Porbandar News: મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરમાં જ ફાયર સેફટીનો અભાવ

કીર્તિમંદિરની રોજના 2500થી વધુ પ્રવાસીઓ કરે છે મુલાકાતકિર્તીમંદિરની સુરક્ષા પણ માત્ર 5 કટાયેલા બાટલાના સહારે સ્મારકમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ એક જ સાંકડો રસ્તો પોરબંદર ખાતે આવેલ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે ફાયર સેફટીની કોઈ જ સુવિધા નથી. જયારે તે જ સંકુલમાં આવેલ કિર્તીમંદિરની ઈમારત પણ માત્ર 5 કટાયેલા બાટલાના સહારે છે. ત્યારે, હરિ ન કરેને અહી આગનો બનાવ બને તો મોટી જાનહાની થવાની ભિતિ પણ સેવાઈ રહી છે. આથી અહી ફાયર સેફટીની પુરતી સુવિધાઓ આપવા માંગ ઉઠી છે. રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજય સરકારે તમામ જીલ્લાઓમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફટી સહિતની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. જેના પગલે પોરબંદરમાં પણ તંત્ર દ્વારા છેલ્લા 4 દિવસથી બહુમાળી ઈમારતો, શોપિંગ મોલ, ટ્યુશન કલાસીસ, વગેરેમાં ચેકિંગ હાથ ધરાયું છે. તો સાથે સાથે, દરરોજ ફાયર સેફટીનો અભાવ હોય તેવી અનેક ઈમારત સીલ પણ કરવામાં આવી રહી છે. પરંતુ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જ્યાં જન્મ થયો હતો તે ઘર ખાતે ફાયર સેફટીની કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી. હાલ વેકેશન હોવાથી દરરોજ દેશ-વિદેશના 2500 થી વધુ પ્રવાસીઓ અહીંની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે, જો અહી આગનો બનાવ બને તો ફાયર સેફટી અંગે કોઈ વ્યવસ્થા ન હોવાથી મોટી જાનહાનીની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, જૂના જમાનાના કલાત્મક લાકડાની કોતરણીવાળા આ મકાનમાં આગ લાગે તો થોડા સમયમાં જ સમગ્ર ઈમારત સળગીને ખાખ થઇ સકે તેમ છે. બીજી તરફ, આ ઐતિહાસિક ઈમારતમાં એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝીટ પોઈન્ટ એક જ છે. આથી આગ લાગે તો અફરાતફરીનો માહોલ ઉભો થાય તેમ છે અને પ્રવાસીઓના જીવનું પણ જોખમ સર્જાય તેમ છે. આથી તંત્ર એ અહી ફાયર સેફટીને લઈને ગંભીર થવાની જરૂરી છે. કિર્તીમંદિરની ઈમારત માત્ર 5 કટાયેલા બાટલાના સહારે ગાંધીજીના ઘરની બાજુમાં જ તેમની સ્મૃતિમાં નિર્માણ કરાયેલ કિર્તીમંદિરમાં પણ ફાયર સેફટી માટે માત્ર 5 બાટલા જ છે. જે સમગ્ર ઈમારતની ફાયર સેફટી માટે અપૂરતા છે અને આ 5 બાટલામાં પણ રીફીલની કોઈ તારીખ નજરે ચડતી ન હતી. ઉપરાંત કટાઈ ગયેલા અને ઝાળા બાઝી ગયેલ હાલતમાં બાટલા જોવા મળ્યા છે. આમ બન્ને સ્થળોએ ફાયર સેફટી જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાથી કોઇપણ દુર્ઘટના બને તો જાનહાનીની ભીતિ સેવાઈ રહી છે. સાંકડા માર્ગ પર ફાયર ફાઈટર પહોંચાડવું પણ મુશ્કેલ કિર્તીમંદિર જ્યાં આવેલું છે તે વિસ્તાર અતિ ગીચ છે અને અહી સાંકડા રસ્તા હોવાથી અને મોટા વાહનોની અવરજવરના કારણે દિવસમાં અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે કોઈ આગની ઘટના બને તો આ માર્ગ પર ફાયર ફાઈટરને પણ કિર્તીમંદિર સુધી પહોંચાડવું મુશ્કેલ બને તેમ છે અને ફાયર ફાઈટર પહોંચે ત્યાં સુધી આગ વકરી જાય તેવી સ્થિતિ છે. આથી તંત્રએ અહી ફાયર સેફટીની પુરતી સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી બની છે.

Porbandar News: મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરમાં જ ફાયર સેફટીનો અભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કીર્તિમંદિરની રોજના 2500થી વધુ પ્રવાસીઓ કરે છે મુલાકાત
  • કિર્તીમંદિરની સુરક્ષા પણ માત્ર 5 કટાયેલા બાટલાના સહારે
  • સ્મારકમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ એક જ સાંકડો રસ્તો

પોરબંદર ખાતે આવેલ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે ફાયર સેફટીની કોઈ જ સુવિધા નથી. જયારે તે જ સંકુલમાં આવેલ કિર્તીમંદિરની ઈમારત પણ માત્ર 5 કટાયેલા બાટલાના સહારે છે. ત્યારે, હરિ ન કરેને અહી આગનો બનાવ બને તો મોટી જાનહાની થવાની ભિતિ પણ સેવાઈ રહી છે. આથી અહી ફાયર સેફટીની પુરતી સુવિધાઓ આપવા માંગ ઉઠી છે. 


રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજય સરકારે તમામ જીલ્લાઓમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફટી સહિતની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. જેના પગલે પોરબંદરમાં પણ તંત્ર દ્વારા છેલ્લા 4 દિવસથી બહુમાળી ઈમારતો, શોપિંગ મોલ, ટ્યુશન કલાસીસ, વગેરેમાં ચેકિંગ હાથ ધરાયું છે. તો સાથે સાથે, દરરોજ ફાયર સેફટીનો અભાવ હોય તેવી અનેક ઈમારત સીલ પણ કરવામાં આવી રહી છે. પરંતુ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જ્યાં જન્મ થયો હતો તે ઘર ખાતે ફાયર સેફટીની કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી.


હાલ વેકેશન હોવાથી દરરોજ દેશ-વિદેશના 2500 થી વધુ પ્રવાસીઓ અહીંની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે, જો અહી આગનો બનાવ બને તો ફાયર સેફટી અંગે કોઈ વ્યવસ્થા ન હોવાથી મોટી જાનહાનીની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, જૂના જમાનાના કલાત્મક લાકડાની કોતરણીવાળા આ મકાનમાં આગ લાગે તો થોડા સમયમાં જ સમગ્ર ઈમારત સળગીને ખાખ થઇ સકે તેમ છે. બીજી તરફ, આ ઐતિહાસિક ઈમારતમાં એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝીટ પોઈન્ટ એક જ છે. આથી આગ લાગે તો અફરાતફરીનો માહોલ ઉભો થાય તેમ છે અને પ્રવાસીઓના જીવનું પણ જોખમ સર્જાય તેમ છે. આથી તંત્ર એ અહી ફાયર સેફટીને લઈને ગંભીર થવાની જરૂરી છે.


કિર્તીમંદિરની ઈમારત માત્ર 5 કટાયેલા બાટલાના સહારે

ગાંધીજીના ઘરની બાજુમાં જ તેમની સ્મૃતિમાં નિર્માણ કરાયેલ કિર્તીમંદિરમાં પણ ફાયર સેફટી માટે માત્ર 5 બાટલા જ છે. જે સમગ્ર ઈમારતની ફાયર સેફટી માટે અપૂરતા છે અને આ 5 બાટલામાં પણ રીફીલની કોઈ તારીખ નજરે ચડતી ન હતી. ઉપરાંત કટાઈ ગયેલા અને ઝાળા બાઝી ગયેલ હાલતમાં બાટલા જોવા મળ્યા છે. આમ બન્ને સ્થળોએ ફાયર સેફટી જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાથી કોઇપણ દુર્ઘટના બને તો જાનહાનીની ભીતિ સેવાઈ રહી છે.


સાંકડા માર્ગ પર ફાયર ફાઈટર પહોંચાડવું પણ મુશ્કેલ

કિર્તીમંદિર જ્યાં આવેલું છે તે વિસ્તાર અતિ ગીચ છે અને અહી સાંકડા રસ્તા હોવાથી અને મોટા વાહનોની અવરજવરના કારણે દિવસમાં અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે કોઈ આગની ઘટના બને તો આ માર્ગ પર ફાયર ફાઈટરને પણ કિર્તીમંદિર સુધી પહોંચાડવું મુશ્કેલ બને તેમ છે અને ફાયર ફાઈટર પહોંચે ત્યાં સુધી આગ વકરી જાય તેવી સ્થિતિ છે. આથી તંત્રએ અહી ફાયર સેફટીની પુરતી સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી બની છે.