Kutch: સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરાયું
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છના સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છી ભાષાના સાહિત્ય, સંગીત, નૃત્ય, ઇતિહાસ, ગીતો સબંધિત યુવા પેઢીઓને અવગત કરવા તેમજ કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા .. એ વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને કચ્છ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસાની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. આ જિલ્લાના વિશાળ વિસ્તારમાં કચ્છી ભાષા કે જે કચ્છની પોતાની ભાષા છે તે અહીંના લોકો બોલે છે અને જે ખૂબ મીઠી બોલી છે. ગુજરાત સરકારે કચ્છની ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે. આ અકાદમી કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેતી છે. કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી છે જેના ભાગરૂપે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.કચ્છ સાહિત્ય ઉત્સવ 2024ના આજે પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા. આ ઉત્સવનો પ્રારંભ કચ્છના જાણીતા કલાકાર અને કલા વારસોનાં ભારમલ સંજોટ અને તેમની ટીમ દ્વારા કચ્છી રેયાણ - સરહદ જા સૂર માધ્યમથી કચ્છના સંગીતથી શરૂઆત કરવામાં આવી હતી. કચ્છ સાહિત્ય ઉત્સવના પ્રથમ દિવસે સાત અને બીજા દિવસે સાત એમ કુલ 14 સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છના સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છી ભાષાના સાહિત્ય, સંગીત, નૃત્ય, ઇતિહાસ, ગીતો સબંધિત યુવા પેઢીઓને અવગત કરવા તેમજ કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા .. એ વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને કચ્છ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસાની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે.
આ જિલ્લાના વિશાળ વિસ્તારમાં કચ્છી ભાષા કે જે કચ્છની પોતાની ભાષા છે તે અહીંના લોકો બોલે છે અને જે ખૂબ મીઠી બોલી છે. ગુજરાત સરકારે કચ્છની ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે. આ અકાદમી કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેતી છે. કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી છે જેના ભાગરૂપે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.કચ્છ સાહિત્ય ઉત્સવ 2024ના આજે પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.
આ ઉત્સવનો પ્રારંભ કચ્છના જાણીતા કલાકાર અને કલા વારસોનાં ભારમલ સંજોટ અને તેમની ટીમ દ્વારા કચ્છી રેયાણ - સરહદ જા સૂર માધ્યમથી કચ્છના સંગીતથી શરૂઆત કરવામાં આવી હતી. કચ્છ સાહિત્ય ઉત્સવના પ્રથમ દિવસે સાત અને બીજા દિવસે સાત એમ કુલ 14 સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.