છોટાઉદેપુર શહેર અને જિલ્લાનું ધો.10નું 84.23% પરિણામ

ગત વર્ષ કરતા 23 % ઊંચું પરિણામ આવતા આનંદજિલ્લાના 17 કેન્દ્રોમાં પણ શાળાઓના પરિણામની ટકાવારી વધી જિલ્લાના કુલ 17 કેન્દ્રો ઉપર કુલ 10419માંથી 10324 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અર્થે બેઠા હતાગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં ધો. 10ની પરીક્ષા જિલ્લાના કુલ 17 કેન્દ્રો ઉપર લેવાઈ હતી. જેમાં આજરોજ તા 11ને શનિવારના રોજ પરિણામ જાહેર કરાયું છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચાલુ વર્ષે 84.23 ટકા જેટલું નોંધાયું છે. જે ગત વર્ષમાં 61.20 % હતું. સરખામણી માં ચાલુ વર્ષે 23 % ટકા વધુ નોંધાયું છે. જેમાં ગત વર્ષ કરતા ઊંચો વધારો થતા વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. વિદ્યાર્થીઓમાં આનંદ ફેલાયો છે. જિલ્લાના કુલ 17 કેન્દ્રો ઉપર કુલ 10419માંથી 10324 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અર્થે બેઠા હતા.છોટાઉદેપુર શહેર તથા જિલ્લામાં ધો.10ના પરિણામમાં ગ્રેડ છ1 એટલે કે, 90 ટકાથી ઉપર મેળવેલ માર્કસમાં 48 વિદ્યાર્થીએ મેદાન માર્યું હતું. જિલ્લામાં પ્રથમ શાહ પર્યક વિવેકભાઈ 99.96 % કવાંટ ઇંગ્લીશ સ્કૂલ, બારીયા પ્રાચી અલ્પેશભાઈ 99.59 % એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી, જોશી મનનકુમાર અંકુરકુમાર 99.59 % માય સાનેન સ્કૂલ બોડેલી, (4) મિસ્ત્રી જાગૃતિબેન હિમ્મતભાઈ 99.28 % ડોનબોસ્કો હાઈસ્કૂલ કવાંટે પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યા હતા. જિલ્લાનાશિક્ષકોએ ર્ફ્સ્ટ કલાસ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે A2માં 460, A1માં 1475, ગ્રેડ A2માં 2370, B1માં 2555, B2માં 1615, D માં 208, E1* 0 E1 848, E2માં 775, અને EQCમાં 8731 વિદ્યાર્થીઓને ગ્રેડ મળ્યા હતા. છેલ્લા બે વર્ષ કરતા વધુ 23 % પરિણામમા વધારો નોંધાતા આનંદ જોવા મળ્યો છે. જિલ્લામાં ધો.10નું પરિણામ 2020માં 47.92% નોંધાયું છે. જ્યારે 2022માં વર્ષે 61.20% જેવું ઊંચું પરિણામ નોંધાયુ હતું. ચાલુ વર્ષે 61.44 ટકા જેટલું પરિણામ નોંધાયું છે. જ્યારે 2024માં 84.23% નોંધાયું છે. જેથી શિક્ષકો તથા વાલીઓમાં એક નવી આશા બંધાઈ છે. જિલ્લામાં 17 કેન્દ્રો ઉપર યોજાયેલ પરીક્ષામાં સૌથી ઊંચું પરિણામ સીથોલ કેન્દ્રનું 95.20% ટકા જેટલું નોંધાયું છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 17 કેન્દ્રોના ધો 10ના જાહેર થયેલ પરિણામમાં બોડેલી કેન્દ્રનું 84.33.%, છોટાઉદેપુર 76.14 %,સંખેડા 76.67 %, પાવીજેતપુર 92.47 % નસવાડી 84.49 %, કવાંટ 84.53 %, ચલામલી 83.33 %, તેજગઢ 91.51 %, કાશીપુર 82.98 %, ભાટપુર 85.89 %, ભીખાપુરા 77.68 %, ભેસાવહી 92.71 %, ગઢ બોરીયાદ 92.58 %, ઝોઝ 87.50 %, તણખલા 91.61 %, બહાદરપુર 85.1 %, અને શીથોલ 95.20 % પરિણામ નોંધાયું છે. જિલ્લામાં પાછલાં વર્ષો કરતા ઘણું સારું પરિણામ છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી એસ એફ્ હાઈસ્કૂલ અને છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ હિતેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, પાછલા વર્ષોની સરખામણીમાં ઘણું સારું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં રુચિ કેળવી રહ્યા છે. અને મેહનત પણ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ ઘણી મહેનત કરતા હોય તેમ આવેલ પરિણામથી દેખાઈ રહ્યું છે. આવનાર વર્ષમાં વિદ્યાર્થીઓ વધુ મેહનત કરે અને વધુ ઊંચું પરિણામ લાવે તેવી આશાઓ અને શુભકામનાઓ છે.

છોટાઉદેપુર શહેર અને જિલ્લાનું ધો.10નું 84.23% પરિણામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગત વર્ષ કરતા 23 % ઊંચું પરિણામ આવતા આનંદ
  • જિલ્લાના 17 કેન્દ્રોમાં પણ શાળાઓના પરિણામની ટકાવારી વધી
  • જિલ્લાના કુલ 17 કેન્દ્રો ઉપર કુલ 10419માંથી 10324 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અર્થે બેઠા હતા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં ધો. 10ની પરીક્ષા જિલ્લાના કુલ 17 કેન્દ્રો ઉપર લેવાઈ હતી. જેમાં આજરોજ તા 11ને શનિવારના રોજ પરિણામ જાહેર કરાયું છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચાલુ વર્ષે 84.23 ટકા જેટલું નોંધાયું છે. જે ગત વર્ષમાં 61.20 % હતું. સરખામણી માં ચાલુ વર્ષે 23 % ટકા વધુ નોંધાયું છે. જેમાં ગત વર્ષ કરતા ઊંચો વધારો થતા વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. વિદ્યાર્થીઓમાં આનંદ ફેલાયો છે. જિલ્લાના કુલ 17 કેન્દ્રો ઉપર કુલ 10419માંથી 10324 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અર્થે બેઠા હતા.

છોટાઉદેપુર શહેર તથા જિલ્લામાં ધો.10ના પરિણામમાં ગ્રેડ છ1 એટલે કે, 90 ટકાથી ઉપર મેળવેલ માર્કસમાં 48 વિદ્યાર્થીએ મેદાન માર્યું હતું. જિલ્લામાં પ્રથમ શાહ પર્યક વિવેકભાઈ 99.96 % કવાંટ ઇંગ્લીશ સ્કૂલ, બારીયા પ્રાચી અલ્પેશભાઈ 99.59 % એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી, જોશી મનનકુમાર અંકુરકુમાર 99.59 % માય સાનેન સ્કૂલ બોડેલી, (4) મિસ્ત્રી જાગૃતિબેન હિમ્મતભાઈ 99.28 % ડોનબોસ્કો હાઈસ્કૂલ કવાંટે પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યા હતા. જિલ્લાનાશિક્ષકોએ ર્ફ્સ્ટ કલાસ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે A2માં 460, A1માં 1475, ગ્રેડ A2માં 2370, B1માં 2555, B2માં 1615, D માં 208, E1* 0 E1 848, E2માં 775, અને EQCમાં 8731 વિદ્યાર્થીઓને ગ્રેડ મળ્યા હતા. છેલ્લા બે વર્ષ કરતા વધુ 23 % પરિણામમા વધારો નોંધાતા આનંદ જોવા મળ્યો છે.

જિલ્લામાં ધો.10નું પરિણામ 2020માં 47.92% નોંધાયું છે. જ્યારે 2022માં વર્ષે 61.20% જેવું ઊંચું પરિણામ નોંધાયુ હતું. ચાલુ વર્ષે 61.44 ટકા જેટલું પરિણામ નોંધાયું છે. જ્યારે 2024માં 84.23% નોંધાયું છે. જેથી શિક્ષકો તથા વાલીઓમાં એક નવી આશા બંધાઈ છે. જિલ્લામાં 17 કેન્દ્રો ઉપર યોજાયેલ પરીક્ષામાં સૌથી ઊંચું પરિણામ સીથોલ કેન્દ્રનું 95.20% ટકા જેટલું નોંધાયું છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 17 કેન્દ્રોના ધો 10ના જાહેર થયેલ પરિણામમાં બોડેલી કેન્દ્રનું 84.33.%, છોટાઉદેપુર 76.14 %,સંખેડા 76.67 %, પાવીજેતપુર 92.47 % નસવાડી 84.49 %, કવાંટ 84.53 %, ચલામલી 83.33 %, તેજગઢ 91.51 %, કાશીપુર 82.98 %, ભાટપુર 85.89 %, ભીખાપુરા 77.68 %, ભેસાવહી 92.71 %, ગઢ બોરીયાદ 92.58 %, ઝોઝ 87.50 %, તણખલા 91.61 %, બહાદરપુર 85.1 %, અને શીથોલ 95.20 % પરિણામ નોંધાયું છે.

જિલ્લામાં પાછલાં વર્ષો કરતા ઘણું સારું પરિણામ

છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી એસ એફ્ હાઈસ્કૂલ અને છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ હિતેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, પાછલા વર્ષોની સરખામણીમાં ઘણું સારું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં રુચિ કેળવી રહ્યા છે. અને મેહનત પણ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ ઘણી મહેનત કરતા હોય તેમ આવેલ પરિણામથી દેખાઈ રહ્યું છે. આવનાર વર્ષમાં વિદ્યાર્થીઓ વધુ મેહનત કરે અને વધુ ઊંચું પરિણામ લાવે તેવી આશાઓ અને શુભકામનાઓ છે.