મુંબઈ- કંડલા ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાથી તંત્રમાં દોડધામ

- ફરી ખોખલી ધમકી મળી, પ્રવાસીઓ 2 કલાક રઝળ્યા- સઘન ચેકિંગ બાદ બોમ્બ ન મળતા થયો હાશકારો, ખોખલી ધમકીઓથી એરલાઈન્સ કંપનીઓને કરોડોની ખોટ ગાંધીધામ : દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ફલાઈટ્સમાં બોમ્બ મૂકાયાની ખોખલી ધમકીઓ અપાવાનો સિલસિલો ચાલુ છે. તેમાં હવે  સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ-કંડલા ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પૂર્વ કચ્છ પોલીસ ઉંધા માથે થઈ હતી અને તાબડતોબ કંડલા એરપોર્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે બે કલાક સુધી સઘન તપાસ કર્યા બાદ બોમ્બ ન મળતા વરસામેડી ખાતે આવેલા કંડલા એરપોર્ટમાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ છેલ્લા દસેક દિવસોથી આપવામાં આવતી ખોખલી ધમકીઓના કારણે એરલાઇન્સ કંપનીઓને કરોડોની ખોટ આવી હોવાનું પણ સામે આવ્યું છે.

મુંબઈ- કંડલા ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાથી તંત્રમાં દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ફરી ખોખલી ધમકી મળી, પ્રવાસીઓ 2 કલાક રઝળ્યા

- સઘન ચેકિંગ બાદ બોમ્બ ન મળતા થયો હાશકારો, ખોખલી ધમકીઓથી એરલાઈન્સ કંપનીઓને કરોડોની ખોટ 

ગાંધીધામ : દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ફલાઈટ્સમાં બોમ્બ મૂકાયાની ખોખલી ધમકીઓ અપાવાનો સિલસિલો ચાલુ છે. તેમાં હવે  સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ-કંડલા ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પૂર્વ કચ્છ પોલીસ ઉંધા માથે થઈ હતી અને તાબડતોબ કંડલા એરપોર્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે બે કલાક સુધી સઘન તપાસ કર્યા બાદ બોમ્બ ન મળતા વરસામેડી ખાતે આવેલા કંડલા એરપોર્ટમાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ છેલ્લા દસેક દિવસોથી આપવામાં આવતી ખોખલી ધમકીઓના કારણે એરલાઇન્સ કંપનીઓને કરોડોની ખોટ આવી હોવાનું પણ સામે આવ્યું છે.