Bhujમાં 18 વર્ષીય યુવતી અકસ્માતે ઉંડા બોરવેલમાં પડી, ફાયર વિભાગનું રેસ્કયૂ શરૂ

ભુજમાં 18 વર્ષીય યુવતી ઉંડા બોરવેલમાં પડી હતી જેને ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂ કામગીરી હાથધરવામાં આવી છે,યુવતી જઈ રહી હતી અને અચાનક બોરવેલમા ખાબકી હતી,આ સમગ્ર ઘટનામાં ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ છે,ભુજ અને ભચાઉ ફાયર વિભાગ યુવતીને બચાવવાનો કરી રહ્યા છે પ્રયાસ. અકસ્માતે યુવતી 500 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ભુજ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં કંઢેરાઈ ગામમાં યુવતી બોરવેલમાં ખાબકી હોવાની વાત સામે આવી છે,છેલ્લા 12 કલાક કરતા વધારે સમયથી યુવતી બોરવેલમાં ખાબકી છે,ત્યારે યુવતીને બચાવવા ઓપરેશન જિંદગીની શરૂઆત કરવામાં આવી છે,ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પહોંચશે એટલે તે પણ મદદ માટે લાગી જશે.હાલમાં બોરવેલમાં દોરડું નાખીને યુવતીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,ગતરાત્રીના સમયે આ ઘટના બની છે. યુવતીનો નથી આવતો કોઈ અવાજ યુવતી બોરવેલમાં ખાબકી તો છે પણ તેનો કોઈ અવાજ આવતો નથી,ફાયરની ટીમે દોરડું નાખ્યું છે પણ સામેથી કોઈ જવાબ આપતું નથી સાથે સાથે યુવતી જીવે છે કે મરી ગઈ તેને લઈ પણ કોઈ માહિતી સામે આવી નથી,હાલમાં પોલીસ અને મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે છે જેનો બોર છે તેની સામે પણ બેદરકારીનો ગુનો નોંધાઈ શકે છે. બોરવેલ રેસ્ક્યુ રોબોટની ઉપયોગીતા બ્લૂટૂથ કનેક્શન દ્વારા રોબોટની હિલચાલને નિયંત્રિત કરવા માટે રોબોટ પિક્ટોબ્લોક્સ સોફ્ટવેર અને બ્લૂટૂથ મોડ્યુલનો ઉપયોગ કરે છે. જ્યારે રોબોટને બોરવેલમાં નીચે ઉતારવામાં આવે છે, ત્યારે તે બાળકને શોધી કાઢે છે અને esp32 કેમેરા મોડ્યુલનો ઉપયોગ કરીને બાળક કેટલી દૂર સ્થિત છે અને બાળકની હિલચાલ તપાસે છે. રોબોટ પછી બાળકની આસપાસના લવચીક હાથને હળવેથી બંધ કરી શકે છે અને તેમને સુરક્ષિત રીતે ઉપર લાવી શકે છે. આ પ્રોજેક્ટ વાસ્તવિક અસર કરવા અને જીવન બચાવવાની અપાર સંભાવના ધરાવે છે. ધ્યેય સફળતાપૂર્વક આવી દુર્ઘટનાઓને અટકાવવાનો છે. બોરવેલ અકસ્માતને રોકવા શું છે ગાઈડલાઇન બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે. સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે

Bhujમાં 18 વર્ષીય યુવતી અકસ્માતે ઉંડા બોરવેલમાં પડી, ફાયર વિભાગનું રેસ્કયૂ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભુજમાં 18 વર્ષીય યુવતી ઉંડા બોરવેલમાં પડી હતી જેને ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂ કામગીરી હાથધરવામાં આવી છે,યુવતી જઈ રહી હતી અને અચાનક બોરવેલમા ખાબકી હતી,આ સમગ્ર ઘટનામાં ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ છે,ભુજ અને ભચાઉ ફાયર વિભાગ યુવતીને બચાવવાનો કરી રહ્યા છે પ્રયાસ.

અકસ્માતે યુવતી 500 ફૂટ ઉંડા બોરવેલમાં પડી

ભુજ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં કંઢેરાઈ ગામમાં યુવતી બોરવેલમાં ખાબકી હોવાની વાત સામે આવી છે,છેલ્લા 12 કલાક કરતા વધારે સમયથી યુવતી બોરવેલમાં ખાબકી છે,ત્યારે યુવતીને બચાવવા ઓપરેશન જિંદગીની શરૂઆત કરવામાં આવી છે,ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પહોંચશે એટલે તે પણ મદદ માટે લાગી જશે.હાલમાં બોરવેલમાં દોરડું નાખીને યુવતીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,ગતરાત્રીના સમયે આ ઘટના બની છે.

યુવતીનો નથી આવતો કોઈ અવાજ

યુવતી બોરવેલમાં ખાબકી તો છે પણ તેનો કોઈ અવાજ આવતો નથી,ફાયરની ટીમે દોરડું નાખ્યું છે પણ સામેથી કોઈ જવાબ આપતું નથી સાથે સાથે યુવતી જીવે છે કે મરી ગઈ તેને લઈ પણ કોઈ માહિતી સામે આવી નથી,હાલમાં પોલીસ અને મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે છે જેનો બોર છે તેની સામે પણ બેદરકારીનો ગુનો નોંધાઈ શકે છે.

બોરવેલ રેસ્ક્યુ રોબોટની ઉપયોગીતા

બ્લૂટૂથ કનેક્શન દ્વારા રોબોટની હિલચાલને નિયંત્રિત કરવા માટે રોબોટ પિક્ટોબ્લોક્સ સોફ્ટવેર અને બ્લૂટૂથ મોડ્યુલનો ઉપયોગ કરે છે. જ્યારે રોબોટને બોરવેલમાં નીચે ઉતારવામાં આવે છે, ત્યારે તે બાળકને શોધી કાઢે છે અને esp32 કેમેરા મોડ્યુલનો ઉપયોગ કરીને બાળક કેટલી દૂર સ્થિત છે અને બાળકની હિલચાલ તપાસે છે. રોબોટ પછી બાળકની આસપાસના લવચીક હાથને હળવેથી બંધ કરી શકે છે અને તેમને સુરક્ષિત રીતે ઉપર લાવી શકે છે. આ પ્રોજેક્ટ વાસ્તવિક અસર કરવા અને જીવન બચાવવાની અપાર સંભાવના ધરાવે છે. ધ્યેય સફળતાપૂર્વક આવી દુર્ઘટનાઓને અટકાવવાનો છે.

બોરવેલ અકસ્માતને રોકવા શું છે ગાઈડલાઇન

બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે. સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે