Gujarat Rain : રાજયમાં વરસાદી સિસ્ટમ દૂર થતા વરસાદનું જોર ઘટયું

ગુજરાતમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરી છે,રાજયમાં આજથી વરસાદનું જોર ઘટયું છે,રાજયમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ભરૂચ,વલસાડ,અમદાવાદ,ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,વરસાદી સિસ્ટમ નબળી પડી છે જેના કારણે જોર ઘટયું છે.હાલમાં કોઈ મોન્સૂન ટ્રકની સિસ્ટમ સક્રિય નથી. ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદ ગયો નથી પરંતુ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે,તો અગામી અઠવાડીયામાં સારો વરસાદ પડે તેવી સંભાવના સેવાઈ રહી છે.રાજયમાં હાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તથા કેટલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ બને તો વરસાદ પડે ગુજરાતમાં હાલ વરસાદી જોર ઘટયું છે,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ જોવા મળી નથી,બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જો સક્રિય થાય અને મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ ફંટાય તો ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે,પરંતુ આજના દિવસે કોઈ એવી સિસ્ટમ બનેલી દેખાતી નથી,કદાચ આવે તો હળવો વરસાદ આવે અને એ પણ ઝાપટા પડે તેનાથી વિશેષ કઈ શકય નથી.ઓફસોર મોન્સૂન સિસ્ટમ હાલ સક્રિય નથી માટે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર છે. જાણો અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા નહીવત છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.  

Gujarat Rain : રાજયમાં વરસાદી સિસ્ટમ દૂર થતા વરસાદનું જોર ઘટયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરી છે,રાજયમાં આજથી વરસાદનું જોર ઘટયું છે,રાજયમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ભરૂચ,વલસાડ,અમદાવાદ,ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,વરસાદી સિસ્ટમ નબળી પડી છે જેના કારણે જોર ઘટયું છે.હાલમાં કોઈ મોન્સૂન ટ્રકની સિસ્ટમ સક્રિય નથી.

ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદ ગયો નથી પરંતુ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે,તો અગામી અઠવાડીયામાં સારો વરસાદ પડે તેવી સંભાવના સેવાઈ રહી છે.રાજયમાં હાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તથા કેટલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ બને તો વરસાદ પડે

ગુજરાતમાં હાલ વરસાદી જોર ઘટયું છે,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ જોવા મળી નથી,બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જો સક્રિય થાય અને મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ ફંટાય તો ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે,પરંતુ આજના દિવસે કોઈ એવી સિસ્ટમ બનેલી દેખાતી નથી,કદાચ આવે તો હળવો વરસાદ આવે અને એ પણ ઝાપટા પડે તેનાથી વિશેષ કઈ શકય નથી.ઓફસોર મોન્સૂન સિસ્ટમ હાલ સક્રિય નથી માટે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર છે.

જાણો અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા નહીવત છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.