી એન્જીનીયરને પુછવામાં આવતા કાંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, ડેપ્યુટી એન્જીનીયર પ્રજાપતિએ સ્થાનિકો સમક્ષ રોડના કામમાં ગેરરીતિ થઈ હોવાનું કબુલાત કરી છે.

ગ્રામજનોએ ગુણવત્તા સભર કામ કરવા કરી માંગ

રાણપુરના નાની વાવડી અને ખસ ગામમાં રોડનું કામ જ્યાં સુધી ગુણવત્તા સભર અને માપદંડ મુજબ કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી કામ બંધ રાખવા ગ્રામજનોએ માંગ કરી છે. તેમજ ગ્રામલોકોએ મીડિયાને જણાવ્યું કે, જો નિયમ મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો રાજ્યકક્ષાએ રજૂઆત કરવામાં કરી આક્રમક વિરોધ દર્શાવવામાં આવશે.