World Mosquito Day: 'વિશ્વ મચ્છર દિવસ' નિમિત્તે મહેસાણામાં મેલરીયા-ડેન્ગ્યુ વિશે જાગૃતિ અભિયાન

મહેસાણામાં 63 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યક્રમ યોજાયા 307 સબસેન્ટ અને 9 અર્બન આરોગ્ય કેન્દ્રમાં પણ જાગૃતિ મેલરીયા-ડેન્ગ્યુ જેવા રોગ વિશે લોકોને જાગૃત કરાયા 'વિશ્વ મચ્છર દિવસ' દર વર્ષે 20 ઑગસ્ટના રોજ મનાવવામાં આવે છે. બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસની 1897માં થયેલી શોધની યાદમાં છે. માદા એનોફિલિન મચ્છર મનુષ્યોમાં મેલેરિયા ફેલાવે છે. મેલેરિયા, ડેન્ગ્યુ, અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના જોખમો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસ મનાવવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ માર્ગદર્શન આપ્યું જેના ભાગરુપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ કાપડિયા અને જિલ્લા રોગચાળા નિયત્રંણ અધિકારી ડૉ.વિનોદ પટેલના માર્ગદર્શન હેઠળ હાલમાં ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગ નિયત્રંણ અન્વયે ગ્રામ્ય અને શહેરી કક્ષાના 63 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 307 સબસેન્ટર, અને 9 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયા રોગના આરોગ્ય શિક્ષણ માટે માઈકિંગ,પોસ્ટર પ્રદર્શન, ફિલ્પકાર્ડ, પત્રિકાવિતરણ , લઘુ શિબિર, ગુરુ શિબિર, ગપ્પી માછલી અને પોરા પ્રદર્શન જાહેર જગ્યાએ, શાળાઓમાં બાળકો સાથે વિવિધ કાર્યક્રમ કરીને આરોગ્ય કર્મચારી દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રમિકોને મચ્છરજન્ય રોગ ન થાય તે માટે જાગૃતિ આ ઉપરાંત વાહકજન્ય રોગ નિયત્રંણ અન્વયે આરોગ્ય શિક્ષણના ભાગરુપે મચ્છર ઉત્પત્તિ સ્થાનમાં પાણી ભરાયેલ પાત્રો હવા ચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા, સાઇટ પર ભરાયેલ પાણીમાં ઓઇલ નાખવું, બાંધકામ સાઇડની બિલ્ડીંગ પર દર અઠવાડિયે ક્યાંય પણ પાણી ન ભરાય તે તપાસ થાય અને ભરાયેલ પાણી જોવા મળે તો સાફ સફાઈ કરવી, બાંઘકામ સાઈટ પર મજૂરોમાં મચ્છરજન્ય રોગ ન ફેલાય તે માટે મચ્છર દાનની વ્યવસ્થા કરવી, સંઘ્યા સમયે લીમડાનો ધુમાડો કરવો ઘર કે ઓફિસના બારી-બારણાં પર જાળી લગાવો. મચ્છર પ્રતિકારક ઘુપ, મચ્છર બતી, સ્પ્રે કે અન્ય મચ્છર પ્રતિરોધક વેપોરાઈઝરનો ઉપયોગ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય તેમજ સોશિયલ મીડિયા વ્હોટસએપ, ફેસબુક, ટ્વીટર, રેડીયો પણ મેસેજ આપીને આ લોકો સુધી આરોગ્ય શિક્ષણ પહોંચાડવાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહીતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલી તમામ કન્સ્ટ્રકશન સાઈટ, પ્રાઇવેટ કંપનીઓ, ટાયર પંચર દુકાન, ગેરેજ, ભંગારના વાડા, હવાડા, સ્કૂલ, બેંકો અને તમામ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓની મુલાકાત નિયમિત પણે આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવે છે.

World Mosquito Day: 'વિશ્વ મચ્છર દિવસ' નિમિત્તે મહેસાણામાં મેલરીયા-ડેન્ગ્યુ વિશે જાગૃતિ અભિયાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણામાં 63 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યક્રમ યોજાયા
  • 307 સબસેન્ટ અને 9 અર્બન આરોગ્ય કેન્દ્રમાં પણ જાગૃતિ
  • મેલરીયા-ડેન્ગ્યુ જેવા રોગ વિશે લોકોને જાગૃત કરાયા

'વિશ્વ મચ્છર દિવસ' દર વર્ષે 20 ઑગસ્ટના રોજ મનાવવામાં આવે છે. બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસની 1897માં થયેલી શોધની યાદમાં છે. માદા એનોફિલિન મચ્છર મનુષ્યોમાં મેલેરિયા ફેલાવે છે. મેલેરિયા, ડેન્ગ્યુ, અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના જોખમો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસ મનાવવામાં આવે છે.


જિલ્લા આરોગ્ય અધિકારીએ માર્ગદર્શન આપ્યું

જેના ભાગરુપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ કાપડિયા અને જિલ્લા રોગચાળા નિયત્રંણ અધિકારી ડૉ.વિનોદ પટેલના માર્ગદર્શન હેઠળ હાલમાં ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગ નિયત્રંણ અન્વયે ગ્રામ્ય અને શહેરી કક્ષાના 63 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 307 સબસેન્ટર, અને 9 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયા રોગના આરોગ્ય શિક્ષણ માટે માઈકિંગ,પોસ્ટર પ્રદર્શન, ફિલ્પકાર્ડ, પત્રિકાવિતરણ , લઘુ શિબિર, ગુરુ શિબિર, ગપ્પી માછલી અને પોરા પ્રદર્શન જાહેર જગ્યાએ, શાળાઓમાં બાળકો સાથે વિવિધ કાર્યક્રમ કરીને આરોગ્ય કર્મચારી દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

શ્રમિકોને મચ્છરજન્ય રોગ ન થાય તે માટે જાગૃતિ

આ ઉપરાંત વાહકજન્ય રોગ નિયત્રંણ અન્વયે આરોગ્ય શિક્ષણના ભાગરુપે મચ્છર ઉત્પત્તિ સ્થાનમાં પાણી ભરાયેલ પાત્રો હવા ચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા, સાઇટ પર ભરાયેલ પાણીમાં ઓઇલ નાખવું, બાંધકામ સાઇડની બિલ્ડીંગ પર દર અઠવાડિયે ક્યાંય પણ પાણી ન ભરાય તે તપાસ થાય અને ભરાયેલ પાણી જોવા મળે તો સાફ સફાઈ કરવી, બાંઘકામ સાઈટ પર મજૂરોમાં મચ્છરજન્ય રોગ ન ફેલાય તે માટે મચ્છર દાનની વ્યવસ્થા કરવી, સંઘ્યા સમયે લીમડાનો ધુમાડો કરવો ઘર કે ઓફિસના બારી-બારણાં પર જાળી લગાવો. મચ્છર પ્રતિકારક ઘુપ, મચ્છર બતી, સ્પ્રે કે અન્ય મચ્છર પ્રતિરોધક વેપોરાઈઝરનો ઉપયોગ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય તેમજ સોશિયલ મીડિયા વ્હોટસએપ, ફેસબુક, ટ્વીટર, રેડીયો પણ મેસેજ આપીને આ લોકો સુધી આરોગ્ય શિક્ષણ પહોંચાડવાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહીતગાર કરવામાં આવ્યા હતા.


આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલી તમામ કન્સ્ટ્રકશન સાઈટ, પ્રાઇવેટ કંપનીઓ, ટાયર પંચર દુકાન, ગેરેજ, ભંગારના વાડા, હવાડા, સ્કૂલ, બેંકો અને તમામ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓની મુલાકાત નિયમિત પણે આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવે છે.