લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા, આવક સામે માગ વધતા જ વેપારીઓએ ભાવ

સુરત શહેરમાં APMC બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યો 50 રૂપિયા કિલો મળતા લીંબુ 150થી 200 રૂપિયા કિલો થયા ગરમી અને ઉત્પાદન ઓછું થતા ભાવમાં ધરખમ વધારો થયો રાજ્યમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવક સામે માગ વધતા જ વેપારીઓએ ભાવ વધાર્યા છે. જેમાં સુરત શહેરમાં APMC બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. 50 રૂપિયા કિલો મળતા લીંબુ 150થી 200 રૂપિયા કિલો થયા છે. ગરમી અને ઉત્પાદન ઓછું થતા ભાવમાં ધરખમ વધારો થયો છે. તેમજ ગરમીને લઇ સારી ક્વોલિટીના લીંબુ આવી રહ્યા નથી. સુરત AMPCમાં લીંબુ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવે છે સુરત AMPCમાં લીંબુ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવે છે. હજી તો શરૂઆત છે આગામી દિવસોમાં લીંબુનો ભાવ હજી વધશે. ગરમી શરૂ થતાં જ લીંબુંના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે. લીંબુની આવક સામે માગ વધતા જ વેપારીઓએ ભાવ વધાર્યા છે. ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી છે. શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે લીંબુનો બજારમાં ઉપાડ વધતાની સાથે જ લીંબુના ભાવે ડબલ સેન્ચૂરી ફ્ટકારી છે. રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 200 થી 220 રૂપિયા છે. હજુ થોડા સમય પહેલાં જ હોલસેલમાં લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. જ્યારે રિટેઇલમાં રૂ.80 થી 100 કિલો વેચાણ થતા હતા.બીજી તરફ ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી બીજી તરફ ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી છે. જેના લીધ લીલા શાકભાજીના ભાવોમાં રૂ.5 થી 30 સુધીનો હોલસેલમાં ઘટાડો થયો છે. મરચાં હોલસેલમાં રૂ.20, ફુદીનો રૂ.20, કોથમીર 15 કિલો મળી રહી છે. જે રિટેઇલમાં મરચાં રૂ.50, ફુદીનો રૂ.55 , કોથમીર રૂ.50 કિલો વેચાણ કરી રહ્યા છે. રિટેઇલમાં ટામેટાં, દેશી કાકડી, કોબીજ, ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5થી 20 સુધીનો ઘટાડો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે. ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે. કારણ કે, ઉનાળાના પ્રારંભે સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. લીંબુના વેપારીઓનું કહેવું છે કે, હાલ લીંબુના ભાવ વધ્યા છે, કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે.

લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા, આવક સામે માગ વધતા જ વેપારીઓએ ભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત શહેરમાં APMC બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યો
  • 50 રૂપિયા કિલો મળતા લીંબુ 150થી 200 રૂપિયા કિલો થયા
  • ગરમી અને ઉત્પાદન ઓછું થતા ભાવમાં ધરખમ વધારો થયો

રાજ્યમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવક સામે માગ વધતા જ વેપારીઓએ ભાવ વધાર્યા છે. જેમાં સુરત શહેરમાં APMC બજારમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. 50 રૂપિયા કિલો મળતા લીંબુ 150થી 200 રૂપિયા કિલો થયા છે. ગરમી અને ઉત્પાદન ઓછું થતા ભાવમાં ધરખમ વધારો થયો છે. તેમજ ગરમીને લઇ સારી ક્વોલિટીના લીંબુ આવી રહ્યા નથી.

સુરત AMPCમાં લીંબુ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવે છે

સુરત AMPCમાં લીંબુ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવે છે. હજી તો શરૂઆત છે આગામી દિવસોમાં લીંબુનો ભાવ હજી વધશે. ગરમી શરૂ થતાં જ લીંબુંના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે. લીંબુની આવક સામે માગ વધતા જ વેપારીઓએ ભાવ વધાર્યા છે. ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી છે. શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે લીંબુનો બજારમાં ઉપાડ વધતાની સાથે જ લીંબુના ભાવે ડબલ સેન્ચૂરી ફ્ટકારી છે. રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 200 થી 220 રૂપિયા છે. હજુ થોડા સમય પહેલાં જ હોલસેલમાં લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. જ્યારે રિટેઇલમાં રૂ.80 થી 100 કિલો વેચાણ થતા હતા.

બીજી તરફ ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી

બીજી તરફ ઉનાળામાં ગરમી ચાલુ થતા જ લીલા શાકભાજીની આવક વધી છે. જેના લીધ લીલા શાકભાજીના ભાવોમાં રૂ.5 થી 30 સુધીનો હોલસેલમાં ઘટાડો થયો છે. મરચાં હોલસેલમાં રૂ.20, ફુદીનો રૂ.20, કોથમીર 15 કિલો મળી રહી છે. જે રિટેઇલમાં મરચાં રૂ.50, ફુદીનો રૂ.55 , કોથમીર રૂ.50 કિલો વેચાણ કરી રહ્યા છે. રિટેઇલમાં ટામેટાં, દેશી કાકડી, કોબીજ, ભીંડા, ચોળી, ગવાર, પાપડી, રવૈયા સહિતના ભાવોમાં કિલોએ રૂ.5થી 20 સુધીનો ઘટાડો થયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે. ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. લીંબુ શરબત, લીંબુ સોડા વગેરેનો આગ્રહ રાખે છે. પરંતુ આ વર્ષે લીંબુયુક્ત ઠંડા પીણાંનો આગ્રહ મોંઘો પડશે તેમ લાગી રહ્યું છે. કારણ કે, ઉનાળાના પ્રારંભે સ્વાસ્થ્યવર્ધક અને રોજિંદા ઉપયોગી થતા એવા લીંબુના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. લીંબુના વેપારીઓનું કહેવું છે કે, હાલ લીંબુના ભાવ વધ્યા છે, કારણ કે, લીંબુની આવક સામે માગ વધી રહી છે.