Ahmedabad: પાણી ભરાવા મુદ્દે તંત્રનો લૂલો બચાવ,કહ્યું દુબઈમાં પણ પાણી ભરાય છે

દુબઈ જેવા વિસ્તારમાં પણ પાણી ભરાય છે: બગરિયાખંભાતી કુવા બનાવ્યા તેનું સારૂ પરિણામ મળ્યું ભૂવો પડવાની કોઈ ફરિયાદ અમને મળી નથી સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં પણ વરસાદે પધરામણી કરી લીધી છે અને પ્રથમ વરસાદે જ અમદાવાદમાં AMC તંત્રની પોલી ખોલી દીધી છે. ત્યારે આ વિશે એએમસીના વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલિપ બગરિયાને પુછવામાં આવ્યું તો તેમને લૂલો બચાવ કરતા કહ્યું કે દુબઈ જેવા વિસ્તારમાં પણ પાણી ભરાય છે, 10 ઈંચ વરસાદ પડે અને પાણી ના ભરાય એવું શક્ય નથી. જ્યાં ગટર લાઈન નાખેલી છે, ત્યાં રોડ બનાવવામાં આવ્યા નથી. ત્યારે શહેરમાં ભૂવા પડવાની ફરિયાદો વિશે માહિતી માગવામાં આવી તો જવાબમાં ચેરમેન કહ્યું કે ખાલી સેટલમેન્ટની ફરિયાદ જ મળી છે, ભૂવો પડવાની કોઈ ફરિયાદ અમને મળી નથી. જ્યારે ઘણી ગટરોમાં કચરો ભરાઈ ગયો હોય તો પાણીનો નિકાલ ના થયો હોય તેવુ બની શકે છે. શહેરના મેઈન રસ્તા પર કોઈ જગ્યાએ પાણી ભરાયા નથી વધુમાં જાણકારી આપતા વોટર સપ્લાય કમિટીના ચેરમેને જણાવ્યું કે શહેરના મેઈન રસ્તા પર કોઈ જગ્યાએ પાણી ભરાયા નથી. માણેક બાગમાં રોડ બેસવાની ઘટના સામે આવી છે, જે બેસી ગયો છે તેનું રિપેરિંગ કામકાજ હાલમાં ચાલી રહ્યું છે. આ સિવાય જે પાણી ભરાવાના સ્પોટ છે, ત્યાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે તેમને એ પણ જણાવ્યું કે ખંભાતી કુવા બનાવ્યા તેનું સારૂ પરિણામ મળ્યું છે. અમદાવાદના ધંધુકામાં અઢી ઈંચ વરસાદ અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ગાંધીનગરના માણસા અને સુરતના ઓલપાડમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના 42 તાલુકામાં એક ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તેમજ સવારે 12 વાગ્યા સુધી રાજ્યમાં 60 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ખેડામાં 2 ઈંચ, વિસાવદરમાં 2 ઈંચ, ડેસરમાં 2 ઈંચ, કાલોલમાં 1.5 ઈંચ, સાવલીમાં 1 ઈંચ, જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ, ગળતેશ્વર અને હાલોલમાં અડધો ઇંચ વરસાદ તથા ઘોઘંબા, આણંદમાં અડધો ઇંચ વરસાદ તથા ગારિયાધાર અને મહેમદાવાદમાં અડધો ઇંચ વરસાદ તેમજ આંકલાવમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. 59 તાલુકાઓમાં વરસાદ આવ્યો ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધી 59 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વિસાવદરમાં 2 ઇંચ, ડેસરમાં 2 ઇંચ, કાલોલમાં 1.5 ઇંચ, સાવલીમાં 1 ઇંચ, જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ, ગળતેશ્વર અને હાલોલમાં અડધો ઇંચ વરસાદ, ઘોઘંબા, આણંદમાં અડધો ઇંચ વરસાદ, ગારિયાધાર અને મહેમદાવાદમાં અડધો ઇંચ વરસાદ તથા આંકલાવમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

Ahmedabad: પાણી ભરાવા મુદ્દે તંત્રનો લૂલો બચાવ,કહ્યું દુબઈમાં પણ પાણી ભરાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દુબઈ જેવા વિસ્તારમાં પણ પાણી ભરાય છે: બગરિયા
  • ખંભાતી કુવા બનાવ્યા તેનું સારૂ પરિણામ મળ્યું
  • ભૂવો પડવાની કોઈ ફરિયાદ અમને મળી નથી

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં પણ વરસાદે પધરામણી કરી લીધી છે અને પ્રથમ વરસાદે જ અમદાવાદમાં AMC તંત્રની પોલી ખોલી દીધી છે. ત્યારે આ વિશે એએમસીના વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલિપ બગરિયાને પુછવામાં આવ્યું તો તેમને લૂલો બચાવ કરતા કહ્યું કે દુબઈ જેવા વિસ્તારમાં પણ પાણી ભરાય છે, 10 ઈંચ વરસાદ પડે અને પાણી ના ભરાય એવું શક્ય નથી. જ્યાં ગટર લાઈન નાખેલી છે, ત્યાં રોડ બનાવવામાં આવ્યા નથી.

ત્યારે શહેરમાં ભૂવા પડવાની ફરિયાદો વિશે માહિતી માગવામાં આવી તો જવાબમાં ચેરમેન કહ્યું કે ખાલી સેટલમેન્ટની ફરિયાદ જ મળી છે, ભૂવો પડવાની કોઈ ફરિયાદ અમને મળી નથી. જ્યારે ઘણી ગટરોમાં કચરો ભરાઈ ગયો હોય તો પાણીનો નિકાલ ના થયો હોય તેવુ બની શકે છે.

શહેરના મેઈન રસ્તા પર કોઈ જગ્યાએ પાણી ભરાયા નથી

વધુમાં જાણકારી આપતા વોટર સપ્લાય કમિટીના ચેરમેને જણાવ્યું કે શહેરના મેઈન રસ્તા પર કોઈ જગ્યાએ પાણી ભરાયા નથી. માણેક બાગમાં રોડ બેસવાની ઘટના સામે આવી છે, જે બેસી ગયો છે તેનું રિપેરિંગ કામકાજ હાલમાં ચાલી રહ્યું છે. આ સિવાય જે પાણી ભરાવાના સ્પોટ છે, ત્યાં પણ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે તેમને એ પણ જણાવ્યું કે ખંભાતી કુવા બનાવ્યા તેનું સારૂ પરિણામ મળ્યું છે.

અમદાવાદના ધંધુકામાં અઢી ઈંચ વરસાદ

અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ગાંધીનગરના માણસા અને સુરતના ઓલપાડમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના 42 તાલુકામાં એક ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તેમજ સવારે 12 વાગ્યા સુધી રાજ્યમાં 60 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ખેડામાં 2 ઈંચ, વિસાવદરમાં 2 ઈંચ, ડેસરમાં 2 ઈંચ, કાલોલમાં 1.5 ઈંચ, સાવલીમાં 1 ઈંચ, જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ, ગળતેશ્વર અને હાલોલમાં અડધો ઇંચ વરસાદ તથા ઘોઘંબા, આણંદમાં અડધો ઇંચ વરસાદ તથા ગારિયાધાર અને મહેમદાવાદમાં અડધો ઇંચ વરસાદ તેમજ આંકલાવમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

59 તાલુકાઓમાં વરસાદ આવ્યો

ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધી 59 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વિસાવદરમાં 2 ઇંચ, ડેસરમાં 2 ઇંચ, કાલોલમાં 1.5 ઇંચ, સાવલીમાં 1 ઇંચ, જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ, ગળતેશ્વર અને હાલોલમાં અડધો ઇંચ વરસાદ, ઘોઘંબા, આણંદમાં અડધો ઇંચ વરસાદ, ગારિયાધાર અને મહેમદાવાદમાં અડધો ઇંચ વરસાદ તથા આંકલાવમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.