Nasvadi: ઘોડીસીમેલ ગામે 200 એકર જમીનમાં વરસાદી પાણી ઘૂસતા પાકને નુકસાન

સરકાર ખેડૂતોને સહાય ચુકવે તેવી ઉઠેલી માગતાલુકામાં એક સામટો 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં ખેડૂતોની દયનીય હાલત  ખેડૂતો બિયારણને ખેતરમાં ઓરીને વરસાદ પડે તેની રાહ જોઈને બેઠા હતા નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામે 200 એકર જમીનમાં વરસાદી પાણી ઘુસી જતા ખેડૂતોઓનો પાક થયો નષ્ટ, ખેતરો ફેરવ્યા બેટમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા ખેડૂતો સરકાર પાસે સહાયની કરી માંગ ઉઠી છે. નસવાડી તાલુકાના ઘોડીસિમેલ ગામે 22 લાખ રૂપિયા નો ખર્ચ વરસાદી કાસ બનાવવા માટે મનરેગા યોજનામાં કામગીરી કરવામાં આવેલ હતી રોડની બંને સાઈડ એક કિલોમીટર વિસ્તારમાં વરસાદી કાસ બનાવવામાં આવી હતી પરંતુ 6 ઈંચ થી વધુ વરસાદ એક સાથે પડતા વરસાદી કાસ ભરાઈ જતા આગળ પાણીનો નિકાલ ના થતા આસપાસમાં આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા 200 એકર ખેતીને ભારે નુકશાન થયું છે ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલ કપાસ ,દિવેલા,અને ડાંગર નો પાક મોટા પાયે નષ્ટ થઇ ગયેલ છે હાલ ખેતરો માં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે જેના કારણે મોંઘુ બિયારણ અને મજૂરી માથે પડી છે આ ખેડૂતો બિયારણને ખેતરમાં ઓરીને વરસાદ પડે તેની રાહ જોઈને બેઠા હતા. બુધવારે ભારે વરસાદ પડતા ખેતરમાં બિયારણ ઉંગવાની જગ્યાએ આખું આખું ખેતર પાણીમાં ગરકાવ થઇ જતાખેડૂતોને આર્થિક નુકશાન થયું છે જેથી ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે જેને લઇ ખેતરમાં થયેલ નુકશાન નું સર્વે કરાવી સરકાર આ ખેડૂતોને વળતર આપે તેવી માંગ ઉઠી છે.

Nasvadi: ઘોડીસીમેલ ગામે 200 એકર જમીનમાં વરસાદી પાણી ઘૂસતા પાકને નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકાર ખેડૂતોને સહાય ચુકવે તેવી ઉઠેલી માગ
  • તાલુકામાં એક સામટો 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં ખેડૂતોની દયનીય હાલત
  •  ખેડૂતો બિયારણને ખેતરમાં ઓરીને વરસાદ પડે તેની રાહ જોઈને બેઠા હતા

નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામે 200 એકર જમીનમાં વરસાદી પાણી ઘુસી જતા ખેડૂતોઓનો પાક થયો નષ્ટ, ખેતરો ફેરવ્યા બેટમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા ખેડૂતો સરકાર પાસે સહાયની કરી માંગ ઉઠી છે.

નસવાડી તાલુકાના ઘોડીસિમેલ ગામે 22 લાખ રૂપિયા નો ખર્ચ વરસાદી કાસ બનાવવા માટે મનરેગા યોજનામાં કામગીરી કરવામાં આવેલ હતી રોડની બંને સાઈડ એક કિલોમીટર વિસ્તારમાં વરસાદી કાસ બનાવવામાં આવી હતી પરંતુ 6 ઈંચ થી વધુ વરસાદ એક સાથે પડતા વરસાદી કાસ ભરાઈ જતા આગળ પાણીનો નિકાલ ના થતા આસપાસમાં આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા 200 એકર ખેતીને ભારે નુકશાન થયું છે ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલ કપાસ ,દિવેલા,અને ડાંગર નો પાક મોટા પાયે નષ્ટ થઇ ગયેલ છે હાલ ખેતરો માં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે જેના કારણે મોંઘુ બિયારણ અને મજૂરી માથે પડી છે આ ખેડૂતો બિયારણને ખેતરમાં ઓરીને વરસાદ પડે તેની રાહ જોઈને બેઠા હતા. બુધવારે ભારે વરસાદ પડતા ખેતરમાં બિયારણ ઉંગવાની જગ્યાએ આખું આખું ખેતર પાણીમાં ગરકાવ થઇ જતાખેડૂતોને આર્થિક નુકશાન થયું છે જેથી ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે જેને લઇ ખેતરમાં થયેલ નુકશાન નું સર્વે કરાવી સરકાર આ ખેડૂતોને વળતર આપે તેવી માંગ ઉઠી છે.