Junagadh News: સતાધારના મહંત વિજય બાપુનો એસટી બસ ચલાવતો વિડીયો થયો વાયરલ

સૂર્યનગરી લખેલી એસટી બસ ચલાવીડ્રાઇવરની સીટ ઉપર બેસીને ગાડી ચલાવી એસ.ટી બસ માત્ર ડ્રાઇવર ચલાવી શકે છે વાહન ચલાવવું એક જવાબદારીનું કામ છે તેમાં પણ જો વાહન સરકારી મુસાફરીનું હોય તો જવાબદારી બમણી થઈ જાય છે. એમાં પણ જો એસટી બસની વાત હોય તો એસટી બસ માત્ર અને માત્ર એસટી બસનો જવાબદાર ડ્રાયવર જ ચલાવી શકે છે. ત્યારે સતાધારના મહંત વિજય બાપુના એક વિડીયોથી નવો વિવાદ શરૂ થયો છે. સામાન્ય રીતે ગુજરાતની એસટી બસો માત્ર અને માત્ર એસટી બસનો ડ્રાયવર જ ચલાવી શકે છે. પરંતુ જુનાગઢથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડીયો સતાધારના મહંત વિજય બાપુનો છે અને તેઓ બસ ચલાવી રહ્યા છે. તેઓ જે બસ ચલાવી રહ્યા છે તે ગુજરાત એસટીની પેસેન્જર બસ છે. ત્યારે, સવાલ એ થાય છે કે જો સરકારી વાહન ચલાવવા માટેના ચુસ્ત નિયમો હોવા છતાં મહંતને બસ હંકારવાનો અધિકાર કોણે આપ્યો. જાણવા મળી રહ્યું છે કે મહંત વિજય બાપુ ડ્રાયવર સીટ પર બેસીને જે બસ ચલાવી હતી તે બસ મહેસાણા ડિવિઝનની બસ હોવાનું બહાર આવ્યું છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં સતાધારના મહંત વિજય બાપુ સૂર્યનગરી લખેલી એસટી બસમાં ડ્રાઇવરની સીટ ઉપર બેસીને સતાધારના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી બસને રિવર્સમાં લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે સરકારી ગાડી ચલાવનાર મહંત વિજય બાપુ ઉપર કાર્યવાહી થશે? અને જો કાર્યવાહી થાય છે તો શું કાર્યવાહી કરવામાં આવશે?

Junagadh News: સતાધારના મહંત વિજય બાપુનો એસટી બસ ચલાવતો વિડીયો થયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૂર્યનગરી લખેલી એસટી બસ ચલાવી
  • ડ્રાઇવરની સીટ ઉપર બેસીને ગાડી ચલાવી
  • એસ.ટી બસ માત્ર ડ્રાઇવર ચલાવી શકે છે

વાહન ચલાવવું એક જવાબદારીનું કામ છે તેમાં પણ જો વાહન સરકારી મુસાફરીનું હોય તો જવાબદારી બમણી થઈ જાય છે. એમાં પણ જો એસટી બસની વાત હોય તો એસટી બસ માત્ર અને માત્ર એસટી બસનો જવાબદાર ડ્રાયવર જ ચલાવી શકે છે. ત્યારે સતાધારના મહંત વિજય બાપુના એક વિડીયોથી નવો વિવાદ શરૂ થયો છે.

સામાન્ય રીતે ગુજરાતની એસટી બસો માત્ર અને માત્ર એસટી બસનો ડ્રાયવર જ ચલાવી શકે છે. પરંતુ જુનાગઢથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડીયો સતાધારના મહંત વિજય બાપુનો છે અને તેઓ બસ ચલાવી રહ્યા છે. તેઓ જે બસ ચલાવી રહ્યા છે તે ગુજરાત એસટીની પેસેન્જર બસ છે. ત્યારે, સવાલ એ થાય છે કે જો સરકારી વાહન ચલાવવા માટેના ચુસ્ત નિયમો હોવા છતાં મહંતને બસ હંકારવાનો અધિકાર કોણે આપ્યો. જાણવા મળી રહ્યું છે કે મહંત વિજય બાપુ ડ્રાયવર સીટ પર બેસીને જે બસ ચલાવી હતી તે બસ મહેસાણા ડિવિઝનની બસ હોવાનું બહાર આવ્યું છે.

વાયરલ થઈ રહેલા વિડીયોમાં સતાધારના મહંત વિજય બાપુ સૂર્યનગરી લખેલી એસટી બસમાં ડ્રાઇવરની સીટ ઉપર બેસીને સતાધારના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી બસને રિવર્સમાં લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે સરકારી ગાડી ચલાવનાર મહંત વિજય બાપુ ઉપર કાર્યવાહી થશે? અને જો કાર્યવાહી થાય છે તો શું કાર્યવાહી કરવામાં આવશે?