Surendranagar: લીંબડી હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં જમવામાં મૃત ગરોળી મળવા મુદ્દે આવેદન

ભોજનમાં મૃત ગરોળીના બનાવને હળવાશથી ન લેશો : ABVPઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટ્રસ્ટીને રજૂઆત કરાઈ  હોસ્પિટલની કેન્ટીનમાં ભોજનની અંદર મૃત ગરોળી મળી આવી હતીલીંબડીની હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલની કેન્ટીનમાં ભોજનની અંદર મૃત ગરોળી મળી આવી હતી. આ બનાવને કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓની શરારત માની મુદ્દાને ગંભીરતાથી લીધો ન હતો. ત્યારે એબીવીપી દ્વારા આ બનાવની હળવાશથી ન લેવા કોલેજના ટ્રસ્ટીને આવેદનપત્ર આપ્યુ હતુ. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લીંબડીની હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલની કેન્ટીનના ભોજનમાં મૃત ગરોળી મળી આવી હતી. હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ભોજનમાં મૃત ગરોળી મળી આવવાના બનાવને પગલે મામલતદાર સહિતની ટીમ તુરત જ સ્થળ પર દોડી ગઈ હતી અને કડક સુચના અપાઈ હતી. બીજી તરફ કોલેજ પ્રશાસન આ વિદ્યાર્થીઓની શરારત માની બનાવને ગંભીરતાથી લેતી નથી. ત્યારે અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા કોલેજના ટ્રસ્ટીને આ બાબતે આવેદન પત્ર અપાયુ હતુ. જેમાં આ બનાવ વિદ્યાર્થીઓના માથે નાંખીને કોલેજ છટકવાની બારી શોધતી હોવાનું જણાવી આ બાબતને શરમજનક ગણાવી હતી. અને આ બાબતને ગંભીરતાથી લેવાનું કહી ભવિષ્યમાં આવા બનાવ ધ્યાને આવશે તો આંદોલનની ચીમકી અપાઈ હતી.

Surendranagar: લીંબડી હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં જમવામાં મૃત ગરોળી મળવા મુદ્દે આવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભોજનમાં મૃત ગરોળીના બનાવને હળવાશથી ન લેશો : ABVP
  • અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ટ્રસ્ટીને રજૂઆત કરાઈ
  •  હોસ્પિટલની કેન્ટીનમાં ભોજનની અંદર મૃત ગરોળી મળી આવી હતી

લીંબડીની હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલની કેન્ટીનમાં ભોજનની અંદર મૃત ગરોળી મળી આવી હતી. આ બનાવને કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓની શરારત માની મુદ્દાને ગંભીરતાથી લીધો ન હતો. ત્યારે એબીવીપી દ્વારા આ બનાવની હળવાશથી ન લેવા કોલેજના ટ્રસ્ટીને આવેદનપત્ર આપ્યુ હતુ.

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લીંબડીની હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલની કેન્ટીનના ભોજનમાં મૃત ગરોળી મળી આવી હતી. હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ભોજનમાં મૃત ગરોળી મળી આવવાના બનાવને પગલે મામલતદાર સહિતની ટીમ તુરત જ સ્થળ પર દોડી ગઈ હતી અને કડક સુચના અપાઈ હતી. બીજી તરફ કોલેજ પ્રશાસન આ વિદ્યાર્થીઓની શરારત માની બનાવને ગંભીરતાથી લેતી નથી. ત્યારે અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા કોલેજના ટ્રસ્ટીને આ બાબતે આવેદન પત્ર અપાયુ હતુ. જેમાં આ બનાવ વિદ્યાર્થીઓના માથે નાંખીને કોલેજ છટકવાની બારી શોધતી હોવાનું જણાવી આ બાબતને શરમજનક ગણાવી હતી. અને આ બાબતને ગંભીરતાથી લેવાનું કહી ભવિષ્યમાં આવા બનાવ ધ્યાને આવશે તો આંદોલનની ચીમકી અપાઈ હતી.