Junagadhમાં ધોધમાર વરસાદ, જાણો કયા ગામોને કરાયા એલર્ટ

નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી કોઝવે પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પર પ્રતિબંધ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના જૂનાગઢમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તેમાં સુખ્પુર, આનંદપુર, નાગલપુર ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે. તેમજ જુનાગઢ જિલ્લાના 12 ડેમોની સ્થિતિ જોઇએ તો બાટવાનો ખારોડેમ ઓવરફ્લો થયો છે તથા એક દરવાજો ખોલાયો છે. ઓજત બે ડેમના ચાર દરવાજા ખોલાયા છે. ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે. તેમજ ઓજત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા છે. સાવલી ડેમ નવ દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. તેમજ અંબર જે ડેમનો એક દરવાજો ખોલાયો છે. આણંદપુર ડેમ વીયર, ઉબેણ વિયર કેરાળ, ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પર પ્રતિબંધ મઘરડી ડેમ, શેરડી ડેમ તથા મધુવંતી ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ઓસા, ફુલરામા, નવાગામ, મોચામાં સહિતના ઘેડ પંથકના ગામોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકના 10થી વધુ ગામના માર્ગ જળમગ્ન થયા છે. ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. માળીયા હાટીનામાં ભારે વરસાદ બાદ પણ મેઘલ અને વ્રજમી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્તા સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. જેથી વડિયા ગામ પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Junagadhમાં ધોધમાર વરસાદ, જાણો કયા ગામોને કરાયા એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી
  • કોઝવે પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પર પ્રતિબંધ
  • ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના

જૂનાગઢમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તેમાં સુખ્પુર, આનંદપુર, નાગલપુર ગામોને એલર્ટ કરાયા છે.

નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી

નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે. તેમજ જુનાગઢ જિલ્લાના 12 ડેમોની સ્થિતિ જોઇએ તો બાટવાનો ખારોડેમ ઓવરફ્લો થયો છે તથા એક દરવાજો ખોલાયો છે. ઓજત બે ડેમના ચાર દરવાજા ખોલાયા છે. ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે. તેમજ ઓજત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા છે. સાવલી ડેમ નવ દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. તેમજ અંબર જે ડેમનો એક દરવાજો ખોલાયો છે. આણંદપુર ડેમ વીયર, ઉબેણ વિયર કેરાળ, ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે.

કોઝવે પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પર પ્રતિબંધ

મઘરડી ડેમ, શેરડી ડેમ તથા મધુવંતી ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ઓસા, ફુલરામા, નવાગામ, મોચામાં સહિતના ઘેડ પંથકના ગામોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકના 10થી વધુ ગામના માર્ગ જળમગ્ન થયા છે. ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. માળીયા હાટીનામાં ભારે વરસાદ બાદ પણ મેઘલ અને વ્રજમી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્તા સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. જેથી વડિયા ગામ પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.