Gandhinagarમાં ભાજપની મહિલા નેતા શ્રધ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે નોંધાવી પોલીસ ફરિયાદ

ભાજપ મહિલા નેતાએ નોંધાવી છેતરપિંડીની ફરિયાદ ભાજપની જ અન્ય મહિલા નેતા સામે નોંધાવી ફરિયાદ 5 લાખ રૂપિયા પરત ન કરતા છેતરપિંડીની ફરિયાદ ભાજપની મહિલા નેતાએ જ અન્ય ભાજપની મહિલા નેતા સામે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં 5 લાખ રૂપિયાની છેતરપિંડીની નોધાવી છે પોલીસ ફરિયાદ,ફરિયાદી શ્રધ્ધા રાજપૂતનું કહેવું છે કે,તેમણે વર્ષ 2022માં દર્શીની કોઠીયાને રૂપિયા આપ્યા હતા,પરંતુ વારંવાર રૂપિયા પાછા માંગ્યા પણ તે ના આપતા ગાંધીનગરના સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પહેલા આરોપી મહિલાએ ચેક લખીને આપ્યા શ્રદ્ધા રાજપૂત ગાંધીનગર કોર્પોરેશનમાં પબ્લીક હેલ્થ કન્સલટન્ટ ઉપરાંત ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા તરીકે પણ સેવા આપે છે. આ સિવાય શ્રધ્ધા ચેરીટેબલ ફાઉન્ડેશન પણ ચલાવતા શ્રદ્ધા રાજપૂતની ઓળખાણ વર્ષ 2018 માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે દર્શિની પ્રવિણભાઈ કોઠીયા સાથે થઈ હતી. આ મુલાકાત ધીમેધીમે ગાઢ મિત્રતામાં પરિણમી હતી. ત્યારે સપ્ટેંબર - 2022 માં દર્શિનીબેને હુ બહુ તકલીફમાં છુ અને મારે રૂપીયા પાંચ લાખની જરૂર છે કહીને શ્રદ્ધા રાજપૂત પાસે પૈસા માંગ્યા હતા. જેથી મિત્રતાના નાતે તેમણે પાંચ લાખ રોકડા એક વર્ષમાં પરત કરી દેવાની શરતે દર્શિનીબેનને આપ્યા હતા. જો કે નક્કી થયા મુજબની સમય વિત્યા પછી પણ દર્શિની બેને પૈસા પરત કરવાની કોઈ દરકાર કરી ન હતી. જેથી શ્રદ્ધા રાજપૂતે પૈસાની વારંવાર ઉઘરાણી કરતા ડિસેમ્બર - 2023 માં દર્શિનીબેને અઢી અઢી લાખના બે ચેક લખીને આપ્યા હતા. ચેક પણ બાઉન્સ ગયા તો બીજી તરફ ચેક ભરતા બેન્ક તરફથી ખબર પડી કે આ ચેક તો બાઉન્સ ગયા છે,તો તે ચેકના આધારે શ્રધ્ધા રાજપૂતે ગાંધીનગર સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,પોલીસે આગળની તપાસ હાથધરી છે.

Gandhinagarમાં ભાજપની મહિલા નેતા શ્રધ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે નોંધાવી પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપ મહિલા નેતાએ નોંધાવી છેતરપિંડીની ફરિયાદ
  • ભાજપની જ અન્ય મહિલા નેતા સામે નોંધાવી ફરિયાદ
  • 5 લાખ રૂપિયા પરત ન કરતા છેતરપિંડીની ફરિયાદ

ભાજપની મહિલા નેતાએ જ અન્ય ભાજપની મહિલા નેતા સામે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં 5 લાખ રૂપિયાની છેતરપિંડીની નોધાવી છે પોલીસ ફરિયાદ,ફરિયાદી શ્રધ્ધા રાજપૂતનું કહેવું છે કે,તેમણે વર્ષ 2022માં દર્શીની કોઠીયાને રૂપિયા આપ્યા હતા,પરંતુ વારંવાર રૂપિયા પાછા માંગ્યા પણ તે ના આપતા ગાંધીનગરના સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પહેલા આરોપી મહિલાએ ચેક લખીને આપ્યા

શ્રદ્ધા રાજપૂત ગાંધીનગર કોર્પોરેશનમાં પબ્લીક હેલ્થ કન્સલટન્ટ ઉપરાંત ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા તરીકે પણ સેવા આપે છે. આ સિવાય શ્રધ્ધા ચેરીટેબલ ફાઉન્ડેશન પણ ચલાવતા શ્રદ્ધા રાજપૂતની ઓળખાણ વર્ષ 2018 માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે દર્શિની પ્રવિણભાઈ કોઠીયા સાથે થઈ હતી. આ મુલાકાત ધીમેધીમે ગાઢ મિત્રતામાં પરિણમી હતી. ત્યારે સપ્ટેંબર - 2022 માં દર્શિનીબેને હુ બહુ તકલીફમાં છુ અને મારે રૂપીયા પાંચ લાખની જરૂર છે કહીને શ્રદ્ધા રાજપૂત પાસે પૈસા માંગ્યા હતા. જેથી મિત્રતાના નાતે તેમણે પાંચ લાખ રોકડા એક વર્ષમાં પરત કરી દેવાની શરતે દર્શિનીબેનને આપ્યા હતા. જો કે નક્કી થયા મુજબની સમય વિત્યા પછી પણ દર્શિની બેને પૈસા પરત કરવાની કોઈ દરકાર કરી ન હતી. જેથી શ્રદ્ધા રાજપૂતે પૈસાની વારંવાર ઉઘરાણી કરતા ડિસેમ્બર - 2023 માં દર્શિનીબેને અઢી અઢી લાખના બે ચેક લખીને આપ્યા હતા.

ચેક પણ બાઉન્સ ગયા

તો બીજી તરફ ચેક ભરતા બેન્ક તરફથી ખબર પડી કે આ ચેક તો બાઉન્સ ગયા છે,તો તે ચેકના આધારે શ્રધ્ધા રાજપૂતે ગાંધીનગર સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,પોલીસે આગળની તપાસ હાથધરી છે.