Bhavnagar News : ઘોઘા-પીપાવાવ મુંબઈ જળમાર્ગે ફેરી સર્વિસ શરૂ થશે

જળમાર્ગમાં થનારા વિકાસને લઈ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ની વધુ નજીક આવશે ઘોઘા પીપાવાવ મુંબઈ વચ્ચે જળમાર્ગે સાગરમાળા પ્રોજેક્ટ અંતર્ગત ફેરી સર્વિસ શરૂ કરવા હિલચાલ મુંબઈ અને ઘોઘા ખાતે ટર્મિનલ ઉપલબ્ધ હોય જેથી મુંબઈ સુધીની ફેરીનું સર્વેક્ષણ હાથ ધરાયું સડક, રેલ અને હવાઇ માર્ગ પરિવહનનું ભારણ ઘટાડવા અને ભારતને મળેલા 7500 કિ.મી. લાંબા દરિયાકાંઠાનો જળ પરિવહનમાં ઉપયોગ કરવા માટે વ્યાપક સર્વે ચાલી રહ્યા છે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હાલ ભારતનો સૌથી મોટો જળ પરિવહન પ્રોજેક્ટ છે, અને તેની સફળતાથી પ્રેરાઇને તેમજ સૌરાષ્ટ્રના જળમાર્ગે વધુ વિકાસ કરવા માટે તંત્ર દ્વારા પિપાવાવ-મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઘોઘા અને મુંબઇ ખાતે ટર્મિનલ સહિતની સગવડતા ઉપલબ્ધ છે, તેથી ઘોઘા-પિપાવાવ- મુંબઇ રૂટ પણ ચર્ચામાં છે.પીપાવાવ અને મુંબઈનું અંતર 14 કલાક ના બદલે 7 કલાક માં પહોચી શકાશે બીજી તરફ પીપાવાવ ખાતે માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવશે. સૌરાષ્ટ્રના લોકોને વધુ ફાયદો મુસાફરો સહિત સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રને રો-રો થકી એક મોટું બજાર મળ્યું છે. આમ, રો-રો સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થઈ છે. આ ફેરી સેવાથી સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું છે, અને વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા છે. સમય, ઇંધણ અને નાણાની બચત કરનારી આ સેવાએ બે પ્રદેશોને વિકાસના માર્ગે જોડ્યા છે. સુરતના હજીરાથી સવારે 8 અને સાંજે 5 વાગ્યે એમ બે ટ્રીપ શરૂ છે. આ બંને સમય અડાજણ બસ સ્ટેશનથી હજીરા ટર્મિનલ જવા માટે એસ.ટી. બસ સુવિધા પણ ઉપલબ્ધ છે. પોસ્ટ વિભાગને પણ ફાયદો ભારતીય પોસ્ટ દ્વારા સડક અને હવાઈ માર્ગે ટપાલ સેવા પૂરી પાડવામાં આવે છે, પરંતુ દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં 20મી જાન્યુઆરી-2023ના રોજથી દરિયાઈ માર્ગે રોરો ફેરી સેવા દ્વારા ટપાલ સેવા‘તરંગ’નો શુભારંભ કરાયો હતો. આ અગાઉ, સુરતથી અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર ટપાલો પહોંચતી હતી. પરંતુ હવે સુરત રેલ પોસ્ટ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ વિભાગના મેઈલ મોટર સર્વિસ વાહન દ્વારા ટપાલો પહોંચાડવામાં આવી રહી છે, જે રો-રો ફેરી દ્વારા ઘોઘા અને ત્યારબાદ ભાવનગર પહોંચતી કરવામાં આવે છે. રો-રો ફેરીને લઈ જાણવા જેવી વાતો 1 -ગુજરાતના 1,600 કિમી દરિયા કિનારા પર આવેલા ખંભાતના અખાત સાથે જોડાયેલા બે ઔદ્યોગિક નગરો - ભાવનગર અને દહેજને જોડતો પ્રોજેક્ટ છે. 2 -દહેજ-ઘોઘા રો-રો ફેરીને કારણે રોડ દ્વારા 360 કિલોમીટર-આઠ કલાકની મુસાફરી 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાશે. 3 -આ ફેરી સર્વિસમાં મુસાફર દીઠ ટિકિટનો દર 600 રૂપિયા રાખવામાં આવ્યો છે. 4 -બે ફેરી સેવાઓ-એમ.વી. જય સોફિયા 300 મુસાફરોને બે કલાકમાં અને આઇલેન્ડ જેડ 239 પેસેન્જર્સને 1 કલાક 30 મિનિટમાં એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકે છે. 5 -ફેઝ-2માં ફેરીમાં 70-80 વાહનો, 100 જેટલી કાર, 500 મુસાફરોને એકસાથે લઈ જઈ શકાશે. 6 -હાલ માત્ર ફેઝ-1 કાર્યરત થયો છે જેમાં માત્ર મુસાફરોને લઈ જઈ શકાશે. 7 -ફેઝ-2 શરૂ થતા હજી અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે. 8 -દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25મી જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. 9 -આ પ્રકલ્પના શરૂઆતી રોકાણનો આંકડો અંદાજે 296 કરોડ રૂપિયાની આસપાસ હતો જે આજે અંદાજે 500 કરોડ રૂપિયા વટાવી ચૂક્યો છે. 10 - યુ.કે.ના ડોવર પોર્ટ પરથી યુ.કે. અને ફ્રાન્સ વચ્ચે ચાલતી ફેરી સર્વિસને અનુસરીને આ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે.

Bhavnagar News : ઘોઘા-પીપાવાવ મુંબઈ જળમાર્ગે ફેરી સર્વિસ શરૂ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જળમાર્ગમાં થનારા વિકાસને લઈ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ની વધુ નજીક આવશે
  • ઘોઘા પીપાવાવ મુંબઈ વચ્ચે જળમાર્ગે સાગરમાળા પ્રોજેક્ટ અંતર્ગત ફેરી સર્વિસ શરૂ કરવા હિલચાલ
  • મુંબઈ અને ઘોઘા ખાતે ટર્મિનલ ઉપલબ્ધ હોય જેથી મુંબઈ સુધીની ફેરીનું સર્વેક્ષણ હાથ ધરાયું

સડક, રેલ અને હવાઇ માર્ગ પરિવહનનું ભારણ ઘટાડવા અને ભારતને મળેલા 7500 કિ.મી. લાંબા દરિયાકાંઠાનો જળ પરિવહનમાં ઉપયોગ કરવા માટે વ્યાપક સર્વે ચાલી રહ્યા છે. ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ હાલ ભારતનો સૌથી મોટો જળ પરિવહન પ્રોજેક્ટ છે, અને તેની સફળતાથી પ્રેરાઇને તેમજ સૌરાષ્ટ્રના જળમાર્ગે વધુ વિકાસ કરવા માટે તંત્ર દ્વારા પિપાવાવ-મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઘોઘા અને મુંબઇ ખાતે ટર્મિનલ સહિતની સગવડતા ઉપલબ્ધ છે, તેથી ઘોઘા-પિપાવાવ- મુંબઇ રૂટ પણ ચર્ચામાં છે.પીપાવાવ અને મુંબઈનું અંતર 14 કલાક ના બદલે 7 કલાક માં પહોચી શકાશે બીજી તરફ પીપાવાવ ખાતે માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવશે.

સૌરાષ્ટ્રના લોકોને વધુ ફાયદો

મુસાફરો સહિત સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રને રો-રો થકી એક મોટું બજાર મળ્યું છે. આમ, રો-રો સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ધિની ચાવી સાબિત થઈ છે. આ ફેરી સેવાથી સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું છે, અને વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા છે. સમય, ઇંધણ અને નાણાની બચત કરનારી આ સેવાએ બે પ્રદેશોને વિકાસના માર્ગે જોડ્યા છે. સુરતના હજીરાથી સવારે 8 અને સાંજે 5 વાગ્યે એમ બે ટ્રીપ શરૂ છે. આ બંને સમય અડાજણ બસ સ્ટેશનથી હજીરા ટર્મિનલ જવા માટે એસ.ટી. બસ સુવિધા પણ ઉપલબ્ધ છે.

પોસ્ટ વિભાગને પણ ફાયદો

ભારતીય પોસ્ટ દ્વારા સડક અને હવાઈ માર્ગે ટપાલ સેવા પૂરી પાડવામાં આવે છે, પરંતુ દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં 20મી જાન્યુઆરી-2023ના રોજથી દરિયાઈ માર્ગે રોરો ફેરી સેવા દ્વારા ટપાલ સેવા‘તરંગ’નો શુભારંભ કરાયો હતો. આ અગાઉ, સુરતથી અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર ટપાલો પહોંચતી હતી. પરંતુ હવે સુરત રેલ પોસ્ટ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ વિભાગના મેઈલ મોટર સર્વિસ વાહન દ્વારા ટપાલો પહોંચાડવામાં આવી રહી છે, જે રો-રો ફેરી દ્વારા ઘોઘા અને ત્યારબાદ ભાવનગર પહોંચતી કરવામાં આવે છે.

રો-રો ફેરીને લઈ જાણવા જેવી વાતો

1 -ગુજરાતના 1,600 કિમી દરિયા કિનારા પર આવેલા ખંભાતના અખાત સાથે જોડાયેલા બે ઔદ્યોગિક નગરો - ભાવનગર અને દહેજને જોડતો પ્રોજેક્ટ છે.

2 -દહેજ-ઘોઘા રો-રો ફેરીને કારણે રોડ દ્વારા 360 કિલોમીટર-આઠ કલાકની મુસાફરી 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાશે.

3 -આ ફેરી સર્વિસમાં મુસાફર દીઠ ટિકિટનો દર 600 રૂપિયા રાખવામાં આવ્યો છે.

4 -બે ફેરી સેવાઓ-એમ.વી. જય સોફિયા 300 મુસાફરોને બે કલાકમાં અને આઇલેન્ડ જેડ 239 પેસેન્જર્સને 1 કલાક 30 મિનિટમાં એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકે છે.

5 -ફેઝ-2માં ફેરીમાં 70-80 વાહનો, 100 જેટલી કાર, 500 મુસાફરોને એકસાથે લઈ જઈ શકાશે.

6 -હાલ માત્ર ફેઝ-1 કાર્યરત થયો છે જેમાં માત્ર મુસાફરોને લઈ જઈ શકાશે.

7 -ફેઝ-2 શરૂ થતા હજી અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે.

8 -દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25મી જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

9 -આ પ્રકલ્પના શરૂઆતી રોકાણનો આંકડો અંદાજે 296 કરોડ રૂપિયાની આસપાસ હતો જે આજે અંદાજે 500 કરોડ રૂપિયા વટાવી ચૂક્યો છે.

10 - યુ.કે.ના ડોવર પોર્ટ પરથી યુ.કે. અને ફ્રાન્સ વચ્ચે ચાલતી ફેરી સર્વિસને અનુસરીને આ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે.