Rajkot News : BCAનું પેપર લીક થવા મામલે નિવૃત્ત જજને તપાસ સોંપાઈ

સોરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીક થયાનો મામલો સમગ્ર મામલે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી કમિટીના રિપોર્ટ બાદ ફોજદારી કેસ કરવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં 3 પેપરના 75 માર્ક્સના 15 પ્રશ્ન લીક થવા મામલે નિવૃત્ત જજને તપાસ સોંપી હોવાનું કુલપતિ ડો.નીલાંબરી દવેએ જણાવ્યું હતું.BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં પ્રશ્નો લીક થવા મામલે યુનિવર્સિટીના અધિકારીઓ નિવૃત્ત જજની તપાસમાં સહયોગ અને ડોક્યુમેન્ટ પૂરા પાડશે. તપાસ સંપૂર્ણ રીતે નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદી જ કરશે. તેઓ પરીક્ષાના પેપર મોકલવાથી લઈને પ્રશ્નો લીક થયા ત્યાં સુધીની તમામ વિગતોનો અભ્યાસ કરશે. નિવૃત્ત જજના રિપોર્ટ બાદ આ મામલે નિર્ણય લેવાશે. રિપોર્ટમાં જણાવશે કે જેને પરીક્ષા પહેલા પ્રશ્નો મળી ગયા તે સિવાયના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તો આખી પરીક્ષા પણ ફરીથી લેવાશે. પરીક્ષાના એક કલાક પહેલા પેપર થયુ હતુ લીક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCAના સેમિસ્ટર-4માં 19 તારીખે સવારે 10.30 વાગ્યે પેપર હતું, ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટ્સ વિથ યુનક્સ/લિનક્સ જે લિક થયું હતું. યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,9.30 વાગ્યે જ પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું. 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટીમાઈઝ, 16 તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ C+ આ ટાઈમ ટેબલ પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજેમાં પરીક્ષા લેવાનાર હતી. તેના પણ પેપર લીક થયા હતા. આ સાથે યુવરાજસિંહ પેપર લીક થયાના પુરાવા પણ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓના ગ્રુપમાં ફરતું થયું પેપર : યુવરાજસિંહ જાડેજાયુવરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતુ કે, વોટ્સએપમાં લખાણવાળા જે પ્રશ્નો ફરતા થયા છે, તેને અમે પેપરની સાથે મેચ કર્યા છે. લખાણમાં જે સ્પેલિંગ ભૂલો હતો તે જ પ્રિન્ટ થયેલા પેપરમાં પણ છે. હું એમ નથી કહેતો કે આજનું પેપર લીક થયું. ગત રોજનું જે પેપર હતું તે પણ 9.32 મિનિટે સોશિયલ મીડિયાના વિદ્યાર્થીઓના ગ્રુપમાં શેર કરાયું હતું. અમે આજે વિદ્યાર્થી સંગઠનોને મળ્યા હતા, તેમના દ્વારા જ આ માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની આ માહિતીને અમે સંપૂર્ણ રીતે ક્રોસ વેરિફાઈ કરી છે.

Rajkot News : BCAનું પેપર લીક થવા મામલે નિવૃત્ત જજને તપાસ સોંપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીક થયાનો મામલો
  • સમગ્ર મામલે નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી
  • કમિટીના રિપોર્ટ બાદ ફોજદારી કેસ કરવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં 3 પેપરના 75 માર્ક્સના 15 પ્રશ્ન લીક થવા મામલે નિવૃત્ત જજને તપાસ સોંપી હોવાનું કુલપતિ ડો.નીલાંબરી દવેએ જણાવ્યું હતું.BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં પ્રશ્નો લીક થવા મામલે યુનિવર્સિટીના અધિકારીઓ નિવૃત્ત જજની તપાસમાં સહયોગ અને ડોક્યુમેન્ટ પૂરા પાડશે. તપાસ સંપૂર્ણ રીતે નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદી જ કરશે. તેઓ પરીક્ષાના પેપર મોકલવાથી લઈને પ્રશ્નો લીક થયા ત્યાં સુધીની તમામ વિગતોનો અભ્યાસ કરશે. નિવૃત્ત જજના રિપોર્ટ બાદ આ મામલે નિર્ણય લેવાશે. રિપોર્ટમાં જણાવશે કે જેને પરીક્ષા પહેલા પ્રશ્નો મળી ગયા તે સિવાયના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તો આખી પરીક્ષા પણ ફરીથી લેવાશે.

પરીક્ષાના એક કલાક પહેલા પેપર થયુ હતુ લીક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCAના સેમિસ્ટર-4માં 19 તારીખે સવારે 10.30 વાગ્યે પેપર હતું, ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટ્સ વિથ યુનક્સ/લિનક્સ જે લિક થયું હતું. યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,9.30 વાગ્યે જ પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું. 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટીમાઈઝ, 16 તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ C+ આ ટાઈમ ટેબલ પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજેમાં પરીક્ષા લેવાનાર હતી. તેના પણ પેપર લીક થયા હતા. આ સાથે યુવરાજસિંહ પેપર લીક થયાના પુરાવા પણ રજૂ કર્યા હતા.

વિદ્યાર્થીઓના ગ્રુપમાં ફરતું થયું પેપર : યુવરાજસિંહ જાડેજા

યુવરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતુ કે, વોટ્સએપમાં લખાણવાળા જે પ્રશ્નો ફરતા થયા છે, તેને અમે પેપરની સાથે મેચ કર્યા છે. લખાણમાં જે સ્પેલિંગ ભૂલો હતો તે જ પ્રિન્ટ થયેલા પેપરમાં પણ છે. હું એમ નથી કહેતો કે આજનું પેપર લીક થયું. ગત રોજનું જે પેપર હતું તે પણ 9.32 મિનિટે સોશિયલ મીડિયાના વિદ્યાર્થીઓના ગ્રુપમાં શેર કરાયું હતું. અમે આજે વિદ્યાર્થી સંગઠનોને મળ્યા હતા, તેમના દ્વારા જ આ માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની આ માહિતીને અમે સંપૂર્ણ રીતે ક્રોસ વેરિફાઈ કરી છે.