Valsad Rain: વરસાદે ખોલી તંત્રની પોલ,ટોલનાકા પાસે વરસાદી પાણી ફરી વળ્યા

વલસાડ ટોલનાકા પાસે વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન મોટી દુર્ઘટના પણ થવાની સંભાવના હાલમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે.હવામાન વિભાગ દ્વારા જેમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી છે. હાઈવે તંત્રની બેદરકારી સામે આવી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે જેને લઈને હવે લોકોને મુશ્કેલીઓ પાડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. વરસાદની શરૂઆત થતાંની સાથે જ વલસાડ જિલ્લાના તંત્રની પોલ ખૂલી છે. વલસાડ જિલ્લામાં થોડો જ વરસાદ પડતાં જિલ્લાના હાઇવે ઓથોરીટીની પોલ ઉઘાડી પડી છે. જેમાં હાઇવે ઓથોરીટીની બેદરકારી સામે આવી છે. હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યું વલસાડ જિલ્લામાં વાપી બલીઠા બાદ હવે હાઇવે તંત્રની બેદરકારીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ઘટના છે બગવાડા ટોલનાકા પાસેની કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યું છે. બગવાડા ટોલનાકા પાસે થોડા જ વરસાદમાં પાણી ફરી વળ્યું હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી મહત્વનું કહી શકાય કે, વલસાડના બગવાડા ટોલનાકા પાસે તંત્રના બેદરકારીના કારઅને પાણી રસ્તા પર ફરી વળતાં લોકોને મુશ્કેલી થઈ રહી છે. પણ લોકોની મુશ્કેલીઓ સામે હવે તંત્ર જાણે ઊંઘટુ હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણકે અહિયાં તો આ ભરાયેલા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ કરવામાં નથી આવી. તો હવે અહિયાં પ્રશ્ન થાય કે, હજી તો આ વરસાદની શરૂઆત છે જો અત્યારે જ આ પરિસ્થિતિ છે તો આગળ હજી કેટલી જગ્યાએ વરસાદી પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાશે. આ હાઇવે માર્ગ પર ટુવ્હીલર વાહનને ભારે પરેશાની થતી હોય છે અને જેને લઈને મોટી દુર્ઘટના પણ થવાની સંભાવના રહેલી છે. 

Valsad Rain: વરસાદે ખોલી તંત્રની પોલ,ટોલનાકા પાસે વરસાદી પાણી ફરી વળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડ ટોલનાકા પાસે વરસાદી પાણી ભરાયા
  • વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન
  • મોટી દુર્ઘટના પણ થવાની સંભાવના

હાલમાં ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે.હવામાન વિભાગ દ્વારા જેમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી છે.

હાઈવે તંત્રની બેદરકારી સામે આવી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે જેને લઈને હવે લોકોને મુશ્કેલીઓ પાડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. વરસાદની શરૂઆત થતાંની સાથે જ વલસાડ જિલ્લાના તંત્રની પોલ ખૂલી છે. વલસાડ જિલ્લામાં થોડો જ વરસાદ પડતાં જિલ્લાના હાઇવે ઓથોરીટીની પોલ ઉઘાડી પડી છે. જેમાં હાઇવે ઓથોરીટીની બેદરકારી સામે આવી છે.

હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યું

વલસાડ જિલ્લામાં વાપી બલીઠા બાદ હવે હાઇવે તંત્રની બેદરકારીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ઘટના છે બગવાડા ટોલનાકા પાસેની કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યું છે. બગવાડા ટોલનાકા પાસે થોડા જ વરસાદમાં પાણી ફરી વળ્યું હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી

મહત્વનું કહી શકાય કે, વલસાડના બગવાડા ટોલનાકા પાસે તંત્રના બેદરકારીના કારઅને પાણી રસ્તા પર ફરી વળતાં લોકોને મુશ્કેલી થઈ રહી છે. પણ લોકોની મુશ્કેલીઓ સામે હવે તંત્ર જાણે ઊંઘટુ હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણકે અહિયાં તો આ ભરાયેલા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ કરવામાં નથી આવી. તો હવે અહિયાં પ્રશ્ન થાય કે, હજી તો આ વરસાદની શરૂઆત છે જો અત્યારે જ આ પરિસ્થિતિ છે તો આગળ હજી કેટલી જગ્યાએ વરસાદી પાણીથી લોકો મુશ્કેલીમાં મુકાશે. આ હાઇવે માર્ગ પર ટુવ્હીલર વાહનને ભારે પરેશાની થતી હોય છે અને જેને લઈને મોટી દુર્ઘટના પણ થવાની સંભાવના રહેલી છે.