જેઠમાં ચોમાસું: નખત્રાણાની બજારમાં નદી વહી, ઘર વખરી સહિત બાઈક તણાઈ, જુઓ વીડિયો

Heavy Rain In Kutch: કચ્છમાં ગુરૂવારે (27મી જૂન) મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેઠમાં ચોમાસાએ જમાવટ કરી હતી. નખત્રાણામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે બજારોમાં નદીના વહેણ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મુખ્ય બજારમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત બસ સ્ટેન્ડ નજીક વોકળામાં બાઈક પણ તણાયું હતું. જે જોતાં લોકોએ પાણીમાં તણાતા બાઈકને બચાવ્યું હતું. નોંધનીય છે કે, નખત્રાણામાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.ખોડાસર નજીક નદીના પ્રવાહમાં તણાયેલી 15 ભેંસ દોરડા ગોઠવી ગ્રામજનોએ બચાવીભચાઉ તાલુકાના ખોડાસર નજીક નદીમાં 15 ભેસ તણાઈ હતી જેને ગ્રામજનોની મહેનતથી બચાવી લેવાઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ ગુરુવારે ભચાઉ અને રાપર વિસ્તારમાં ભારે વારસાદના પગલે લાકડીયા અને ખેડાસર ગામ તરફ નિકળતી નદીમાં ભેંસો તણાઈ હતી. આ સમયે ગ્રામ જનોને ધ્યાને આવતા, આગળના ભાગે વોકળા પાસે દોરડા ગોઠવીને 15 ભેસને બચાવી લેવાઈ હતી, ગુરુવારે સાંજે 4 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ગ્રામજનોની જહેમત રંગ લાવી હતી.

જેઠમાં ચોમાસું: નખત્રાણાની બજારમાં નદી વહી, ઘર વખરી સહિત બાઈક તણાઈ, જુઓ વીડિયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

heavy rain in nakhtrana

Heavy Rain In Kutch: કચ્છમાં ગુરૂવારે (27મી જૂન) મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેઠમાં ચોમાસાએ જમાવટ કરી હતી. નખત્રાણામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે બજારોમાં નદીના વહેણ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મુખ્ય બજારમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત બસ સ્ટેન્ડ નજીક વોકળામાં બાઈક પણ તણાયું હતું. જે જોતાં લોકોએ પાણીમાં તણાતા બાઈકને બચાવ્યું હતું. નોંધનીય છે કે, નખત્રાણામાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ખોડાસર નજીક નદીના પ્રવાહમાં તણાયેલી 15 ભેંસ દોરડા ગોઠવી ગ્રામજનોએ બચાવી

ભચાઉ તાલુકાના ખોડાસર નજીક નદીમાં 15 ભેસ તણાઈ હતી જેને ગ્રામજનોની મહેનતથી બચાવી લેવાઈ હતી. જાણવા મળતી વિગતો મુજબ ગુરુવારે ભચાઉ અને રાપર વિસ્તારમાં ભારે વારસાદના પગલે લાકડીયા અને ખેડાસર ગામ તરફ નિકળતી નદીમાં ભેંસો તણાઈ હતી. આ સમયે ગ્રામ જનોને ધ્યાને આવતા, આગળના ભાગે વોકળા પાસે દોરડા ગોઠવીને 15 ભેસને બચાવી લેવાઈ હતી, ગુરુવારે સાંજે 4 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ગ્રામજનોની જહેમત રંગ લાવી હતી.