ઘોઘાના તત્કાલિન પીએસઆઈ વિંઝુડા સામે ગુનો દાખલ કરવા કોર્ટનો હુકમ

- જમીન હડપ કરવાના કેસમાં એફઆઈઆર દાખલ ન કરવા કોર્ટનું આકરૂં વલણ- પીઆઈનું પ્રમોશન મેળવેલા એન.કે. વિંઝુડાને ૧૦મી ઓક્ટોબરે ઘોઘા કોર્ટમાં હાજર થવા આદેશભાવનગર : ઘોઘા પોલીસ મથકના તત્કાલિન પીએસઆઈ અને હાલ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન મેળવેલા એન.કે.વિંઝુડા સામે જમીન હડપ કરવાના કેસમાં એફઆઈઆર દાખલ ન કરવા અને સુપ્રીમની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી ન કરવા સબબ કોર્ટે આકરૂં વલણ અપનાવી તત્કાલિન પીએસઆઈ સામે ગુનો દાખલ કરવા અને કોર્ટમાં હાજર રહેવા આદેશ કરતો હુકમ કર્યો છે.પોલીસ બેડામાં ચકચાર મચાવનારી ઘટનાની મળતી વિગત અનુસાર ઘોઘાના તગડી ગામે રહેતા જગદીશકુમાર આનંદરામ ગોંડલિયાના માતા સરીતાબેનના વડવાઓને રજવાડાએ ભુતેશ્વર ગામે આપેલ ખેડવાણ જમીન હડપવા માટે શખ્સોએ પિતાનું નામ અને અટક બદલી સરકારી અધિકારીઓની મીલિભગતથી પેઢી આંબો બદલી નાંખી વર્ષ ૧૯૮૧માં તેઓની જમીન ઉપર ગેરકાયદે કબજો કરી લીધાનો સર્પોટીંગ આધારો સાથે ગત તા.૮-૭-૨૦૨૧ના રોજ જગદીશકુમાર ગોંડલિયાએ ઘોઘા પોલીસમાં ૧૬ શખ્સ સામે ફરિયાદ કરી હતી. જે ફરિયાદના અનુસંધાને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવા માટે ઘોઘા પોલીસના તત્કાલિન પીએસઆઈ એન.કે.વિંઝુડા અને ત્યારબાદ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવા છતાં ફરિયાદ નોંધવાનો સ્પષ્ટ ઈનકાર કરવતા જગદીશકુમાર ગોંડલિયાએ ઘોઘા પીએસઆઈ વિંઝુડા સામે ઘોઘા કોર્ટમાં ફરિયાદ કરી હતી.ત્યારબાદ ફરિયાદીના વકીલે ઘોઘા પોલીસ અને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરીઓ મારફત સમર્થનકારી દસ્તાવેજી આધાર-પુરાવાઓ રજૂ કરાવી તેમની દલીલો સાથેની રજૂઆત કરી મૂળ ફરિયાદ કોગ્નિઝેબલ ગુનાની હોવા છતાં પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ફરિયાદ નોંધી નથી કે તેમની ફરિયાદ સબંધે પ્રિલિમરી ઈન્કવાયરી સબંધેની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી નથી. તેમની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદને સીઆરપીસીના કાયદાની કાયદાકીય જોગવાઈઓ વિરૂધ્ધ એક અરજી તરીકે ગણી કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ ફાઈલે કરી તેનો ક્લોઝર રિપોર્ટ પણ ફરિયાદીને સુપ્રીમની ગાઈડલાઈન મુજબ આપવામાં આવ્યો ન હતો. જેથી ઘોઘાના જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ (ફ.ક.)ની કોર્ટના ન્યાયમૂર્તિ ગૌરવભાઈ બી. શિયાગની અદાલતમાં આ બાબતની સુનવણી થતાં જગદીશકુમાર ગોંડલિયાના વકીલ હિરેન વી.બધેકાની ધારદાર રજૂઆતો, સીઆરપીસીના કાયદાની જોગવાઈ, સુપ્રીમ કોર્ટનું એફઆઈઆર નોંધવા સબંધેનું જજમેન્ટ, ગાઈડલાઈન, કેસનું સમગ્ર રેકર્ડ, જુદી-જુદી કચેરીઓ મારફત રજૂ થયેલા દસ્તાવેજી આધાર-પુરાવાઓ ધ્યાને લઈ તત્કાલિન ઘોઘા પીએસઆઈ એન.કે.વિંઝુડા સામે આઈપીસી કલમ ૧૬૬-એ મુજબનો ગુનો દાખલ કરવા તેમજ તા.૧૦-૧૦-૨૦૨૪ના રોજની મુદ્દતમાં હાજર રહેવા કોર્ટે હુકમ કર્યો હતો.

ઘોઘાના તત્કાલિન પીએસઆઈ વિંઝુડા સામે ગુનો દાખલ કરવા કોર્ટનો હુકમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જમીન હડપ કરવાના કેસમાં એફઆઈઆર દાખલ ન કરવા કોર્ટનું આકરૂં વલણ

- પીઆઈનું પ્રમોશન મેળવેલા એન.કે. વિંઝુડાને ૧૦મી ઓક્ટોબરે ઘોઘા કોર્ટમાં હાજર થવા આદેશ

ભાવનગર : ઘોઘા પોલીસ મથકના તત્કાલિન પીએસઆઈ અને હાલ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન મેળવેલા એન.કે.વિંઝુડા સામે જમીન હડપ કરવાના કેસમાં એફઆઈઆર દાખલ ન કરવા અને સુપ્રીમની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી ન કરવા સબબ કોર્ટે આકરૂં વલણ અપનાવી તત્કાલિન પીએસઆઈ સામે ગુનો દાખલ કરવા અને કોર્ટમાં હાજર રહેવા આદેશ કરતો હુકમ કર્યો છે.

પોલીસ બેડામાં ચકચાર મચાવનારી ઘટનાની મળતી વિગત અનુસાર ઘોઘાના તગડી ગામે રહેતા જગદીશકુમાર આનંદરામ ગોંડલિયાના માતા સરીતાબેનના વડવાઓને રજવાડાએ ભુતેશ્વર ગામે આપેલ ખેડવાણ જમીન હડપવા માટે શખ્સોએ પિતાનું નામ અને અટક બદલી સરકારી અધિકારીઓની મીલિભગતથી પેઢી આંબો બદલી નાંખી વર્ષ ૧૯૮૧માં તેઓની જમીન ઉપર ગેરકાયદે કબજો કરી લીધાનો સર્પોટીંગ આધારો સાથે ગત તા.૮-૭-૨૦૨૧ના રોજ જગદીશકુમાર ગોંડલિયાએ ઘોઘા પોલીસમાં ૧૬ શખ્સ સામે ફરિયાદ કરી હતી. જે ફરિયાદના અનુસંધાને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવા માટે ઘોઘા પોલીસના તત્કાલિન પીએસઆઈ એન.કે.વિંઝુડા અને ત્યારબાદ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવા છતાં ફરિયાદ નોંધવાનો સ્પષ્ટ ઈનકાર કરવતા જગદીશકુમાર ગોંડલિયાએ ઘોઘા પીએસઆઈ વિંઝુડા સામે ઘોઘા કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ત્યારબાદ ફરિયાદીના વકીલે ઘોઘા પોલીસ અને તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરીઓ મારફત સમર્થનકારી દસ્તાવેજી આધાર-પુરાવાઓ રજૂ કરાવી તેમની દલીલો સાથેની રજૂઆત કરી મૂળ ફરિયાદ કોગ્નિઝેબલ ગુનાની હોવા છતાં પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ફરિયાદ નોંધી નથી કે તેમની ફરિયાદ સબંધે પ્રિલિમરી ઈન્કવાયરી સબંધેની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી નથી. તેમની કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદને સીઆરપીસીના કાયદાની કાયદાકીય જોગવાઈઓ વિરૂધ્ધ એક અરજી તરીકે ગણી કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ ફાઈલે કરી તેનો ક્લોઝર રિપોર્ટ પણ ફરિયાદીને સુપ્રીમની ગાઈડલાઈન મુજબ આપવામાં આવ્યો ન હતો. જેથી ઘોઘાના જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ (ફ.ક.)ની કોર્ટના ન્યાયમૂર્તિ ગૌરવભાઈ બી. શિયાગની અદાલતમાં આ બાબતની સુનવણી થતાં જગદીશકુમાર ગોંડલિયાના વકીલ હિરેન વી.બધેકાની ધારદાર રજૂઆતો, સીઆરપીસીના કાયદાની જોગવાઈ, સુપ્રીમ કોર્ટનું એફઆઈઆર નોંધવા સબંધેનું જજમેન્ટ, ગાઈડલાઈન, કેસનું સમગ્ર રેકર્ડ, જુદી-જુદી કચેરીઓ મારફત રજૂ થયેલા દસ્તાવેજી આધાર-પુરાવાઓ ધ્યાને લઈ તત્કાલિન ઘોઘા પીએસઆઈ એન.કે.વિંઝુડા સામે આઈપીસી કલમ ૧૬૬-એ મુજબનો ગુનો દાખલ કરવા તેમજ તા.૧૦-૧૦-૨૦૨૪ના રોજની મુદ્દતમાં હાજર રહેવા કોર્ટે હુકમ કર્યો હતો.