Botadની નગરપ્રાથમિક શાળા 23ના શિક્ષિકા સંગીતના સુરે બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ

સંગીત એટલે આત્માને મનની સાથે સંલગ્ન કરતું માધ્યમ.સંગીત અત્ર, તત્ર, સર્વત્ર છે. જ્યાં જુઓ ત્યાં સંગીત માણવા મળે. ઝરમર વરસતા વરસાદમાં, ખળખળ વહેતા ઝરણામાં, કલરવ કરતાં પંખીઓમાં, નૃત્ય કરતા મોરમાં, ખીલખિલાટ કરતા બાળકમાં, થનગનતા યુવાન હૃદયમાં તો ગંભીર એવા વૃદ્ધોમાં. વિવિધ પ્રકારની શક્તિઓને ઉજાગર કરી આજે આપણે એક એવા વ્યક્તિત્વની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જેમણે સંગીતના માધ્યમથી બાળકોમાં રહેલી વિવિધ પ્રકારની શક્તિઓને ઉજાગર કરી છે એવા વેજીબેન સગરામભાઈ ખાંભલિયાને. બોટાદની ભગવાન પરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા નંબર 23માં બાળકોને સંગીતના સુર અને તાલથી વાકેફ કરાવતા એવા શિક્ષક કે જેમણે સંગીતના માધ્યમ થકી બાળકોને પ્રતિભાવાન બનાવ્યા છે. બાળક એ શક્તિનો પુંજ છે, આ શક્તિનો યથાયોગ્ય વિકાસ કરી બાળકનો વિકાસ કરવાની દિશામાં શિક્ષિકા શ્રી વેજીબેન નિરંતર કાર્યરત છે. વાત બોટાદના શિક્ષિકા વેજીબેન ખાંભલિયાની. સંગીતથી બાળકોમાં માનવીય ગુણોનો અસીમ વિકાસ થાય છે. બાળક શિસ્તબદ્ધ બને છે.આ શબ્દો છે વેજીબેન ખાંભલિયાના.તેમના વર્ગમાં વિદ્યાર્થીઓને તબલા, હારમોનિયમના તાલે સુરબદ્ધ રીતે ગાતા સાંભળવા પણ એક લ્હાવો છે. વેજીબેન હાલ બોટાદમાં ભગવાન પરા વિસ્તારમાં નગર પ્રાથમિક શાળા નંબર 23 ખાતે બાળકોને ભણાવી રહ્યા છે અને આ જ શાળામાં તેમણે પણ અભ્યાસ કર્યો હતો. સંગીત ક્ષેત્રે વેજીબેન વિશારદની પદવી મેળવેલી છે શાળા ખાતે વર્ષોથી બાળકોને સંગીત શીખવી તેમને સુવર્ણ ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે.વેજીબેન પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, નગર પ્રાથમિક શાળા નંબર 23ના આચાર્યશ્રી અને અન્ય શિક્ષકોના સહયોગથી અહીં સંગીત શાળા કાર્યરત છે. જેમાં બાળકોને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવામાં આવે છે. સરકારશ્રીની નવી શિક્ષણ નીતિમાં બાળકોમાં રહેલી કળાઓને બહાર લાવવાની હિમાયત કરવામાં આવી છે, ત્યારે અમે પણ આ ક્ષેત્રે સંપૂર્ણ કાર્યરત છીએ. અહીંથી તાલીમ લીધેલા વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ 70000 જેવી માતબર રકમ મેળવી ચુક્યા છે. 17 વખત રાજ્ય કક્ષાની સંગીત સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું ગૌરવ અહીંના વિદ્યાર્થીઓએ 17 વખત રાજ્ય કક્ષાની સંગીત સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે ખૂબ ગૌરવની વાત છે.વેજીબેન વધુમાં જણાવે છે કે, શિક્ષણની સાથે સંગીતના જ્ઞાનની નોંધપાત્ર અસર બાળકોમાં જોવા મળે છે. બાળકોનું મન શાંત થાય છે અને તેમનામાં ભાવનાત્મક વિકાસ થાય છે તેમજ તેઓ શિસ્તબદ્ધ અને વિવેકી બને છે. અહીંથી સંગીતની તાલીમ મેળવેલા વિદ્યાર્થીઓ નવરાત્રી જેવા વિવિધ પર્વ દરમિયાન પરફોર્મન્સ કરીને આગળ વધી રહ્યા છે. બાળપણથી જ તેમનામાં આત્મવિશ્વાસના ગુણો કેળવાઈ રહ્યા છે. વેજીબેન રબારી સમાજના પ્રથમ સંગીત વિશારદ છે નગર પ્રાથમિક શાળા નંબર 23 ખાતેથી સંગીત શીખતા કેટલાક બાળકો પોતાની યુ-ટ્યૂબ ચેનલ પણ ધરાવે છે, જેમાં તેઓ નિયમિતપણે ગીતો અપલોડ કરે છે. હાલ શાળા ખાતે 35થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સંગીતની તાલીમ લઈ રહ્યા છે.બાળમાનસમાં સંગીતની સુર થકી કે સમૃદ્ધ ભાવિના બીજનું વાવેતર કરતા શિક્ષિકા શ્રી વેજીબેનને સો સો સલામ. સંગીત અને શિક્ષણ ને એકબીજા સાથે જોડીને સંગીતને જીવંત રાખતા શિક્ષિકા સમાજ માટે આદર્શ છે. આવા અસામાન્ય શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરીને બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરું પાડી રહી છે.

Botadની નગરપ્રાથમિક શાળા 23ના શિક્ષિકા સંગીતના સુરે બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંગીત એટલે આત્માને મનની સાથે સંલગ્ન કરતું માધ્યમ.સંગીત અત્ર, તત્ર, સર્વત્ર છે. જ્યાં જુઓ ત્યાં સંગીત માણવા મળે. ઝરમર વરસતા વરસાદમાં, ખળખળ વહેતા ઝરણામાં, કલરવ કરતાં પંખીઓમાં, નૃત્ય કરતા મોરમાં, ખીલખિલાટ કરતા બાળકમાં, થનગનતા યુવાન હૃદયમાં તો ગંભીર એવા વૃદ્ધોમાં.

વિવિધ પ્રકારની શક્તિઓને ઉજાગર કરી

આજે આપણે એક એવા વ્યક્તિત્વની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જેમણે સંગીતના માધ્યમથી બાળકોમાં રહેલી વિવિધ પ્રકારની શક્તિઓને ઉજાગર કરી છે એવા વેજીબેન સગરામભાઈ ખાંભલિયાને. બોટાદની ભગવાન પરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા નંબર 23માં બાળકોને સંગીતના સુર અને તાલથી વાકેફ કરાવતા એવા શિક્ષક કે જેમણે સંગીતના માધ્યમ થકી બાળકોને પ્રતિભાવાન બનાવ્યા છે. બાળક એ શક્તિનો પુંજ છે, આ શક્તિનો યથાયોગ્ય વિકાસ કરી બાળકનો વિકાસ કરવાની દિશામાં શિક્ષિકા શ્રી વેજીબેન નિરંતર કાર્યરત છે.


વાત બોટાદના શિક્ષિકા વેજીબેન ખાંભલિયાની.

સંગીતથી બાળકોમાં માનવીય ગુણોનો અસીમ વિકાસ થાય છે. બાળક શિસ્તબદ્ધ બને છે.આ શબ્દો છે વેજીબેન ખાંભલિયાના.તેમના વર્ગમાં વિદ્યાર્થીઓને તબલા, હારમોનિયમના તાલે સુરબદ્ધ રીતે ગાતા સાંભળવા પણ એક લ્હાવો છે. વેજીબેન હાલ બોટાદમાં ભગવાન પરા વિસ્તારમાં નગર પ્રાથમિક શાળા નંબર 23 ખાતે બાળકોને ભણાવી રહ્યા છે અને આ જ શાળામાં તેમણે પણ અભ્યાસ કર્યો હતો.

સંગીત ક્ષેત્રે વેજીબેન વિશારદની પદવી મેળવેલી છે

શાળા ખાતે વર્ષોથી બાળકોને સંગીત શીખવી તેમને સુવર્ણ ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે.વેજીબેન પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, નગર પ્રાથમિક શાળા નંબર 23ના આચાર્યશ્રી અને અન્ય શિક્ષકોના સહયોગથી અહીં સંગીત શાળા કાર્યરત છે. જેમાં બાળકોને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવામાં આવે છે. સરકારશ્રીની નવી શિક્ષણ નીતિમાં બાળકોમાં રહેલી કળાઓને બહાર લાવવાની હિમાયત કરવામાં આવી છે, ત્યારે અમે પણ આ ક્ષેત્રે સંપૂર્ણ કાર્યરત છીએ. અહીંથી તાલીમ લીધેલા વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ 70000 જેવી માતબર રકમ મેળવી ચુક્યા છે.


17 વખત રાજ્ય કક્ષાની સંગીત સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું ગૌરવ

અહીંના વિદ્યાર્થીઓએ 17 વખત રાજ્ય કક્ષાની સંગીત સ્પર્ધામાં બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે ખૂબ ગૌરવની વાત છે.વેજીબેન વધુમાં જણાવે છે કે, શિક્ષણની સાથે સંગીતના જ્ઞાનની નોંધપાત્ર અસર બાળકોમાં જોવા મળે છે. બાળકોનું મન શાંત થાય છે અને તેમનામાં ભાવનાત્મક વિકાસ થાય છે તેમજ તેઓ શિસ્તબદ્ધ અને વિવેકી બને છે. અહીંથી સંગીતની તાલીમ મેળવેલા વિદ્યાર્થીઓ નવરાત્રી જેવા વિવિધ પર્વ દરમિયાન પરફોર્મન્સ કરીને આગળ વધી રહ્યા છે. બાળપણથી જ તેમનામાં આત્મવિશ્વાસના ગુણો કેળવાઈ રહ્યા છે.

વેજીબેન રબારી સમાજના પ્રથમ સંગીત વિશારદ છે

નગર પ્રાથમિક શાળા નંબર 23 ખાતેથી સંગીત શીખતા કેટલાક બાળકો પોતાની યુ-ટ્યૂબ ચેનલ પણ ધરાવે છે, જેમાં તેઓ નિયમિતપણે ગીતો અપલોડ કરે છે. હાલ શાળા ખાતે 35થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સંગીતની તાલીમ લઈ રહ્યા છે.બાળમાનસમાં સંગીતની સુર થકી કે સમૃદ્ધ ભાવિના બીજનું વાવેતર કરતા શિક્ષિકા શ્રી વેજીબેનને સો સો સલામ. સંગીત અને શિક્ષણ ને એકબીજા સાથે જોડીને સંગીતને જીવંત રાખતા શિક્ષિકા સમાજ માટે આદર્શ છે. આવા અસામાન્ય શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરીને બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરું પાડી રહી છે.