Sarangpur શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર નિમિતે રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો
દાદાને શનિવારે અને મંગળવારે કરાયા છે વિશેષ શણગાર દાદાને છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ પણ ધરાવાયો આજે શનિવાર હોવાથી દાદાના દર્શન કરવા ભકતોનું ઉમટયું ઘોડાપૂર શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફૂલોનો શણગાર એવં છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો છે.સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દાદાને કરાયો વિશેષ શણગાર આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.31-08-2024ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફૂલોનો શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારીશ્રી વિવેકસાગરસ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને શ્રાવણ મહિનાના પવિત્ર શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને 200 કિલો ફુલનો શણગાર કરાયો છે.વડોદરાથી મંગાવામાં આવ્યા ફૂલ આ તમામ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. તો આજે દાદાને 308 કિલો છપ્પન ભોગ મિઠાઈનો અન્નકૂટ પણ ધરાવામાં આવી રહ્યો છે. જેમાં કાજુ અને ડ્રાયફ્રુટની મીઠાઈ છે.બપોરે 11:00 કલાકે ગુલાબજાંબુ,કાજુકતરી,બરફી વગેરે અનેક મીઠાઈ ધરાવી અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવશે.ભકતોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન દાદાના દર્શન કર્યા હતા. સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દાદાને શનિવારે અને મંગળવારે કરાયા છે વિશેષ શણગાર
- દાદાને છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ પણ ધરાવાયો
- આજે શનિવાર હોવાથી દાદાના દર્શન કરવા ભકતોનું ઉમટયું ઘોડાપૂર
શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફૂલોનો શણગાર એવં છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો છે.સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
દાદાને કરાયો વિશેષ શણગાર
આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.31-08-2024ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફૂલોનો શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારીશ્રી વિવેકસાગરસ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને શ્રાવણ મહિનાના પવિત્ર શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને 200 કિલો ફુલનો શણગાર કરાયો છે.
વડોદરાથી મંગાવામાં આવ્યા ફૂલ
આ તમામ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. તો આજે દાદાને 308 કિલો છપ્પન ભોગ મિઠાઈનો અન્નકૂટ પણ ધરાવામાં આવી રહ્યો છે. જેમાં કાજુ અને ડ્રાયફ્રુટની મીઠાઈ છે.બપોરે 11:00 કલાકે ગુલાબજાંબુ,કાજુકતરી,બરફી વગેરે અનેક મીઠાઈ ધરાવી અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવશે.ભકતોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન દાદાના દર્શન કર્યા હતા.
સાળંગપુર મંદિરને વીજ બીલને લઈ થશે ફાયદો
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથીગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું છે.