ભુપેન્દ્રસિંહના એજન્ટાની રોકાણકારોને ધમકી,ફરિયાદ કરશો તો નાણાં નહી મળે

અમદાવાદ,બુધવારભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બીઝેડ ફાઇનાન્સના નામે નાણાં બમણા કરી આપવાનું તેમજ ઉંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારો સાથે રૂપિયા છ હજારથી વધુનું કૌભાંડ કરવાના કેસમાં તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની ટીમને ક્રિપ્ટો અને ફોરેક્સમાં રોકાણને નાણાં વિદેશમાં મોકલાયાની મહત્વની કડી મળી છે. બીજી તરફ ભુપેન્દ્રસિંહે રોકાણકારોને ધમકાવવા માટે તેના એજન્ટો અને મળતિયાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં રોકાણકારોને ધમકી મળી રહી છે કે જો તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો તેમના નાણાં પરત મળી શકશે નહી.  આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ ધમકી આપનારા એજન્ટો સામે ગુનો નોંધી કાર્યવાહી કરશે. બીઝેડ ફાઇનાન્સના નામે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજારો લોકોને રોકાણ પર ત્રણ વર્ષમાં નાણાં બમણા કરી આપવાનું તેમજ રોકાણ પર માસિક ૩ ટકા સુધી વ્યાજની લાલચ આપીને છ હજાર કરોડથી વધારેની રકમ ઉઘરાવીને છેતરપિંડી આચરી હતી. આ કેસમાં નાણાં અંગે પોલીસ દ્વારા પુછપરછ થવાના ડરથી હજુ પણ મોટાભાગના રોકાણકારો  પોલીસ સમક્ષ આવતા અચકાઇ રહ્યા છે.

ભુપેન્દ્રસિંહના એજન્ટાની રોકાણકારોને ધમકી,ફરિયાદ કરશો તો નાણાં નહી મળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બીઝેડ ફાઇનાન્સના નામે નાણાં બમણા કરી આપવાનું તેમજ ઉંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારો સાથે રૂપિયા છ હજારથી વધુનું કૌભાંડ કરવાના કેસમાં તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમની ટીમને ક્રિપ્ટો અને ફોરેક્સમાં રોકાણને નાણાં વિદેશમાં મોકલાયાની મહત્વની કડી મળી છે. બીજી તરફ ભુપેન્દ્રસિંહે રોકાણકારોને ધમકાવવા માટે તેના એજન્ટો અને મળતિયાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં રોકાણકારોને ધમકી મળી રહી છે કે જો તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો તેમના નાણાં પરત મળી શકશે નહી.  આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ ધમકી આપનારા એજન્ટો સામે ગુનો નોંધી કાર્યવાહી કરશે. બીઝેડ ફાઇનાન્સના નામે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજારો લોકોને રોકાણ પર ત્રણ વર્ષમાં નાણાં બમણા કરી આપવાનું તેમજ રોકાણ પર માસિક ૩ ટકા સુધી વ્યાજની લાલચ આપીને છ હજાર કરોડથી વધારેની રકમ ઉઘરાવીને છેતરપિંડી આચરી હતી. આ કેસમાં નાણાં અંગે પોલીસ દ્વારા પુછપરછ થવાના ડરથી હજુ પણ મોટાભાગના રોકાણકારો  પોલીસ સમક્ષ આવતા અચકાઇ રહ્યા છે.