Botad: બરવાળા પંથકમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

બોટાદના બરવાળા પંથકમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં રાત્રીના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસારી જવા પામી છે. બરવાળા શહેર સહિત સમગ્ર તાલુકામાં વરસાદ વરસ્યો છે.શાકમાર્કેટ, દરબાર ગઢ, જૂના જકાતનાકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બરવાળા શહેરના રોજીદ દરવાજા, મોચી બજાર, છત્રી ચોક, શાક માર્કેટ, દરબાર ગઢ, જુના જકાતનાકા, રોકડીયા હનુમાનજી મંદિર, સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. આ સાથે જ બરવાળા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે: હવામાન વિભાગ તમને જણાવી દઈએ કે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે, રાજ્ય પરથી વરસાદી સિસ્ટમ દૂર થઈ ગઈ છે અને આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી છે તો મહિસાગર, ભરૂચ, વલસાડમાં પણ વરસાદ હળવો રહેશે તેવી સંભાવના છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તલોદમાં ભારે વરસાદે સર્જી તારાજી તલોદમાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન થયા છે અને વરસાદે તારાજી સર્જી છે. શહેરને સાંકળતા તમામ રસ્તાઓ પાણીના કારણે ધોવાયા છે. ઉજેડિયા-તલોદ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેશરપુરા એપ્રોચ માર્ગ ધોવાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે સલાટપુર કોલેજ રોડ પણ પાણીમાં ધોવાઈ ગયો છે. રેલવે ઓવરબ્રિજનો કાચો સર્વિસ રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે અને કાચા રોડ ઉપર એકથી દોઢ ફૂટના ખાડા પડી ગયા છે અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. પશુ દવાખાના નજીકના બંને માર્ગ પર ખાડારાજ છે અને ઠેર-ઠેર રોડ ધોવાઈ જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમની સપાટીમાં ધીમીગતીએ વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. તમને જણાવી દઈએ કે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થતાં ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં શેત્રુંજી ડેમની સપાટી વધીને 27 ફૂટ 10 ઈંચે પહોંચી ચૂકી છે અને શેત્રુંજી ડેમમાં 1,112 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.

Botad: બરવાળા પંથકમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદના બરવાળા પંથકમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં રાત્રીના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસારી જવા પામી છે. બરવાળા શહેર સહિત સમગ્ર તાલુકામાં વરસાદ વરસ્યો છે.

શાકમાર્કેટ, દરબાર ગઢ, જૂના જકાતનાકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

બરવાળા શહેરના રોજીદ દરવાજા, મોચી બજાર, છત્રી ચોક, શાક માર્કેટ, દરબાર ગઢ, જુના જકાતનાકા, રોકડીયા હનુમાનજી મંદિર, સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. આ સાથે જ બરવાળા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે.

રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે: હવામાન વિભાગ

તમને જણાવી દઈએ કે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે, રાજ્ય પરથી વરસાદી સિસ્ટમ દૂર થઈ ગઈ છે અને આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી છે તો મહિસાગર, ભરૂચ, વલસાડમાં પણ વરસાદ હળવો રહેશે તેવી સંભાવના છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તલોદમાં ભારે વરસાદે સર્જી તારાજી

તલોદમાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન થયા છે અને વરસાદે તારાજી સર્જી છે. શહેરને સાંકળતા તમામ રસ્તાઓ પાણીના કારણે ધોવાયા છે. ઉજેડિયા-તલોદ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેશરપુરા એપ્રોચ માર્ગ ધોવાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે સલાટપુર કોલેજ રોડ પણ પાણીમાં ધોવાઈ ગયો છે. રેલવે ઓવરબ્રિજનો કાચો સર્વિસ રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે અને કાચા રોડ ઉપર એકથી દોઢ ફૂટના ખાડા પડી ગયા છે અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. પશુ દવાખાના નજીકના બંને માર્ગ પર ખાડારાજ છે અને ઠેર-ઠેર રોડ ધોવાઈ જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમની સપાટીમાં ધીમીગતીએ વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. તમને જણાવી દઈએ કે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થતાં ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં શેત્રુંજી ડેમની સપાટી વધીને 27 ફૂટ 10 ઈંચે પહોંચી ચૂકી છે અને શેત્રુંજી ડેમમાં 1,112 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ઉલ્લેખનીય છે કે શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.