Bhavnagar: રેલવેના મુસાફરોને રાહત! 31મી ઓક્ટોબરે મહુવાથી ઉધના સુધી સ્પેશિયલ ટ્રેન દોડશે

દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રેનોમાં થવા વાળી ભીડને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ મહુવા અને ઉધના સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર "સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારના જણાવ્યા અનુસાર, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે. ટ્રેન નંબર 09018/09017 મહુવા – ઉધના – મહુવા સ્પેશિયલ ટ્રેન નંબર 09018 મહુવા – ઉધના સ્પેશિયલ ગુરુવાર, 31 ઓક્ટોબર, 2024ના રોજ મહુવાથી 13.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 04.00 કલાકે ઉધના સ્ટેશન પહોંચશે. ટ્રેન નંબર 09017 ઉધના - મહુવા સ્પેશિયલ ઉધના સ્ટેશનથી બુધવાર, 30 ઓક્ટોબર, 2024ના રોજ રાત્રે 21.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.10 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન રાજુલા જંક્શન, સાવરકુંડલા, લીલીયા મોટા, દામનગર, ઢસા, ધોળા, નિંગાળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા, ગાંધીગ્રામ, અમદાવાદ, વડોદરા અને સુરત સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને SLRD ક્લાસ કોચ છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેનોમાં એસએલઆરડી કોચને અનરિઝર્વ્ડ કોચ તરીકે ચલાવવામાં આવશે અને આ કોચના મુસાફરો માટે યુટીએસ દ્વારા ટિકિટ આપવામાં આવશે. નિયમો અનુસાર, સ્પેશિયલ ટ્રેનોના અનરિઝર્વ્ડ કોચમાં સુપરફાસ્ટ મેલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું લાગુ પડે છે. ટ્રેન નંબર 09018 અને 09017 માટે ટિકિટ બુકિંગ 27.10.2024 (રવિવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Bhavnagar: રેલવેના મુસાફરોને રાહત! 31મી ઓક્ટોબરે મહુવાથી ઉધના સુધી સ્પેશિયલ ટ્રેન દોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રેનોમાં થવા વાળી ભીડને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ મહુવા અને ઉધના સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર "સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારના જણાવ્યા અનુસાર, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.

  • ટ્રેન નંબર 09018/09017 મહુવા – ઉધના – મહુવા સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09018 મહુવા – ઉધના સ્પેશિયલ ગુરુવાર, 31 ઓક્ટોબર, 2024ના રોજ મહુવાથી 13.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 04.00 કલાકે ઉધના સ્ટેશન પહોંચશે.
  • ટ્રેન નંબર 09017 ઉધના - મહુવા સ્પેશિયલ ઉધના સ્ટેશનથી બુધવાર, 30 ઓક્ટોબર, 2024ના રોજ રાત્રે 21.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.10 કલાકે મહુવા પહોંચશે.

આ ટ્રેન રાજુલા જંક્શન, સાવરકુંડલા, લીલીયા મોટા, દામનગર, ઢસા, ધોળા, નિંગાળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા, ગાંધીગ્રામ, અમદાવાદ, વડોદરા અને સુરત સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને SLRD ક્લાસ કોચ છે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેનોમાં એસએલઆરડી કોચને અનરિઝર્વ્ડ કોચ તરીકે ચલાવવામાં આવશે અને આ કોચના મુસાફરો માટે યુટીએસ દ્વારા ટિકિટ આપવામાં આવશે. નિયમો અનુસાર, સ્પેશિયલ ટ્રેનોના અનરિઝર્વ્ડ કોચમાં સુપરફાસ્ટ મેલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું લાગુ પડે છે.

ટ્રેન નંબર 09018 અને 09017 માટે ટિકિટ બુકિંગ 27.10.2024 (રવિવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.