કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર અને કાર્યકરો સાથે કરી નવા વર્ષની ઉજવણી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ હાલ ગુજરાતના પ્રવાસે છે, તેઓ દિવાળીનો તહેવાર પરિવાર સાથે મનાવે છે, ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને અને ગુજરાતના નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પરિવાર અને કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. અમિત શાહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં નવા વર્ષની શુભકામનાઓ આપવા કાર્યકરો આવ્યા હતા. તમામ કાર્યકરોનું અભિવાદન લઈ અમિત શાહ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી અને લખ્યું હતું કે, ગુજરાતી નૂતન વર્ષની આપ સૌ બહેનો અને ભાઈઓને હાર્દિક શુભકામનાઓ...આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અનેક ખુશીઓ તેમજ ઉત્સાહ લઈને આવે. PM મોદીએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી કહ્યું-આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ…..!!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ હાલ ગુજરાતના પ્રવાસે છે, તેઓ દિવાળીનો તહેવાર પરિવાર સાથે મનાવે છે, ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને અને ગુજરાતના નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પરિવાર અને કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. અમિત શાહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં નવા વર્ષની શુભકામનાઓ આપવા કાર્યકરો આવ્યા હતા. તમામ કાર્યકરોનું અભિવાદન લઈ અમિત શાહ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે X પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી અને લખ્યું હતું કે, ગુજરાતી નૂતન વર્ષની આપ સૌ બહેનો અને ભાઈઓને હાર્દિક શુભકામનાઓ...આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અનેક ખુશીઓ તેમજ ઉત્સાહ લઈને આવે.
PM મોદીએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી કહ્યું-આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ…..!!