Gujarat News: રૂપાલા ફોર્મ પાછુ નહીં ખેંચે તો પાર્ટ-2 શરૂ થશે:પી.ટી.જાડેજા

ગઈકાલે સરકાર સાથે અમારી બેઠક યોજાઇ હતી: પી.ટી.જાડેજા અમને કહ્યું 3 વખત માફી માગી છે તો તમે માફ ન કરી શકો અમે અમારી માંગને લઈને અડગ છીએ રાજકોટમાં ગઈકાલે ક્ષત્રીય સમાજની અમદાવાદમાં મળેલી બેઠક મુદ્દે પીટી જાડેજાએ મહત્ત્વનું નિવેદન આપ્યુ છે. જેમાં ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ જણાવ્યું છે કે ગઈકાલે સરકાર સાથે અમારી બેઠક યોજાઇ હતી. અમને એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ વખત માફી માગી છે તો તમે માફ ન કરી શકો. જેમાં અમે અમારી માંગને લઈને અડગ છીએ. સમાજ જે કહે તે અમે કરીશું. જો 19 તારીખે ફોર્મ નહિ ખેંચાયતો 20 તારીખથી પાર્ટ ટુ શરૂ થશે સમાજની એક જ માગ છે માફી નહિ. જો 19 તારીખે ફોર્મ નહિ ખેંચાયતો 20 તારીખથી પાર્ટ ટુ શરૂ થશે. અમદાવાદ ગોતા ખાતે પહેલા મીટીંગ કરશે પછી પાર્ટ ટુ શરૂ થશે. તેમજ પદ્મિનીબાના આક્ષેપને નકાર્યા હતા. તથા ગીતાબાના આક્ષેપ અંગે કહ્યું કે જો અમે સરકાર સાથે મળેલા હોત તો અમે કાલે જ સમાધાન કરી લીધું હોત. પી.ટી.જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ક્ષત્રિયોનો ગુણધર્મ છે, જયપુરમાં એક વર્ષ પહેલાં 9 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા અને એક પોલીસનો બંદોબસ્ત નહોતો માગ્યો. અહીં પણ પાંચ લાખની મેદની હતી છતાં નાનો એવો બનાવ બન્યો નથી. ટ્રાફિક જામ હતો છતાં રસ્તામાં કોઈ ઉશ્કેરાટ જોવા મળ્યો નહોતો. કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ લોકો પહોંચી શક્યા નહોતો. લોકો સ્વયંભૂ આવ્યા હતા. લોકો ફૂડ પેકેટ લઈને આવ્યા હતા. બધાની એક જ વાત હતી કે જોજો વિશ્વાસઘાત ન થાય. સરકારે કહ્યું કે, સમાધાન છે અને બે ત્રણવાર માફી માગી છે તો તમે માફ ના કરી શકો? તેમણે આગળ જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે સરકાર સાથે બેઠક થઈ હતી. જેમાં સરકારે કહ્યું કે, સમાધાન છે અને બે ત્રણવાર માફી માગી છે તો તમે માફ ના કરી શકો? સમાજનું સંમેલન બોલાવો અને તેમાં માફી માગી લે. પરંતુ અમે સમાજ સાથે ગદ્દારી ન કરી શકીએ. સંકલન સમિતિએ સરકારને એક જ વાત કરી કે ઉમેદવારી રદ કરો. સરકારે ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવ્યા બાદમાં સરકારના મંત્રીઓ પણ મળ્યા હતા. સમાજમાં સ્વયંભૂ ઉશ્કેરાટ છે, સમાજ મારો ભગવાન છે, હું મહાદેવના સોગંધ ખાઈને કહું છું કે હું ગદ્દારી કરીશ નહીં. 75 લાખ ક્ષત્રિયોએ અમારા પર ભરોસો મૂક્યો છે. જેનો બાપ એક તેની વાત એક, વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી.

Gujarat News: રૂપાલા ફોર્મ પાછુ નહીં ખેંચે તો પાર્ટ-2 શરૂ થશે:પી.ટી.જાડેજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગઈકાલે સરકાર સાથે અમારી બેઠક યોજાઇ હતી: પી.ટી.જાડેજા
  • અમને કહ્યું 3 વખત માફી માગી છે તો તમે માફ ન કરી શકો
  • અમે અમારી માંગને લઈને અડગ છીએ

રાજકોટમાં ગઈકાલે ક્ષત્રીય સમાજની અમદાવાદમાં મળેલી બેઠક મુદ્દે પીટી જાડેજાએ મહત્ત્વનું નિવેદન આપ્યુ છે. જેમાં ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ જણાવ્યું છે કે ગઈકાલે સરકાર સાથે અમારી બેઠક યોજાઇ હતી. અમને એવું કહેવામાં આવ્યું હતું કે ત્રણ વખત માફી માગી છે તો તમે માફ ન કરી શકો. જેમાં અમે અમારી માંગને લઈને અડગ છીએ. સમાજ જે કહે તે અમે કરીશું.

જો 19 તારીખે ફોર્મ નહિ ખેંચાયતો 20 તારીખથી પાર્ટ ટુ શરૂ થશે

સમાજની એક જ માગ છે માફી નહિ. જો 19 તારીખે ફોર્મ નહિ ખેંચાયતો 20 તારીખથી પાર્ટ ટુ શરૂ થશે. અમદાવાદ ગોતા ખાતે પહેલા મીટીંગ કરશે પછી પાર્ટ ટુ શરૂ થશે. તેમજ પદ્મિનીબાના આક્ષેપને નકાર્યા હતા. તથા ગીતાબાના આક્ષેપ અંગે કહ્યું કે જો અમે સરકાર સાથે મળેલા હોત તો અમે કાલે જ સમાધાન કરી લીધું હોત. પી.ટી.જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ક્ષત્રિયોનો ગુણધર્મ છે, જયપુરમાં એક વર્ષ પહેલાં 9 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા અને એક પોલીસનો બંદોબસ્ત નહોતો માગ્યો. અહીં પણ પાંચ લાખની મેદની હતી છતાં નાનો એવો બનાવ બન્યો નથી. ટ્રાફિક જામ હતો છતાં રસ્તામાં કોઈ ઉશ્કેરાટ જોવા મળ્યો નહોતો. કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ લોકો પહોંચી શક્યા નહોતો. લોકો સ્વયંભૂ આવ્યા હતા. લોકો ફૂડ પેકેટ લઈને આવ્યા હતા. બધાની એક જ વાત હતી કે જોજો વિશ્વાસઘાત ન થાય.

સરકારે કહ્યું કે, સમાધાન છે અને બે ત્રણવાર માફી માગી છે તો તમે માફ ના કરી શકો?

તેમણે આગળ જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે સરકાર સાથે બેઠક થઈ હતી. જેમાં સરકારે કહ્યું કે, સમાધાન છે અને બે ત્રણવાર માફી માગી છે તો તમે માફ ના કરી શકો? સમાજનું સંમેલન બોલાવો અને તેમાં માફી માગી લે. પરંતુ અમે સમાજ સાથે ગદ્દારી ન કરી શકીએ. સંકલન સમિતિએ સરકારને એક જ વાત કરી કે ઉમેદવારી રદ કરો. સરકારે ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવ્યા બાદમાં સરકારના મંત્રીઓ પણ મળ્યા હતા. સમાજમાં સ્વયંભૂ ઉશ્કેરાટ છે, સમાજ મારો ભગવાન છે, હું મહાદેવના સોગંધ ખાઈને કહું છું કે હું ગદ્દારી કરીશ નહીં. 75 લાખ ક્ષત્રિયોએ અમારા પર ભરોસો મૂક્યો છે. જેનો બાપ એક તેની વાત એક, વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી.