પોલીસ આર્ટીફિશયલ ઇન્ટેલીજન્સથી સજ્જ કેમેરા ફોટો પાડીને મેમો આપશે
અમદાવાદ,બુધવારઅમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ અગાઉ ચાર રસ્તા પર સીસીટીવી, વાહનચેંકિગ કરીને મેમો આપતી હતી. પરંતુ, હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટીફિશયલ ટેકનોલોજીથી સજ્જ ડેશ કેમેરાની મદદથી મેમો આપવાની શરૂઆત કરી છે. આ કેમેરા હેલ્મેટ વિના જતા વાહનચાલકો, ત્રીપલ સવારી, રોંગ સાઇડમાં જતા વાહનચાલકોને ટ્રેક કરીને ઓટોમેટિક ફોટો ક્લીક કરશે. જેના આધારે મેમો જનરેટ કરીને મોકલાશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારી થાય તે માટે પોલીસ દ્વારા ઇ-મેમો આપવાની સાથે વાહનચેકિંગ કરતા સમયે પણ મેમો ઇસ્યુ કરવા ઉપરાંત, સીસીટીવી કેમેરા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ અગાઉ ચાર રસ્તા પર સીસીટીવી, વાહનચેંકિગ કરીને મેમો આપતી હતી. પરંતુ, હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટીફિશયલ ટેકનોલોજીથી સજ્જ ડેશ કેમેરાની મદદથી મેમો આપવાની શરૂઆત કરી છે. આ કેમેરા હેલ્મેટ વિના જતા વાહનચાલકો, ત્રીપલ સવારી, રોંગ સાઇડમાં જતા વાહનચાલકોને ટ્રેક કરીને ઓટોમેટિક ફોટો ક્લીક કરશે. જેના આધારે મેમો જનરેટ કરીને મોકલાશે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારી થાય તે માટે પોલીસ દ્વારા ઇ-મેમો આપવાની સાથે વાહનચેકિંગ કરતા સમયે પણ મેમો ઇસ્યુ કરવા ઉપરાંત, સીસીટીવી કેમેરા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે.