Vadodara ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસ ફાયર બ્રિગેડના સહારે

ભાયલી દુષ્કર્મ કેસના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. વારંવાર આવી ઘટના બનતા લોકોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરી સરકાર પર રોષ ઠાલવ્યો છે. સરકારમાં પણ આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. હવે આ મામલે પુરાવા એકત્ર કરવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લોવાની ફરજ પડી છે.     ક્રાઈમ બ્રાન્ચે કરી પાંચ આરોપીઓની ધરપકડગત 5 ઓક્ટોબરના રોજ વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બીજા નોરતે એટલે 4 ઓક્ટોબરે વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે ત્યાં આ ત્રણ નરાધમો  આવી પહોંચ્યા હતા. અને પોલીસ હોવાનો રોફ જમાવતા હતા. સામાન્ય બોલાચાલી બાદ ત્રણમાંથી એક યુવકે પીડિતાના મિત્રને બાથમાં જકડી રાખ્યો હતો. જે બાદ બાકી નરાધમોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપીઓ સામુહિક દુષ્કર્મ આચરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.મોબાઈલ ફોન વિશ્વામિત્રી નદીમાં ફેંક્યો સગીરા મોડા સુધી ઘરે પરત ન ફરતા તેની માતાએ સગીરાને સતત ફોન કર્યા હતા. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રાખ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ નરાધમોએ સગીરાનો મોબાઈલ પણ લઈ લીધો હતો. બાદમાં તેઓએ મોબાઈલ ફોન વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો.વિશ્વામિત્રી નદીમાં ફાયર વિભાગની ટીમો મોબાઈલની શોધખોળ કરશે હવે આ કેસમાં પુરાવા એકત્ર કરવા પોલીસ ફાયર બ્રિગેડની મદદ લઈ રહી છે. હવે પુરાવા એકત્રિત કરવા વિશ્વામિત્રી નદીમાં ફાયર વિભાગની ટીમો મોબાઈલની શોધખોળ કરશે. હાલ ફાયર બ્રિગેડના વાહનો તાલુકા પોલીસ મથકે પહોંચ્યા છે. લોકેશન મળ્યા બાદ તેઓ નદીમાં મોબાઈલ શોધવાની કામગીરી હાથ ધરશે.

Vadodara ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસ ફાયર બ્રિગેડના સહારે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાયલી દુષ્કર્મ કેસના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. વારંવાર આવી ઘટના બનતા લોકોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરી સરકાર પર રોષ ઠાલવ્યો છે. સરકારમાં પણ આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. હવે આ મામલે પુરાવા એકત્ર કરવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લોવાની ફરજ પડી છે.     

ક્રાઈમ બ્રાન્ચે કરી પાંચ આરોપીઓની ધરપકડ

ગત 5 ઓક્ટોબરના રોજ વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

બીજા નોરતે એટલે 4 ઓક્ટોબરે વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે ત્યાં આ ત્રણ નરાધમો  આવી પહોંચ્યા હતા. અને પોલીસ હોવાનો રોફ જમાવતા હતા. સામાન્ય બોલાચાલી બાદ ત્રણમાંથી એક યુવકે પીડિતાના મિત્રને બાથમાં જકડી રાખ્યો હતો. જે બાદ બાકી નરાધમોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપીઓ સામુહિક દુષ્કર્મ આચરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

મોબાઈલ ફોન વિશ્વામિત્રી નદીમાં ફેંક્યો

સગીરા મોડા સુધી ઘરે પરત ન ફરતા તેની માતાએ સગીરાને સતત ફોન કર્યા હતા. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રાખ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ નરાધમોએ સગીરાનો મોબાઈલ પણ લઈ લીધો હતો. બાદમાં તેઓએ મોબાઈલ ફોન વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો.

વિશ્વામિત્રી નદીમાં ફાયર વિભાગની ટીમો મોબાઈલની શોધખોળ કરશે

હવે આ કેસમાં પુરાવા એકત્ર કરવા પોલીસ ફાયર બ્રિગેડની મદદ લઈ રહી છે. હવે પુરાવા એકત્રિત કરવા વિશ્વામિત્રી નદીમાં ફાયર વિભાગની ટીમો મોબાઈલની શોધખોળ કરશે. હાલ ફાયર બ્રિગેડના વાહનો તાલુકા પોલીસ મથકે પહોંચ્યા છે. લોકેશન મળ્યા બાદ તેઓ નદીમાં મોબાઈલ શોધવાની કામગીરી હાથ ધરશે.