Ahmedabad: દાણાપીઠમાં સલમાન એવન્યૂના ગેરકાયદે ઊભા કરાયેલા બે માળ તોડવાનું ફરી શરૂ

દાણાંપીઠ AMC કચેરીની નજીક આવેલા સલમાન એવન્યુ પરથી હાઇકોર્ટનો કોર્ટનો સ્ટે દૂર થતાં મ્યુનિ.એ પોતાન કબજા હેઠળના ગેરકાયદે 5 અને 6 માળ તોડી પાડવાનું કામ ફરી શરુ કરી દીધું છે. ગુરુવાર સુધીમાં બંને ગેરકાયદે માળ તોડી પડાશે. હવે પછી બિલ્ડીંગના ચાર માળ પછી ધાબાની દીવાલ સિવાય અન્ય કોઇ પણ બાંધકામ થઇ શકશે નહીં.આ પછી નિયમ વિરુદ્ધ બાંધકામ કરાશે તો મ્યુનિ.એસ્ટેટ વિભાગ નોટીસ વગર તોડી પાડશે. બીજી તરફ ફેક NOC પરથી રજા ચિઠ્ઠી આપનાર અધિકારીઓને છાવરવામાં આવતા હોવાની ચર્ચાએ પણ વેગ પકડયો છે. અગાઉ બિલ્ડીંગ તોડવાની કામગીરી વખતે જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય અને AIMM કોર્પોરેટરો કૂદી પડયા હતાં પણ મ્યુનિ.એ કાર્યવાહી ચાલુ જ રાખી હતી. મ્યુનિ.કોર્પોરેશના લીગલ વિભાગે મ્યુનિ.કચેરી પાસેે આવેલા સલમાન એવન્યુમાં પુરાતત્વ વિભાગની ફેક NOCથી 5 અને 6 માળનું ગેરકાયદે બાંધકામ કરાયું હોવાનું બહાર આવતા તપાસ કરાઇ હતી. તપાસ બાદ ડેવલપર્સ અને મકાન માલિકોને પણ નોટીસ અપાઇ હતી. નોટીસના જવાબમાં પણ કોઇ મજબૂત પુરાવા નહીં હોવાથી ગેરકાયદે બાંધકામ ધરાવતા બંને માળ દૂર કરવા કાર્યવાહી હાથધરાઇ હતી. દાણાપીઠ AMC કચેરી પાસે પુરાવતત્વ વિભાગની બોગસ NOCથી બનેલા સલમાન એવન્યુના ગત 13 ડિસેમ્બરના રોજ ગેરકાયદે માળ તોડવાની કામગીરી શરુ થતાં જ રાજકીય હોબાળો થયો હતો. હોબાળા વચ્ચે પણ છ માંથી ગેરકાયદે બનેલા ઉપરના બે માળનું અંદાજે 50 ટકા તોડવાની કામગીરી પૂરી થઇ ત્યાં સુધીમાં કબજેદારો હાઇકોર્ટમાંથી સ્ટે લઇ આવ્યા હતાં. કોર્ટે તોડેલા ભાગમાં સીલ મારીને કબજો મ્યુનિ.પાસે રાખવા અને કબજેદારોેને રિપેરીંગ નહીં કરવા હુકમ કર્યો હતો. બિલ્ડીંગના અન્ય ફલોરમાં મકાનો ચાલુ હતાં. દરમિયાન હાઇકોર્ટનો સ્ટે દૂર થતાં બિલ્ડીંગના બંને ગેરકાયદે માળ તોડી પાડવાની કામગરી ફરી શરુ કરાઇ છે. તપાસમાં વધુ 4 ફેક NOC બહાર આવા સબંધિત ગેરકાયદે બિલ્ડીંગો તોડવા કાર્યવાહી ચાલે છે.

Ahmedabad: દાણાપીઠમાં સલમાન એવન્યૂના ગેરકાયદે ઊભા કરાયેલા બે માળ તોડવાનું ફરી શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાણાંપીઠ AMC કચેરીની નજીક આવેલા સલમાન એવન્યુ પરથી હાઇકોર્ટનો કોર્ટનો સ્ટે દૂર થતાં મ્યુનિ.એ પોતાન કબજા હેઠળના ગેરકાયદે 5 અને 6 માળ તોડી પાડવાનું કામ ફરી શરુ કરી દીધું છે. ગુરુવાર સુધીમાં બંને ગેરકાયદે માળ તોડી પડાશે. હવે પછી બિલ્ડીંગના ચાર માળ પછી ધાબાની દીવાલ સિવાય અન્ય કોઇ પણ બાંધકામ થઇ શકશે નહીં.

આ પછી નિયમ વિરુદ્ધ બાંધકામ કરાશે તો મ્યુનિ.એસ્ટેટ વિભાગ નોટીસ વગર તોડી પાડશે. બીજી તરફ ફેક NOC પરથી રજા ચિઠ્ઠી આપનાર અધિકારીઓને છાવરવામાં આવતા હોવાની ચર્ચાએ પણ વેગ પકડયો છે. અગાઉ બિલ્ડીંગ તોડવાની કામગીરી વખતે જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય અને AIMM કોર્પોરેટરો કૂદી પડયા હતાં પણ મ્યુનિ.એ કાર્યવાહી ચાલુ જ રાખી હતી. મ્યુનિ.કોર્પોરેશના લીગલ વિભાગે મ્યુનિ.કચેરી પાસેે આવેલા સલમાન એવન્યુમાં પુરાતત્વ વિભાગની ફેક NOCથી 5 અને 6 માળનું ગેરકાયદે બાંધકામ કરાયું હોવાનું બહાર આવતા તપાસ કરાઇ હતી. તપાસ બાદ ડેવલપર્સ અને મકાન માલિકોને પણ નોટીસ અપાઇ હતી. નોટીસના જવાબમાં પણ કોઇ મજબૂત પુરાવા નહીં હોવાથી ગેરકાયદે બાંધકામ ધરાવતા બંને માળ દૂર કરવા કાર્યવાહી હાથધરાઇ હતી. દાણાપીઠ AMC કચેરી પાસે પુરાવતત્વ વિભાગની બોગસ NOCથી બનેલા સલમાન એવન્યુના ગત 13 ડિસેમ્બરના રોજ ગેરકાયદે માળ તોડવાની કામગીરી શરુ થતાં જ રાજકીય હોબાળો થયો હતો. હોબાળા વચ્ચે પણ છ માંથી ગેરકાયદે બનેલા ઉપરના બે માળનું અંદાજે 50 ટકા તોડવાની કામગીરી પૂરી થઇ ત્યાં સુધીમાં કબજેદારો હાઇકોર્ટમાંથી સ્ટે લઇ આવ્યા હતાં. કોર્ટે તોડેલા ભાગમાં સીલ મારીને કબજો મ્યુનિ.પાસે રાખવા અને કબજેદારોેને રિપેરીંગ નહીં કરવા હુકમ કર્યો હતો. બિલ્ડીંગના અન્ય ફલોરમાં મકાનો ચાલુ હતાં. દરમિયાન હાઇકોર્ટનો સ્ટે દૂર થતાં બિલ્ડીંગના બંને ગેરકાયદે માળ તોડી પાડવાની કામગરી ફરી શરુ કરાઇ છે. તપાસમાં વધુ 4 ફેક NOC બહાર આવા સબંધિત ગેરકાયદે બિલ્ડીંગો તોડવા કાર્યવાહી ચાલે છે.