Gujaratમાં વિવિધ સરકારી યોજનાઓ માટે E-KYC શા માટે જરૂરી, વાંચો Inside Story
જિલ્લા પુરવઠા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ભારત સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ માટે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦ ટકા e-kyc કરવા જણાવ્યું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભો તથા ડી.બી.ટી. સહાયમાં પારદર્શિતા લાવવા માટે e-kyc ખૂબ જ જરૂરી છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પોતાનું e-kyc અવશ્યપણે કરાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે. e-kyc કરાવવા માટે રેશનકાર્ડ ધારક ઘરે બેઠા “my Ration” મોબાઇલ એપ્લિકેશન વડે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-kyc કરાવી શકે છે. રેશનકાર્ડ ધારક ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે જઈ VCE મારફત આધાર બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા e-kyc કરાવી શકે છે. રેશનકાર્ડ ધારક તાલુકા કક્ષાએ તાલુકા મામલતદાર ઓફિસ / ઝોનલ કચેરી, નગરપાલિકા ખાતે જઈ પુરવઠા શાખાનો સંપર્ક કરી PDS+ એપ્લિકેશન મારફતે પોતાનું e-kyc કરાવી શકે છે. અફવાઓથી રહો દૂર આ ઉપરાંત રેશનકાર્ડ ધારક પોતાના વિસ્તારની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ખાતે જઈને PDS+ એપ્લિકેશન મારફતે પોતાનું e-kyc કરાવી શકે છે. તમામ સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના e-kyc કરવા માટે આચાર્યશ્રીઓ મારફતે PDS+ એપ્લિકેશનના માધ્યમથી પોતાના બાળકોનું e-kyc કરાવી શકો છો.સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પોતાનું e-kyc અવશ્યપણે કરાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે. વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દૂર રહેવા પણ જણાવવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જિલ્લા પુરવઠા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ભારત સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ માટે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦ ટકા e-kyc કરવા જણાવ્યું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભો તથા ડી.બી.ટી. સહાયમાં પારદર્શિતા લાવવા માટે e-kyc ખૂબ જ જરૂરી છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પોતાનું e-kyc અવશ્યપણે કરાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
e-kyc કરાવવા માટે
રેશનકાર્ડ ધારક ઘરે બેઠા “my Ration” મોબાઇલ એપ્લિકેશન વડે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-kyc કરાવી શકે છે. રેશનકાર્ડ ધારક ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે જઈ VCE મારફત આધાર બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા e-kyc કરાવી શકે છે. રેશનકાર્ડ ધારક તાલુકા કક્ષાએ તાલુકા મામલતદાર ઓફિસ / ઝોનલ કચેરી, નગરપાલિકા ખાતે જઈ પુરવઠા શાખાનો સંપર્ક કરી PDS+ એપ્લિકેશન મારફતે પોતાનું e-kyc કરાવી શકે છે.
અફવાઓથી રહો દૂર
આ ઉપરાંત રેશનકાર્ડ ધારક પોતાના વિસ્તારની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ખાતે જઈને PDS+ એપ્લિકેશન મારફતે પોતાનું e-kyc કરાવી શકે છે. તમામ સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના e-kyc કરવા માટે આચાર્યશ્રીઓ મારફતે PDS+ એપ્લિકેશનના માધ્યમથી પોતાના બાળકોનું e-kyc કરાવી શકો છો.સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પોતાનું e-kyc અવશ્યપણે કરાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે. વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દૂર રહેવા પણ જણાવવામાં આવ્યું છે.