Ahmedabadમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવા પ્રભાવિત, 15થી વધુ ફ્લાઈટ થઈ લેટ

મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ હવે આખરે અમદાવાદમાં આજે ફરી એક વખત પધરામણી કરી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વરસાદને કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. અમદાવાદ એરપોર્ટથી ઉપડતી 15થી વધુ ફ્લાઈટ લેટ પડી છે. વિવિધ 30 ફ્લાઈટ 4 કલાક સુધી લેટ પડી છે. ફ્લાઈટ લેટ થતાં મુસાફરો પરેશાન થયા છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, લખનઉ ફ્લાઈટ લેટ પડી છે. જયપુર, વારાણસી, દુબઈ, જેદ્દાહની ફ્લાઈટ પણ લેટ પડી છે. ફ્લાઈટ મોડી પડતા મુસાફરો પરેશાન થયા છે. વરસાદી માહોલ વચ્ચે હવાઈ સેવા પ્રભાવિત અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના કારણે એરપોર્ટથી ઓપરેટ થતી 15થી વધુ ફ્લાઈટ પ્રભાવીત થઈ છે. અમદાવાદ એરપોર્ટથી ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશન ફ્લાઈટ મોડી પડતા મુસાફરો હેરાન-પરેશાન થયા છે. ભારે વરસાદના કારણે હવાઈ સેવા પ્રભાવિત થવાના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદઅમદાવાદના બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો ગોતા, ઘાટલોડિયા, નરોડામાં પણ વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે શહેરમાં આજે બપોર પછી જ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સાંજના સમયે ધોધમાર વરસાદે ઈનિંગ શરૂ કરી દીધી છે. ત્યારે વરસાદ વરસતા લોકોને અસહ્ય બફારા અને ઉકળાટ ભરેલા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.મુંબઈમાં ભારે વરસાદના કારણે કેટલીક ફ્લાઈટો અને ટ્રેનો કેન્સલ કરાઈ મુંબઈમાં ભારે વરસાદના કારણે કેટલીક ફ્લાઈટો અને ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુંબઈમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને લઈને મુંબઈની તમામ સ્કુલોમાં આવતીકાલે રજા આપવામાં આવી છે.મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે સાંજે મુંબઈ અને તેના આસપાસના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મુજબ અહીં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં બપોરથી વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે ઘાટકોપરના પતંગ નગરમાં પણ પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલે મુંબઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

Ahmedabadમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવા પ્રભાવિત, 15થી વધુ ફ્લાઈટ થઈ લેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ હવે આખરે અમદાવાદમાં આજે ફરી એક વખત પધરામણી કરી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વરસાદને કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. અમદાવાદ એરપોર્ટથી ઉપડતી 15થી વધુ ફ્લાઈટ લેટ પડી છે. વિવિધ 30 ફ્લાઈટ 4 કલાક સુધી લેટ પડી છે. ફ્લાઈટ લેટ થતાં મુસાફરો પરેશાન થયા છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, લખનઉ ફ્લાઈટ લેટ પડી છે. જયપુર, વારાણસી, દુબઈ, જેદ્દાહની ફ્લાઈટ પણ લેટ પડી છે. ફ્લાઈટ મોડી પડતા મુસાફરો પરેશાન થયા છે.

વરસાદી માહોલ વચ્ચે હવાઈ સેવા પ્રભાવિત

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના કારણે એરપોર્ટથી ઓપરેટ થતી 15થી વધુ ફ્લાઈટ પ્રભાવીત થઈ છે. અમદાવાદ એરપોર્ટથી ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશન ફ્લાઈટ મોડી પડતા મુસાફરો હેરાન-પરેશાન થયા છે. ભારે વરસાદના કારણે હવાઈ સેવા પ્રભાવિત થવાના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ

અમદાવાદના બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો ગોતા, ઘાટલોડિયા, નરોડામાં પણ વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે શહેરમાં આજે બપોર પછી જ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સાંજના સમયે ધોધમાર વરસાદે ઈનિંગ શરૂ કરી દીધી છે. ત્યારે વરસાદ વરસતા લોકોને અસહ્ય બફારા અને ઉકળાટ ભરેલા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

મુંબઈમાં ભારે વરસાદના કારણે કેટલીક ફ્લાઈટો અને ટ્રેનો કેન્સલ કરાઈ

મુંબઈમાં ભારે વરસાદના કારણે કેટલીક ફ્લાઈટો અને ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુંબઈમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને લઈને મુંબઈની તમામ સ્કુલોમાં આવતીકાલે રજા આપવામાં આવી છે.

મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ

મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે સાંજે મુંબઈ અને તેના આસપાસના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ મુજબ અહીં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં બપોરથી વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે ઘાટકોપરના પતંગ નગરમાં પણ પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલે મુંબઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.