Ahmedabad: યુવકને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી ગઠિયાઓએ 17 લાખ પડાવ્યા
મલેશિયા જતા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી 17 લાખ પડાવનાર ત્રિપુટીને સાયબર સેલે ઝડપી લીધી છે.આરોપીએ કસ્ટમ અધિકારી તરીકે વાત કરી 40 કરોડના ફ્રોડમાં તમારો ભાગ હોવાનું અને તમારા નામના પાર્સલમાં ડ્રગ્સ, 15 પાસપોર્ટ અને 58 એટીએમ કાર્ડ મળ્યા હોવાનું કહી ફરિયાદીને ધરપકડ કરવાની ધમકી આપી 17 લાખ પડાવ્યા હતા. અન્ય બનાવમાં બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા 29 વર્ષીય યુવકને સાયબર ઠગોએ પાર્સલમાં ડ્રગ્સ હોવાની ધમકી આપી દસ લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર સેલમાં મંગળવારે ફરિયાદ થઈ છે. ફરિયાદીને અજાણ્યા નંબર પરથી કોલ કરી આરોપીએ કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપી દિલ્હી ખાતે તમારા વિરુદ્ધમાં તપાસ ચાલુ હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. આ ઉપરાંત બેંક મેનેજરે 40 કરોડનું ફ્રોડ કર્યું તેમાં તમારા ખાતામાં દસ ટકા રકમ જમા થઈ હોવાથી તમારે વેરિફીકેશન માટે દિલ્હી આવવું પડશે તેમ જણાવ્યું હતું. ફરિયાદીને આરોપીઓએ ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. જો મામલો પતાવવો હોય તો બેંક ખાતાના વેરિફીકેશન માટે અમે કહીએ તે ખાતામાં 17 લાખ ટ્રાન્સફર કરો. આ રીતે વાત કરી ફરિયાદી પાસેથી 17 લાખ પડાવ્યા હતા. સાયબર સેલે આ કેસમાં ત્રણ આરોપીને ઝડપી લીધા છે. સાયબર ક્રાઇમના અન્ય બનાવમાં ચાંદખેડાના યુવકને ફેન કરી ફેડેક્સના અધિકારી તરીકે ઓળખ આપી હતી. આરોપી યુવકને તમારા નામના પાર્સલમાં ડ્રગ્સ, એન્ટી બાયોટિક અને ડાયાબિટીસની દવા હોવાથી કેસ થયાની વાત કરી હતી. એનસીબીના મહિલા અધિકારીની ઓળખ આપી વેરિફીકેશન માટે દસ લાખ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી ફ્રોડ આચર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મલેશિયા જતા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી 17 લાખ પડાવનાર ત્રિપુટીને સાયબર સેલે ઝડપી લીધી છે.
આરોપીએ કસ્ટમ અધિકારી તરીકે વાત કરી 40 કરોડના ફ્રોડમાં તમારો ભાગ હોવાનું અને તમારા નામના પાર્સલમાં ડ્રગ્સ, 15 પાસપોર્ટ અને 58 એટીએમ કાર્ડ મળ્યા હોવાનું કહી ફરિયાદીને ધરપકડ કરવાની ધમકી આપી 17 લાખ પડાવ્યા હતા. અન્ય બનાવમાં બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા 29 વર્ષીય યુવકને સાયબર ઠગોએ પાર્સલમાં ડ્રગ્સ હોવાની ધમકી આપી દસ લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર સેલમાં મંગળવારે ફરિયાદ થઈ છે.
ફરિયાદીને અજાણ્યા નંબર પરથી કોલ કરી આરોપીએ કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપી દિલ્હી ખાતે તમારા વિરુદ્ધમાં તપાસ ચાલુ હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. આ ઉપરાંત બેંક મેનેજરે 40 કરોડનું ફ્રોડ કર્યું તેમાં તમારા ખાતામાં દસ ટકા રકમ જમા થઈ હોવાથી તમારે વેરિફીકેશન માટે દિલ્હી આવવું પડશે તેમ જણાવ્યું હતું. ફરિયાદીને આરોપીઓએ ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. જો મામલો પતાવવો હોય તો બેંક ખાતાના વેરિફીકેશન માટે અમે કહીએ તે ખાતામાં 17 લાખ ટ્રાન્સફર કરો. આ રીતે વાત કરી ફરિયાદી પાસેથી 17 લાખ પડાવ્યા હતા. સાયબર સેલે આ કેસમાં ત્રણ આરોપીને ઝડપી લીધા છે.
સાયબર ક્રાઇમના અન્ય બનાવમાં ચાંદખેડાના યુવકને ફેન કરી ફેડેક્સના અધિકારી તરીકે ઓળખ આપી હતી. આરોપી યુવકને તમારા નામના પાર્સલમાં ડ્રગ્સ, એન્ટી બાયોટિક અને ડાયાબિટીસની દવા હોવાથી કેસ થયાની વાત કરી હતી. એનસીબીના મહિલા અધિકારીની ઓળખ આપી વેરિફીકેશન માટે દસ લાખ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી ફ્રોડ આચર્યું હતું.