Ahmedabad: હાટકેશ્વર સર્કલ નજીક ખાડાનું સમારકામ યોગ્ય રીતે કરવામાં ન આવતાં વાહનો

ખાડા અને તેના રિપેરિંગની કામગીરી યોગ્ય રીતે ન થવાના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ભાઈપુરા અને ખોખરાને જોડતાં હાટકેશ્વર સર્કલ પાસે એક મહિના અગાઉ પીવાના પાણી અને ગટરની લાઈન માટે સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ખાડાના સમારકામ દરમિયાન યોગ્ય કાળજી ન રાખવામાં આવતાં ફરી ખાડો થયો છે અને વાહનો ફસાઈ જઈ રહ્યા છે.જ્યારે ત્યાંથી પસાર થતાં નાના રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સ્થાન પર લાંબા સમયથી તંત્ર દ્વારા ખાડાનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગંભીર બેદરકારીના કારણે મોટા ખાડામાં ભારે વાહન અવરજવર દરમિયાન ફસાઈ જવાથી તેને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાં એક તરફ લાંબા સમયથી હાટકેશ્વર બ્રીજ બંધ હોવાના કારણે સતત ટ્રાફિકનું ભારણ રહે છે. આ સ્થિતિમાં બસ થી લઈ નાના મોટા વાહનો અહીંથી અવરનવર પસાર થતાં હોય છે. આ દરમિયાન રસ્તાના રિપેરિંગની કામગીરી યોગ્ય રીતે ન થતાં ટ્રાફિક જામ થવાની સાથે સાથે નાના મોટા અકસ્માતની ઘટના પણ બની રહી છે. જેના માટે તંત્ર તાકીદે પગલાં ભરે તેવી જ સ્થાનિકોની માંગણી રહી છે.

Ahmedabad: હાટકેશ્વર સર્કલ નજીક ખાડાનું સમારકામ યોગ્ય રીતે કરવામાં ન આવતાં વાહનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખાડા અને તેના રિપેરિંગની કામગીરી યોગ્ય રીતે ન થવાના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ભાઈપુરા અને ખોખરાને જોડતાં હાટકેશ્વર સર્કલ પાસે એક મહિના અગાઉ પીવાના પાણી અને ગટરની લાઈન માટે સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ખાડાના સમારકામ દરમિયાન યોગ્ય કાળજી ન રાખવામાં આવતાં ફરી ખાડો થયો છે અને વાહનો ફસાઈ જઈ રહ્યા છે.

જ્યારે ત્યાંથી પસાર થતાં નાના રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સ્થાન પર લાંબા સમયથી તંત્ર દ્વારા ખાડાનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગંભીર બેદરકારીના કારણે મોટા ખાડામાં ભારે વાહન અવરજવર દરમિયાન ફસાઈ જવાથી તેને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાં એક તરફ લાંબા સમયથી હાટકેશ્વર બ્રીજ બંધ હોવાના કારણે સતત ટ્રાફિકનું ભારણ રહે છે. આ સ્થિતિમાં બસ થી લઈ નાના મોટા વાહનો અહીંથી અવરનવર પસાર થતાં હોય છે. આ દરમિયાન રસ્તાના રિપેરિંગની કામગીરી યોગ્ય રીતે ન થતાં ટ્રાફિક જામ થવાની સાથે સાથે નાના મોટા અકસ્માતની ઘટના પણ બની રહી છે. જેના માટે તંત્ર તાકીદે પગલાં ભરે તેવી જ સ્થાનિકોની માંગણી રહી છે.