Ahmedabad:ચાઇનીઝ દોરી સાથે 3 આરોપીની ધરપકડ, રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત

ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે નહી. જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. તેવામાં અમરાઇવાડી પોલીસે ચાઇનીઝ દોરી સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે મોટા શહેરામાં કોઈ અનિચ્છનીય બનાવને ટાળવા માટે ગુજરાત પોલીસ સતર્ક બની છે. આજ રોજ અમદાવાદમાં આવેલા અમરાઇવાડી પોલીસે એક લાખ 56 હજારની કિમંતના 744 ચાઇનીઝ દોરીના નંગ સાથે 3 3 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ ઉત્તરાયણ નિમિત્તે છૂટક વેચાણ કરવાના હતા, તેવામાં પોલીસે ઝડપી પાડ્યા છે. મોતની ચાઇનીઝ દોરી ક્યાંથી લાવ્યા હતા જે અંગે તપાસ શરૂ કરી છે.પોલીસ કમિશ્નર દ્વારા ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ સાથે જાહેરમાર્ગ પર પતંગ ઉડાવવા પર મનાઈ ફરમાવાઈ છે. આ સાથે ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્લાસ કોટેડ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. 

Ahmedabad:ચાઇનીઝ દોરી સાથે 3 આરોપીની ધરપકડ, રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે નહી. જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. તેવામાં અમરાઇવાડી પોલીસે ચાઇનીઝ દોરી સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. 

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે મોટા શહેરામાં કોઈ અનિચ્છનીય બનાવને ટાળવા માટે ગુજરાત પોલીસ સતર્ક બની છે. આજ રોજ અમદાવાદમાં આવેલા અમરાઇવાડી પોલીસે એક લાખ 56 હજારની કિમંતના 744 ચાઇનીઝ દોરીના નંગ સાથે 3 3 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ ઉત્તરાયણ નિમિત્તે છૂટક વેચાણ કરવાના હતા, તેવામાં પોલીસે ઝડપી પાડ્યા છે. મોતની ચાઇનીઝ દોરી ક્યાંથી લાવ્યા હતા જે અંગે તપાસ શરૂ કરી છે.

પોલીસ કમિશ્નર દ્વારા ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ સાથે જાહેરમાર્ગ પર પતંગ ઉડાવવા પર મનાઈ ફરમાવાઈ છે. આ સાથે ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્લાસ કોટેડ, નાયલોન થ્રેડ, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન વેચવા પર પ્રતિબંધ મુકાયો છે.