Ahmedabadમાં વૈષ્ણોદેવી અંડરપાસ ફરી શરૂ કરાયો, ભરાયા હતા વરસાદી પાણી

5 દિવસથી પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ હતો બંધ 19 ફૂટ પાણી આસપાસના વિસ્તારમાં કઢાયા ડી વોટરીંગ પંપનાં અભાવે ભરાયા હતા પાણી અમદાવાદના રિંગરોડ પર આવેલો વૈષ્ણોદેવી અંડપાસ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે,આ અંડરપાસમાં પાણી ભરાતા ઔડા દ્રારા આ અંડરપાસ પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો હતો,જેના કારણે સ્થાનિકોને લાંબો ચક્કર લગાવવો પડતો હતો,તો આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી વાત તો એ છે કે,પંપ ના હોવાની વાતથી આ અધિકારીઓ અજાણ હતા. 5 દિવસથી પાણી ભરાઈ જવાના કારણે હતો બંધ અમદાવાદમાં ભારે વરસાદ વરસતા વૈષ્ણોદેવી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,જેના કારણે આસપાસના સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાંબુ ફરીને જઉ પડતું હતુ અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી,19 ફૂટ પાણી આસપાસના વિસ્તારમાં કાઢી ફરી અંડરપાસ શરૂ કરાયો હતો તો સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો,ઔડાના અધિકારીઓને ખબર જ ન હતી કે અંડરપાસમાં પાણીના નિકાલ માટે પંપ નથી અને જયારે ખબર પડી ત્યારે અધિકારીઓ દ્રારા પંપ મૂકીને પાણીનો નિકાલ કરાયો હતો. સામાન્ય વરસાદમાં પણ ભરાય છે અંડરપાસમાં પાણી અંડરપાસ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો હતો. અતિભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં. એ પાણીના નિકાલની કોઇપણ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી નથી. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ અંડરપાસના પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે બેથી ત્રણ કલાક સુધી પાણી ભરાયેલાં હોય છે અને વાહનચાલકોને પાણીમાંથી જ પસાર થવું પડે છે. વાહનવ્યવહાર ફરી શરૂ થયો અંડરપાસમાંથી પાણીનો નિકાલ કરાતા વાહનવ્યહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે,આસપાસના સ્થાનિકોએ ઔડાના અધિકારીઓનો આભાર માન્યો હતો તો બીજી તરફ ઔડાના અધિકારીઓ ચારથી પાંચ દિવસ બાદ આ અંડરપાસમાં પાણીનો નિકાલ કરવા માટે આવ્યા હતા.આટલો મોટો અંડરબ્રિજ અને તેમા પણ પાણી ભરાઈ જાય ત્યારે અધિકારીઓ શું ઓફીસમાં બેસીને એસીની હવા ખાતા હતા કે શું?.

Ahmedabadમાં વૈષ્ણોદેવી અંડરપાસ ફરી શરૂ કરાયો, ભરાયા હતા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 5 દિવસથી પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ હતો બંધ
  • 19 ફૂટ પાણી આસપાસના વિસ્તારમાં કઢાયા
  • ડી વોટરીંગ પંપનાં અભાવે ભરાયા હતા પાણી

અમદાવાદના રિંગરોડ પર આવેલો વૈષ્ણોદેવી અંડપાસ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે,આ અંડરપાસમાં પાણી ભરાતા ઔડા દ્રારા આ અંડરપાસ પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો હતો,જેના કારણે સ્થાનિકોને લાંબો ચક્કર લગાવવો પડતો હતો,તો આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી વાત તો એ છે કે,પંપ ના હોવાની વાતથી આ અધિકારીઓ અજાણ હતા.

5 દિવસથી પાણી ભરાઈ જવાના કારણે હતો બંધ

અમદાવાદમાં ભારે વરસાદ વરસતા વૈષ્ણોદેવી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,જેના કારણે આસપાસના સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાંબુ ફરીને જઉ પડતું હતુ અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી,19 ફૂટ પાણી આસપાસના વિસ્તારમાં કાઢી ફરી અંડરપાસ શરૂ કરાયો હતો તો સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો,ઔડાના અધિકારીઓને ખબર જ ન હતી કે અંડરપાસમાં પાણીના નિકાલ માટે પંપ નથી અને જયારે ખબર પડી ત્યારે અધિકારીઓ દ્રારા પંપ મૂકીને પાણીનો નિકાલ કરાયો હતો.


સામાન્ય વરસાદમાં પણ ભરાય છે અંડરપાસમાં પાણી

અંડરપાસ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો હતો. અતિભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં. એ પાણીના નિકાલની કોઇપણ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી નથી. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ અંડરપાસના પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે બેથી ત્રણ કલાક સુધી પાણી ભરાયેલાં હોય છે અને વાહનચાલકોને પાણીમાંથી જ પસાર થવું પડે છે.

વાહનવ્યવહાર ફરી શરૂ થયો

અંડરપાસમાંથી પાણીનો નિકાલ કરાતા વાહનવ્યહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે,આસપાસના સ્થાનિકોએ ઔડાના અધિકારીઓનો આભાર માન્યો હતો તો બીજી તરફ ઔડાના અધિકારીઓ ચારથી પાંચ દિવસ બાદ આ અંડરપાસમાં પાણીનો નિકાલ કરવા માટે આવ્યા હતા.આટલો મોટો અંડરબ્રિજ અને તેમા પણ પાણી ભરાઈ જાય ત્યારે અધિકારીઓ શું ઓફીસમાં બેસીને એસીની હવા ખાતા હતા કે શું?.